Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 28:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 જે દેશમાં તું તેનું વતન પામવા માટે જાય છે તેમાંથી યહોવા તારો પૂરો નાશ નહિ કરે, ત્યાં સુધી તે તારા પર મરકી લાવ્યા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 તમે જે દેશનો કબજો લેવા જાઓ છો તેમાં તમારું નિકંદન થઈ જાય ત્યાં સુધી પ્રભુ તમારા પર રોગચાળો મોકલ્યા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 જે દેશનું વતન પામવા સારુ તમે જાઓ છો, તેમાંથી યહોવાહ તમારો પૂરો નાશ નહિ કરે ત્યાં સુધી તે તમારા પર મરકી લાવ્યા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 અને તમે જે દેશનો કબજો લેવા જઈ રહ્યા છો ત્યાં યહોવા તમાંરામાં રોગચાળો મોકલશે, જેમાં તમે બધા સમાંપ્ત થઈ જશો,

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 28:21
14 Iomraidhean Croise  

માટે સવારથી તે ઠરાવેલા વખત સુધી યહોવાએ ઇઝરાયલમાં મરકી મોકલી. અને દાનથી તે બેરશેબા સુધીમાં લોકોમાંથી સિત્તેર હજાર માણસો મરણ પામ્યાં.


જો દેશમાં દુકાળ હોય, જો મરકી હોય, જો લૂ, મસી, તીડ કે કાતરા પડે, જો તેઓના શત્રુ તેઓના દેશમાં પોતાનાં નગરોમાં તેઓને ઘેરી લે; ગમે તે મરકી કે, ગમે તે રોગ હોય;


અને તેઓએ કહ્યું, “હિબ્રુઓના ઈશ્વરનો અમને મેળાપ થયો છે. અમારા ઈશ્વર યહોવાને માટે યજ્ઞ કરવા માટે ત્રણ દિવસની મજલ જેટલે અરણ્યમાં અમને જવા દો. રખેને તે મરકી કે તરવારરૂપે અમારા ઉપર આવી પડે.”


અને જ્યારે તેઓ તને પૂછશે કે, ‘અમે નીકળીને ક્યાં જઈએ?’ ત્યારે તું તેઓને કહે જે કે, યહોવા કહે છે કે, જેઓ મરણને માટે નિર્માણ થયેલા છે તેઓ તરવાર તરફ; દુકાળને માટે નિર્માણ થયેલા છે તેઓ દુકાળ તરફ; અને બંદીવાન થવાને નિર્માણ થયેલા છે તેઓ બંદીવાન થવા જતા રહે.”


તેઓ ત્રાસજનક રોગોથી મરશે. તેઓને માટે રડાપીટ થશે નહિ, ને તેઓને દાટવામાં આવશે નહિ! તેઓ પૃથ્વીના પૃષ્ઠ પર ખાતર જેવાં થશે. તેઓ દુકાળ તથા તરવારથી નાશ પામશે. અને તેઓનાં મુડદાં આકાશનાં પક્ષીઓ તથા ભૂમિનાં શ્વાપદો ખાઈ જશે.


વળી જે ભૂમી મેં તેઓને તથા તેઓના પૂર્વજોને આપી, તે [ભૂમિ] પરથી તેઓ નષ્ટ થાય ત્યાં સુધી હું તેઓ પર તરવાર, દુકાળ તથા મરકી મોકલીશ.”


હું તમારા ઉપર તરવાર લાવીશ, કે જે [તોડેલા] કરારનો બદલો લેશે. અને તમે પોતાનાં નગરોમાં એકઠાં થશો, ત્યારે હું તમારામાં મરકી મોકલીશ, અને તમે શત્રુનાં હાથમાં સોંપાશો.


“મેં મિસરની જેમ તમારા પર મરકી મોકલી છે. મેં તરવારથી તમારા જુવાનોનો સંહાર કર્યો છે, ને તમારા ઘોડાઓનું હરણ કરાવ્યું છે. મેં તમારી છાવણીની દુર્ગંધ તમારાં નસકોરાંમાં ભરી છે; તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ, ” એમ યહોવા કહે છે.


જે સર્વ પ્રજાઓએ યરુશાલેમની વિરુદ્ધ યુદ્ધ કર્યું હશે તેમના ઉપર યહોવા મરકીનો માર લાવશે: [એ માર એવો આવશે કે] તેઓ પોતાને પગે ઊભા હશે એટલામાં તેમનું માંસ ક્ષીણ થઈ જશે, તેમની આંખો તેઓના ખાડામાં ક્ષીણ થઈ જશે.


હું તેઓને મરકીથી મારીશ, ને તેઓને બિનવતન કરી નાખીશ, ને તેઓના કરતાં મોટી તથા બળવાન દેશજાતિ તારાથી ઉત્પન્‍ન કરીશ.”


અને જેઓ મરકીથી મરી ગયા તેઓ ચોવીસ હજાર હતા.


ત્યારે અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી લઈને એક સ્‍ત્રી તેમની પાસે આવી, ને તે જમવા બેઠા હતા ત્યારે તેમના માથા પર તેણે તે રેડ્યું.


Lean sinn:

Sanasan


Sanasan