Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 28:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 જો તું યહોવા તારા ઈશ્વરની આજ્ઞાઓ પાળીને તેમના માર્ગોમાં ચાલશે, તો, જેમ યહોવાએ તારી આગળ પ્રતિજ્ઞા કરી છે તેમ, તે તને પોતાની પવિત્ર પ્રજા તરીકે સ્થાપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 “જો તમે તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞાઓ પાળશો અને તેમના માર્ગોમાં ચાલશો તો તેમના શપથ પ્રમાણે તે તમને પોતાના પવિત્ર લોક તરીકે સંસ્થાપિત કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જો તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ પાળીને તેમના માર્ગોમાં ચાલશો. તો જેમ, યહોવાહે તમારી આગળ સમ ખાધા છે તેમ તે તમને પોતાની પવિત્ર પ્રજા તરીકે સ્થાપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 અને તમે જો તમાંરા દેવ યહોવાની આજ્ઞાઓનું પાલન કરીને તેમના માંગેર્ ચાલશો, તો તેણે આપેલા વચન પ્રમાંણે તે તમને પવિત્ર દેશ તરીકે સ્થાપિત કરશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 28:9
17 Iomraidhean Croise  

અને તારો ઈશ્વર તથા તાર પછીના તારા વંશજોનો ઈશ્વર થવા માટે, હું મારો કરાર સનાતન કરાર તરીકે મારી ને તારી વચ્ચે ને પેઢી દરપેઢી તારા પછીના તારા વંશજોનો ઈશ્વર થવા માટે, હું મારો કરાર સનાતન કરાર તરીકે મારી ને તારી વચ્ચે ને પેઢી દરપેઢી તારા પછી તારા વંશજોની વચ્ચે કરીશ.


વળી સિયોન વિષે કહેવાશે, “આ માણસનો તથા પેલા માણસનો જન્મ તેમાં થયો; પરાત્પર પોતે તેને સ્થિર રાખશે.”


“જો તું તારા ઈશ્વર યહોવાની વાણી ખંતથી સાંભળશે, ને તેમની દષ્ટિમાં જે યથાર્થ તે કરશે, ને તેમની આજ્ઞાઓ માનશે, ને તેમના સર્વ વિધિઓ પાળશે, તો જે રોગો મેં મિસરીઓ ઉપર નાખ્યા છે, તેમાંનો કોઈ પણ હું તારા પર નાખીશ નહિ; કેમ કે તને સાજો કરનાર હું યહોવા છું.”


આદિકાળની જેમ હું તારા ન્યાયાધીશોને, અને પૂર્વકાળની જેમ તારા મંત્રીઓને પાછા લાવીશ; ત્યાર પછી તારું નામ ન્યાયનગર, ધર્મપુરી કહેવાશે.


તેઓ તેમને ‘પવિત્ર લોકો’, ‘યહોવાના ઉદ્ધાર પામેલા લોકો’, કહેશે; અને તું ‘શોધી કાઢેલી, ’ ‘અણતજેલી નગરી’ કહેવાઈશ.”


જેથી આજની માફક દૂધમધની રેલછેલવાળો દેશ તમારા પૂર્વજોને આપવાના મેં તેઓની આગળ સમ ખાધા તે હું પૂરા કરું’” ત્યારે મેં, “હે યહોવા, આમીન.” એમ કહીને ઉત્તર આપ્યો.


અને એ શાપિત વસ્તુઓમાંનું કંઈ પણ તારા હાથે વળગી ન રહે, એ માટે કે યહોવા પોતાના કોપનો જુસ્સો પાછો ખેંચી લે, ને તારા પર દયા કરે, ને તારા પર કરુણા રાખે, ને જેમ તેમણે તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છ તેમ તે તારો વિસ્તાર વધારે.


કેમ કે તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે. યહોવા તારા ઈશ્વરે તને પૃથ્વીની સપાટી પરની સર્વ પ્રજાઓમાંથી પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યો છે.


પણ તેનું કારણ એ હતું કે યહોવા તમને ચાહે છે, ને જે પ્રતિજ્ઞા તેમણે તમારા પિતૃઓની આગળ લીધી તે પાળવા તે ઇચ્છે છે, ને તેથી જ યહોવ સમર્થ હાથવડે તમને કાઢી લાવ્યા છે, તમને બંદીખાનામાંથી એટલે મિસરના રાજા ફારુનના હાથમાંથી છોડાવ્યા છે.


પણ પ્રભુ વિશ્વસનીય છે, તે તમને દઢ કરશે, ને દુષ્ટ [શેતાન] થી તમારું રક્ષણ કરશે.


તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે.


સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને માટે બોલાવ્યા છે, તે પોતે તમે થોડી વાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે.


Lean sinn:

Sanasan


Sanasan