Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 28:43 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 તારી મધ્યેનો પરદેશી તારા કરતાં વધારે ને વધારે ચઢિયાતો થતો જશે. પણ તું તો વધારે ને વધારે નીચો થતો જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

43 “તમારી મધ્યે વસતા પરદેશીઓ વધારે અને વધારે સત્તા ધારણ કરશે, જ્યારે તમે તમારો અધિકાર ગુમાવતા જશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 તમારી મધ્યે રહેલો પરદેશી તમારા કરતાં વધારે અને વધારે ઉચ્ચ થશે, પણ તમે વધારે અને વધારે નિમ્ન થતાં જશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 તમાંરી વચ્ચે રહેતા વિદેશીઓની ઉત્તરોત્તર પ્રગતિ થશે. તેઓ ધનવાન બનશે અને તમે ઉત્તરોત્તર પડતી થવાથી ગરીબ બનશો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 28:43
18 Iomraidhean Croise  

યહોવાએ ઇઝરાયલનાં સર્વ સંતાનોનો ત્યાગ કર્યો, તેમના પર વિપતિ લાવ્યા, ને તેમને લૂટારાઓના હાથમાં સોંપીને, તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા.


એટલે સુધી કે યહોવા પોતાના સેવક સર્વ પ્રબોધક મારફતે બોલ્યા હતા, તે પ્રમાણે ઇઝરાયલને પોતાની નજર આગળથી દૂર કર્યા, એમ ઇઝરાયલ તેમના પોતાના દેશમાંથી આશૂરમાં લઈ જવામાં આવ્યા, ને તેઓ આજ સુધી ત્યાં જ છે.


અમારા પૂર્વજોનાં પાપ અમારા ગેરલાભમાં યાદ ન રાખો; તમારી દયા અમને ઉતાવળે મળવા સામી આવો; કેમ કે અમે બહુ જ દુર્દશામાં આવી પડેલા છીએ.


તેના શત્રુઓ અધિકારીઓ થઈ બેઠા છે, તેના વૈરીઓ મોજ ઉડાવે છે. કેમ કે યહોવાએ તેના ઘણા અપરાધોને લીધે તેને દુ:ખ દીધું છે; તેનાં બાળકોને શત્રુ [હાંકીને] બંદીવાસમાં લઈ ગયો છે.


યહોવાએ જે નિર્ણય કર્યો હતો તે તેમણે પાર પાડ્યો છે. પોતાનું જે વચન તેમણે પ્રાચીન કાળમાં ફરમાવ્યું હતું તે તેમણે પાર પાડ્યું છે. દયા રાખ્યા વગર તેમણે તને તોડી પાડ્યું છે. અને તારો શત્રુ તારા [હાલ જોઈને] હરખાય, એવું તેમણે કર્યું છે. પ્રભુએ તારા દુશ્મોનોનું શિંગ ઊંચું ચઢાવ્યું છે.


ત્યારે પિલાતે તેઓને કહ્યું, “તમે પોતે એને લઈ જાઓ, અને તમારા નિયમશાસ્‍ત્ર પ્રમાણે એનો ન્યાય કરો.” યહૂદીઓએ તેને કહ્યું, કોઈને મારી નાખવાનો અમને અધિકાર નથી.”


ત્યારે તેઓએ મોટો પોકાર કરીને કહ્યું, “એને દૂર કરો, દૂર કરો, વધસ્તંભે જડો.” પિલાત તેઓને કહે છે, “શું હું તમારા રાજાને વધસ્તંભે જડાવું?” મુખ્ય યાજકોએ ઉત્તર આપ્યો, “કાઈસાર સિવાય અમારે [બીજો] કોઈ રાજા નથી.


અને યહોવા તને [સર્વનું] શિર બનાવશે, પણ પુચ્છ નહિ. અને તું ઉપર જ રહેશે, ને નીચે રહેશે નહિ; જો યહોવા તારા ઈશ્વરની આજ્ઞાઓ જે આજે હું તને ફરમાવું છું તેઓને તું ધ્યાન આપીને પાળે તથા અમલમાં લાવે,


પણ તેનાં માતાપિતા જાણતાં નહોતાં કે એ યહોવાનું [કૃત્ય] છે; કેમ કે તે પલિસ્તીઓની વુરુદ્ધ કંઈ નિમિત્ત શોધતો હતો. હવે તે સમયે પલિસ્તીઓ ઇઝરાયલ પર રાજ કરતા હતા.


માટે મેં પણ કહ્યું કે, હું તમારી સામેથી તેઓને હાંકી કાઢીશ નહિ પણ તેઓ તમારી કૂખોમાં [કાંટાંરૂપ] થશે, અને તેઓના દેવો તમને ફાંદારૂપ થઈ પડશે.”


અને મિદ્યાનીઓના કારણથી ઇઝરાયલ બહુ કંગાલ અવસ્થામાં આવી પડ્યા. અને ઇઝરાલી લોકોએ યહોવાને પોકાર કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan