Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 29:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેથી તમે જે કરો છો તે સર્વમાં તમે સફળ થાઓ, માટે આ કરારના શબ્દો પાળો ને અમલમાં મૂકો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તો હવે આ કરારની શરતોનું ખંતથી પાલન કરો કે, જેથી તમારાં સર્વ કાર્યોમાં તમે સફળ થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેથી તમે જે કરો છો તે સર્વમાં સફળ થાઓ માટે આ કરારના શબ્દો પાળો અને અમલમાં લાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેથી આ કરારની તમાંમ કલમોનું તમાંરે પાલન કરવાનું છે. જો તમે તેમ કરશો તો તમે જે કોઈ કાર્ય હાથમાં લેશો તેમાં સફળ થશો,

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 29:9
19 Iomraidhean Croise  

જેમ મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે તેમ તારા ઈશ્વર યહોવાના માર્ગમાં ચાલીને, તથા તેમના વિધિઓ, તેમની આજ્ઞાઓ, તેમના હુકમો, તથા તેમના સાક્ષ્યો પાળીને તેમના ફરમાનનો અમલ કર; એ માટે કે જે જે તું કરે તેમાં, તથા જ્યાં કહીં તું જાય ત્યાં તું ફતેહ પામે.


યહૂદિયાના સર્વ લોકો, તેઓના બાળકો, તેઓની સ્ત્રીઓ તથા તેઓનાં છોકરાં યહોવાની આગળ ઊભા રહ્યાં.


ઈશ્વરના મંદિરને લગતું, નિયમશાસ્ત્રને લગતું જે કંઈ કામ પોતાના ઈશ્વરની સેવાને અર્થે તેણે હાથમાં લીધું, તે તેણે પોતાના ખરા અંતઃકરણથી કર્યું, ને તેમાં ફતેહ પામ્યો.


જેઓ તેમનો કરાર તથા તેમની આજ્ઞા પાળે છે તેઓને માટે યહોવાના સર્વ માર્ગો કૃપા તથા સત્યતા [થી ભરેલા] છે.


તેઓ સિયોન તરફ પોતાનાં મુખ રાખીને ત્યાં જવાનો માર્ગ પૂછશે, અને કહેશે, ‘ચાલો, નહિ વીસરાય એવો સર્વકાલીન કરાર કરીને આપણે યહોવાની સાથે મળી જઈએ.’


પણ તેમણે કહ્યું, “તે કરતાં જેઓ ઈશ્વરની વાત સાંભળે છે અને પાળે છે તેઓને ધન્ય છે!”


હોરેબમાં જે કરાર યહોવાએ ઇઝરાયલ લોકો સાથે કર્યો, તે ઉપરાંત મોઆબ દેશમાં તેઓની સાથે જે કરાર કરવાની આ તેમણે મૂસાને આપી, તે આ પ્રમાણે છે:


આજે યહોવા તમારા ઈશ્વરની આગળ તમે સર્વ ઊભા છો. તમારા નેતા, તમારાં કુળો, તમારા વડીલો, તથા તમારા સરદારો, એટલે સર્વ ઇઝરાયલી માણસો,


લોકોને, એટલે પુરુષોને તથા સ્‍ત્રીઓને તથા બાળકોને, તથા તારાં ગામોમાં રહેનાર તારો જે પરદેશી તેઓને એકત્ર કરજે, એ માટે કે તેઓ સાંભળે તથા શીખે, ને યહોવા તારા ઈશ્વરથી બીએ, ને આ નિયમનાં સર્વ વચનો પાળે તથા અમલમાં લાવે.


માટે તે પાળીને અમલમાં મૂકો; કેમ કે એથી દેશજાતિઓની નજરમાં તમે જ્ઞાની તથા બુદ્ધિમાન ગણાશો, કેમ કે તેઓ એ સર્વ વિધિઓ સાંભળીને કહેશે કે, ખરેખર, આ મહાન દેશજાતિ એક જ્ઞાની તથા બુદ્ધિમાન પ્રજા છે.


યહોવાએ એ કરાર આપણા પિતૃઓની સાથે તો નહિ, પણ આપણી સાથે, હા, આપણા સર્વ, જેઓ આજે અહીં જીવતા છીએ તેમની સાથે કર્યો.


પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા માટે બળવાન તથા બહુ હિમ્મતવાન થા. તેમાંથી જમણી કે ડાબી તરફ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે.


એ નિયમશાસ્‍ત્ર તારા મોંમાંથી જાય નહિ. પણ દિવસે તથા રાત્રે તનું મનન કર, કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજઈથી પાળે; કારણકે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે, અને ત્યારે જ તું ફતેહ પામશે.


યહોશુઆએ ઇઝરાયલનાં સર્વ કુળોને શખેમમાં એકઠાં કરીને ઇઝરાયલનાં વડીલોને ને તેઓના મુખ્ય પુરુષોને ને તેઓના ન્યાયાધીશોને ને તેઓના આગેવાનોને બોલાવ્યા. અને તેઓ ઈશ્વરની આગળ રજૂ થયા.


ઇઝરાયલની આખી સભાની આગળ, તેમ જ પરદેશીઓ તેઓની સાથે‍ વ્યવહાર રાખતા હતા તેઓની આગળ, મૂસાએ આપેલી સર્વ આજ્ઞા માંનો એક પણ શબ્દ એવો નહોતો કે જે યહોશુઆએ વાંચ્યો ન હોય.


Lean sinn:

Sanasan


Sanasan