Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 3:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 જ્યાં સુધી કે જેમ તમને તેમ તમારા ભાઈઓને યહોવા આરામ આપે, અને જે દેશ યહોવા તમારા ઈશ્વરે તેઓને યર્દનને પેલી બાજુ આપાવાનો છે તેનું વતન તેઓ પણ પામે ત્યાં સુધી. ત્યાર પછી તમે બધા પોતપોતાનાં વતન જે મેં તમને આપ્યાં છે તેમાં પાછા આવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 “તમારી જેમ પ્રભુ તેમને પણ વિરામનું સ્થળ આપે, એટલે કે પ્રભુએ તેમને આપેલો યર્દન નદીની પશ્ર્વિમનો પ્રદેશ તેઓ કબજે કરે અને ત્યાં શાંતિથી વસે ત્યાં સુધી તમે તેમને સાથ આપજો. તે પછી તમે મેં તમને આપેલા આ વતનમાં પાછા આવજો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 જ્યાં સુધી કે જેમ તમને તેમ તમારા ભાઈઓને યહોવાહે જે દેશ ઈશ્વર તમારા યહોવાહ તેઓને યર્દનને પેલી બાજુ આપવાના છે તેનું વતન તેઓ પણ પામે ત્યાં સુધી આરામ આપ્યો. ત્યાર પછી તમે બધા પોતપોતાનાં વતન તમને આપ્યાં છે તેમાં પાછા આવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 યર્દનને પેલે પાર તમાંરા દેવ યહોવાએ તેમને આપેલી ભૂમિનો કબજો તેઓ પ્રાપ્ત કરે અને જેમ તેમને પણ યહોવા સ્થાયી થવા દે ત્યાં સુધી તમાંરે એમને સાથ આપવાનો છે. ત્યાર પછી તમાંરે મેં તમને આપેલી ભૂમિમાં પાછા ફરવાનું છે.’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 3:20
9 Iomraidhean Croise  

અને ઇઝરાયલી લોકોમાંનો દરેક પુરુષ પોતાનો વારસો ન પામે ત્યાં સુધી અમે પોતાને ઘેર પાછા નહિ આવીએ.


ને દેશ યહોવાની આગળ વશ થઈ જાય, તો પછી તમે પાછા આવશો, અને યહોવા તથા ઇઝરાયલ વિષે નિરપરાધી ઠરશો, અને યહોવાની આગળ આ દેશ તમારું વતન થશે.


કેમ કે જે વિશ્રામ તથા વારસો યહોવા તારા ઈશ્વર તને આપવાના છે તેમાં તમે હજી સુધી પહોંચ્યા નથી.


અને તે સમયે મેં યહોશુઆને એવી આજ્ઞા આપી, કે ‘જે બધું યહોવા તમારા ઈશ્વરે આ બે રાજાઓને કર્યું છે તે તારી નજરે તેં જોયું છે. તે જ પ્રમાણે જે સર્વ રાજ્યોમાં તું [યર્દન] ઊતરીને જાય છે તેઓને યહોવા કરશે.


યહોવાએ જેમ તમને વિસામો [આપ્યો] દેશ તમારા ઈશ્વર યહોવા તેઓને આપે છે તેનું વતન તેઓ પણ પ્રાપ્ત કરે ત્યાં સુધી [તમારે તેઓને સહાય કરવી]. ત્યાર પછી તમે તમારા વતનના દેશમાં પાછા જાઓ, ને યહોવાના સેવક મૂસાએ યર્દન પાર પૂર્વ દિશાએ જે દેશ તમને આપ્યો તેનો કબજો લો.”


અને તેઓને કહ્યું, “યહોવાના સેવક મૂસાએ જે આ તમને આપી હતી તે સર્વ તમે પાળી છે ને જે આજ્ઞાઓ મેં તમને આપી તે સર્વ તમે શબ્દેશબ્દ પાળી છે;


અને હવે તમારા ઈશ્વર યહોવાએ તમારા ભાઈઓને કહ્યું હતું તેમ, હમણાં તેણે તેઓને વિશ્રાંતિ આપી છે. એ માટે તે પાછા વળીને તમારા તંબુઓમાં તથા તમારા વતનની ભૂમિ, જે યહોવાના સેવક મૂસાએ તમને યર્દનની પેલે પાર આપી, તેમાં જાઓ.


અને તેણે તેઓને કહ્યું, ઘણું દ્રવ્ય, ને પુષ્કળ ઢોર, રૂપું, સોનું, તાંબું, ને લોઢું, ને પુષ્કળ વસ્‍ત્રો લઈને પોતપોતાના તંબુઓમાં પાછો જાઓ, તમારા ભાઈઓ સાથે તમારા શત્રુઓ પાસેથી મેળવેલી લૂંટ વહેંચી લેજો.”


અને રુબેનપુત્રો ને ગાદપુત્રો ને મનાશ્શાનું અર્ધકુળ કનાન દેશમાંના શીલોમાંથી ઇઝરાયલીઓ મધ્યેથી નીકળીને પોતાના વતણો ગિલ્યાદ પ્રાંત, જે મૂસાની મારફતે અપાયેલી યહોવાની આ પ્રમાણે તેઓને મળ્યો હતો, તેમાં જવાને પાછા ફર્યા.


Lean sinn:

Sanasan


Sanasan