Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 28:51 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

51 અને તે તારાં ઢોરઢાંકનું ફળ તથા તારી ભૂમિનું ફળ ખાઈને તારું સત્યાનાશ વાળશે. વળી તારો વિનાશ કરતાં સુધી તે તારી પાસે ધાન્ય, દ્રાક્ષારસ, અથવા તેલ, તારાં ગોપશુઓનો વિસ્તાર, કે તારાં ઘેટાંબકરાંનાં બચ્ચાં રહેવા નહિ દે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

51 તેઓ તમારાં ઢોરઢાંકનો તથા તમારા પાકનો ભક્ષ કરી જશે; પરિણામે તમે ભૂખે મરશો. તેઓ તમારો વિનાશ થાય ત્યાં સુધી તમારાં ધાન્ય, દ્રાક્ષાસવ, ઓલિવતેલ, ઢોરઢાંક તથા ઘેટાંબકરાં પડાવી લેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

51 તે તમારો નાશ થતાં સુધી તમારા પશુઓના બચ્ચાં અને તમારી ભૂમિનું ફળ ખાઈ જશે. તેઓ તમારો વિનાશ થતાં સુધી તમારા માટે અનાજ, નવો દ્રાક્ષારસ, તેલ, પશુઓ કે ઘેટાંબકરાંના બચ્ચાં રહેવા દેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

51 જ્યાં સુધી તમાંરો નાશ ન થઇ જાય ત્યાં સુધી તેઓ તમાંરા ઢોરઢાંખર અને પાક લઇ જશે. તમાંરું અનાજ, નવો દ્રાક્ષારસ, જૈતતેલ, વાછરડાં, ઘેટાં બચશે નહિ, પરિણામે તમે મોત ભેગા થઈ જશો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 28:51
13 Iomraidhean Croise  

રક્ષક ટુકડીના સરદારની સાથે આવેલા કાસ્દીઓના સઘળા સૈન્યે યરુશાલેમના કોટ ચારે તરફથી તોડી પાડ્યા.


તમારો દેશ ઉજ્જડ થયો છે; તમારાં નગરો આગથી બાળી નાખવામાં આવ્યાં છે. તમારી જમીન તો પારકાઓ તમારી રૂબરૂ ખાઈ જાય છે, અને પારકાઓએ ખેદાનમેદાન કર્યા જેવી તે ઉજ્જડ થઈ ગઈ છે.


યહોવાએ પોતાના જમણા હાથના, તથા પોતાના સમર્થ ભુજના સમ ખાધા છે કે, “હું ફરીથી તારું ધાન્ય તારા શત્રુઓને ખાવા દઈશ નહિ; અને જે દ્રાક્ષારસને માટે તેં મહેનત કરી છે તે પરદેશીઓ પીશે નહિ;


તારાં બધાં પાપને લીધે તારી સર્વ સીમાઓમાં હું તારું દ્રવ્ય તથા તારું ધન મફત લૂંટાવી દઈશ.


અરે, ખેતરમાંના મારા પર્વત, તારી સર્વ સીમામાં, તારા પાપને લીધે હું તારું દ્રવ્ય તથા તારો સર્વ ધનસંગ્રહ, તારાં ઉચ્ચસ્થાનો પણ લૂંટાવી દઈશ.


જેઓ તરવારથી માર્યા ગયા તેઓ ભૂખે મરનારા કરતાં સુખી છે; કેમ કે [ભૂખ્યા માણસો] ખેતરમાં પાક ન થવાથી બળહીન થઈને ઝૂરે છે.


આ દેશના લોકોને કહે કે, યરુશાલેમના રહેવાસીઓ વિષે તથા ઇઝરાયલ દેશ વિષે પ્રભુ યહોવા કહે છે, કે તેઓ ચિંતાતુર થઈને પોતાની રોટલી ખાશે ને ભયભીત થઈને પોતાનું પાણી પીશે, જેથી તેના સર્વ રહેવાસીઓના જુલમને લીધે તેના દેશમાં જે સર્વ હોય તે નાશ પામે ને તે ઉજજડ થઈ જાય.


એ માટે જો, હું તને પૂર્વના લોકોના તાબામાં [તેમના] વારસા તરીકે સોંપી દઈશ, ને તેઓ તારા [દેશ] માં પોતાની છાવણીઓ નાખશે, ને તારા [દેશ] માં પોતાનાં મકાનો બાંધશે, તેઓ તારી ઊપજ ખાશે, ને તારું દૂધ પીશે.


જ્યારે હું તમારી ઉપજીવિકાનું ખંડન કરીશ ત્યારે દશ સ્‍ત્રીઓ એક કલેડામાં તમારી રોટલી શેકશે, ને તેઓ તમારી રોટલી તોળીને તમને પાછી આપશે; અને તમે ખાશો પણ ધરાશો નહિ.


જે દેશજાતિને તું ઓળખતો નથી તે તારી ભૂમિનું ફળ તથા તારી સર્વ મહેનતનું ફળ ખાઈ જશે. અને તું સર્વદા ફક્ત જુલમો વેઠ્યા કરશે તથા કચરી નંખાશે:


તેઓ ઘરડાઓને ન ગણકારે ને તારા જુવાનો પર દયા ન રાખે એવી વિકરાળ ચહેરાવાળી દેશજાતિ [હશે].


અને તારા આખા દેશમાંના તારા જે ઊંચા ને કિલ્લાવાળા કોટ પર તું ભરોસો રાખતો હતો, તેઓના પડી જતાં સુધી ને તારા સર્વ નગરોમાં તારી આસપાસ ઘેરો નાખશે. અને તારો આખો દેશ, જે યહોવા તારા ઈશ્વરે તને આપ્યો છે, તેમાં તારાં સર્વ નગરોમાં તે તારી આસપાસ ઘેરો નાખશે.


Lean sinn:

Sanasan


Sanasan