Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 3:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને મેં તે સમયે તમને એવી આજ્ઞા આપી, કે યહોવા તમારા ઈશ્વરે તમને આ દેશ વતન કરી લેવા માટે આપ્યો છે, તમે સર્વ શૂરવીર પુરુષો શસ્‍ત્રસજ્જિત થઈને તમારા ભાઈઓની એટલે [બાકીના] ઇઝરાયલીઓની આગળ પેલી બાજુ જાઓ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 “તે સમયે મેં તેમને આવી આજ્ઞા આપી: ‘તમારા ઈશ્વર પ્રભુએ તમને આ દેશ કબજે કરવા આપ્યો છે. તમારા સર્વ લડવૈયા પુરુષો શસ્ત્રસજ્જ થઈને તમારા ભાઈઓની એટલે બાકીના ઇઝરાયલીઓની સાથે યર્દન નદીની પેલે પાર જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તે સમયે મેં તમને આજ્ઞા આપીને કહ્યું હતું કે, “ઈશ્વર તમારા યહોવાહે આ દેશ તમને વતન કરી લેવા માટે આપ્યો છે. તમે તથા બધા યોદ્ધાઓ હથિયાર સજીને તમારા ભાઈઓની એટલે ઇઝરાયલના લોકોની આગળ પેલી બાજુ જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 “એ વખતે મેં રૂબેન અને ગાદના કુળસમૂહોને અને મનાશ્શાના અર્ધકુળને આજ્ઞા કરી હતી કે; ‘તમાંરા દેવ યહોવાએ આ ભૂમિ તમાંરા કબજામાં સોંપી છે. દેવે તમને તમાંરો ભાગ આપ્યો છે. તમાંરા બધા યોદ્ધાઓએ હથિયાર ધારણ કરીને ઇસ્રાએલના બીજા કુળસમૂહોને દોરવીને યર્દન નદીને પેલે પારના પ્રદેશ તરફ આગળ વધવું જે પ્રદેશ દેવે તેમને આપવાનું વચન આપ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 3:18
18 Iomraidhean Croise  

અને તેમણે ઇબ્રામને કહ્યું, “આ દેશ વતન તરીકે તને આપવા માટે કાસ્દીઓના ઉરમાંથી તને કાઢી લાવનાર હું યહોવા છું”


જેમણે તેઓનો દેશ વારસામાં આપ્યો [તેમની સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.


અને દેશને કબજે કરીને તેમાં વસો; કેમ કે વતનને માટે મેં તે દેશ તમને આપ્યો છે.


જે દેશ યહોવા તારા પિતૃઓના ઈશ્વરે તને વતન તરીકે આપ્યો છે તેમાં પૃથ્વી પરના તમારા આખા આયુષ્ય પર્યંત તમારે જે વિધિઓ તથા કાનૂનો પાળવા તે આ છે:


તોપણ તારી મધ્યે કોઈ દરીદ્રી નહિ હોય; [કેમ કે યહોવા તારા ઈશ્વર તને જે દેશના વતનનો વારસો આપે છે, તેમાં યહોવા તને નક્કી આશીર્વાદ આપશે.]


જે દેશ યહોવા તારા ઈશ્વર તને વતનને માટે આપે છે, તેમાં જે વતનનો વારસો તને મળે તેમાં તારા પડોશીનું જે બાણ અસલના વખતમાં લોકોએ ઠરાવ્યું હોય તે તારે ખસેડવું નહિ.


ત્યારે જે દેશ યહોવા તારા ઈશ્વર તને તેનું વતન પામવા માટે આપે છે, તેની મધ્યે તું તારે માટે ત્રણ નગરો જુદાં કર.


એ માટે હું તને આજ્ઞા આપીને કહું છું કે, તારે પોતાને માટે ત્રણ નગરો અલહિદાં કરવાં.


જે દેશ યહોવા તારા ઈશ્વર તેનું વતન પામવા માટે તને આપે છે, તેમાં જો કોઈની લાસ ખેતરમાં પડેલી મળી આવે, ને તેને કોણે માર્યો છે તે કોઈ જાણતું ન હોય,


માટે જ્યારે યહોવા તારા ઈશ્વર જે દેશ તને તારો વારસો તથા વતન કરી લેવા આપે છે, તેમાં તારી આસપાસના તારા સર્વ શત્રુઓથી તે તને આરામ આપે, ત્યારે એમ થાય કે તું આકાશ નીચેથી અમાલેકનું નામ ભૂંસી નાખ. તું ભૂલીશ નહિ.


પણ તું તો અહીં મારી પાસે ઊભો રહે, ને હું તને સર્વ આજ્ઞાઓ, વિધિઓ તથા કાનૂનો કહીશ, ને તું તે [સર્વ] તેઓને શીખવજે. એ માટે કે જે દેશ હું તેઓને વતન કરી લેવા માટે આપું છું તેમાં તેઓ તે પાળે.’


હવે જે આજ્ઞા, વિધિઓ તથા કાનૂનો યહોવા તમારા ઈશ્વરે તમને શીખવવાને મને ફરમાવ્યું છે, એ માટે કે જે દેશનું વતન પામવા માટે તમે [યર્દન] ઊતરીને પ્રવેશ કરો છો, તેમાં તમે તે પાળો, તે આ છે:


એ માટે નક્કી જાણ કે તારા ન્યાયીપણાને લીધે યહોવા તારા ઈશ્વર આ ઉત્તમ દેશ તને નથી આપતા. કેમ કે તું તો હઠીલી પ્રજા છે.


“તમે છાવણીમાં ફરો, અને લોકોને એવી આજ્ઞા આપો; ‘તમે તમારે માટે સીધાં તૈયાર કરો; કેમ કે જે દેશ તમારા ઈશ્વર યહોવા તમને વતન તરીકે આપે છે, તે પ્રાપ્ત કરવાને તમારે ત્રણ દિવસની અંદર આ યર્દન ઊતરીને ત્યાં જવાનું છે.”


Lean sinn:

Sanasan


Sanasan