Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 28:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 યહોવા તારી વખારોમાં ને જેમાં તું તારો હાથ નાખે છે તે સર્વમાં તને આશીર્વાદ આપશે. અને જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે તેમાં તે તને આશીર્વાદ આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 “પ્રભુ તમારા હાથનાં સર્વ કાર્યો પર આશીર્વાદ આપશે અને તમારી વખારોને ધાન્યથી ભરી દેશે અને જે દેશ તે તમને આપે છે તેમાં તે તમને આશીર્વાદિત કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 યહોવાહ તમારા ભંડારોમાં અને જેમાં તમે હાથ નાખો છો તે સર્વમાં અને જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તેમાં તમને આશીર્વાદ આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “તમાંરા યહોવા દેવ તમને જે દેશ આપે તેમાં જયારે તમે પહોંચશો ત્યારે તે તમાંરા અનાજના કોઠારો ભરીને તમને આશીર્વાદિત કરશે. અને તમે જે કાંઈ કામ કરશો તેમાં સફળતાનો આશીર્વાદ આપશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 28:8
22 Iomraidhean Croise  

તેણે કહ્યું, “જો યહોવા તને સહાય ન કરે, તો હું ક્યાંથી તને સહાય કરું? ખળીમાંથી કે, દ્રાક્ષાકુંડમાંથી?”


વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેનાં પાંદડાં કદી પણ ચીમળાતાં નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે.


તું તારે હાથે મહેનત કરીને ખાશે; તું સુખી થશે, અને તારું કલ્યાણ થશે.


વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે; કેમ કે યહોવાએ ત્યાં આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન, ફરમાવ્યું છે.


અમારી વખારો વિવિધ સામગ્રી પૂરી પાડે એવી ભરપૂર થાઓ; અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારો ને દશ હજારો બચ્ચાં જણનારાં થાઓ;


દિવસે યહોવા પોતાની વત્સલતા દર્શાવતા, અને રાત્રે હું તેમનું ગીત ગાતો, એટલે મારા જીવનદાતા ઈશ્વરની પ્રાર્થના કરતો.


હે ઈશ્વર, તમે મારા રાજા છો; યાકૂબને માટે તારણ ફરમાવો.


તો છઠ્ઠે વર્ષે તમારા ઉપર મારો આશીર્વાદ આવે, એવું હું ફરમાવીશ, ને તે [વર્ષે] ત્રણ વર્ષ ચાલે એટલી પેદાશ થશે.


અને તમે જૂનું તથા ઘણા વખતથી સંગ્રહ કરી રાખેલું અન્‍ન ખાશો, ને નવું [અન્‍ન] પાકવાના કારણથી તમે જૂનું બહાર કાઢી નાખશો.


શું હજી સુધી વખારમાં બી છે? હા, દ્રાક્ષાવેલા, અંજીરીઓ, દાડમડીઓ તથા જૈતુવૃક્ષો હજી ફળ્યાં નથી, આજથી હું [તમને] આશીર્વાદ આપીશ.”


કાપણી સુધી બન્‍નેને સાથે વધવા દો. અને કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે, તમે પહેલા કડવા દાણાને એકઠા કરો, ને બાળવા માટે તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારમાં ભરો.’”


આકાશનાં પક્ષીઓને જુઓ! તેઓ તો વાવતાં નથી, ને કાપતાં નથી, ને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારા આકાશમાંના પિતા તેઓનું પાલન કરે છે. તો તેઓ કરતાં તમે અધિક નથી શું?


તેણે કહ્યું કે, ‘હું આમ કરીશ:મારી વખારોને પાડી નાખીને હું તે કરતાં મોટી બંધાવીશ; અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલમિલકત ભરી મૂકીશ.


અને તારા ઘરમાં રહેનાર લેવી કે જેને તારી સાથે ભાગ કે વારસો [મળ્યો] નથી તે, તથા પરદેશી, તથા અનાથ, તથા વિધવા આવે, ને ખાઈને તૃપ્ત થાય, એ માટે કે જે કામ તું કરે છે તે સર્વમાં યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપે.


તારે તેને આપવું જ, ને તેને આપતાં તારું અંત:કરણ કચવાય નહિ, કેમ કે એ કૃત્યને લીધે યહોવા તારા ઈશ્વર તારા સર્વ કામમાં, ને જે કોઈ [કામ] તું તારા હાથમાં લે છે તેમાં તને આશીર્વાદ આપશે.


તોપણ તારી મધ્યે કોઈ દરીદ્રી નહિ હોય; [કેમ કે યહોવા તારા ઈશ્વર તને જે દેશના વતનનો વારસો આપે છે, તેમાં યહોવા તને નક્કી આશીર્વાદ આપશે.]


અને જે કોઈ કામમાં તું હાથ નાખશે, તેમાં યહોવા તારા પર શાપ તથા હાર તથા ધમકી મોકલશે, એટલે સુધી કે જે ભૂંડાં કામ કરીને તેં મારો ત્યાગ કર્યો છે તેથી તારો સંહાર થાય, ને તું જલ્દી નાશ પામે.


તારા જે શત્રુઓ તારી સામે ચઢી આવે તેઓને યહોવા તારી આગળ માર ખવડાવશે. તારી સામે તેઓ એક માર્ગે ધસી આવશે ને તારી સામેથી સાત માર્ગે નાસી જશે.


Lean sinn:

Sanasan


Sanasan