Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 28:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને પૃથ્વીના સર્વ લોક જોશે કે, યહોવાના નામ પરથી તારું નામ પડેલું છે. અને તેઓ તારાથી બીશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 તમે યાહવેને નામે ઓળખાતા તેમના પસંદિત લોક છો એ જોઈને પૃથ્વીની બધી પ્રજાઓ તમારો ડર રાખશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પૃથ્વીના સર્વ લોક જોશે કે, યહોવાહના નામ પરથી તમારું નામ પડેલું છે. અને તેઓ તમારાથી બીશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તેથી પૃથ્વી પરના બધા લોકો તમે યહોવાની પ્રજા છો એ જાણીને તમાંરાથી ગભરાતા રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 28:10
18 Iomraidhean Croise  

ત્યાર પછી દાઉદની કીર્તિ સર્વ દેશોમાં ફેલાઈ ગઈ, અને યહોવાએ સર્વ પ્રજાઓ પર તેનો દાબ બેસાડ્યો.


ત્યારે જો મરા લોક, જેઓ મારા નામથી ઓળખાય છે, તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે; તો હું આકાશમાંથી તે સાંભળીને તેઓના પાપ માફ કરીશ, ને તેઓના દેશને સાજો કરીશ.


અને મિસરીઓએ લોકોને દેશમાંથી જલદી વિદાય થવાનો આગ્રહ કર્યો; કેમ કે તેઓએ કહ્યું કે, અમે તો બધા મરી ગયા!


અને તેમણે તેઓના રથોનાં પૈડાં કાઢી નાખ્યાં, તેથી તેમને તે ચલાવવા મુશ્કેલ થઈ પડયું; અને તેથી મિસરીઓએ કહ્યું “આપણે ઇઝરાયલની આગળથી નાસીએ; કેમ કે યહોવા તેઓના પક્ષમાં રહીને મિસરીઓની વિરુદ્ધ લડે છે.”


જેઓના પર તમે પુરાતન કાળથી રાજ કર્યું નથી, ને જેઓ તમારા નામથી ઓળખાતા નથી, તેઓના જેવા અમે થયા છીએ.


વિસ્મિત થયેલા માણસના જેવા, જે પરાક્રમી છતાં બચાવ કરી ન શકે, એવા તમારે કેમ થવું જોઈએ? પણ હે યહોવા, તમે અમારી વચમાં છો, ને તમારા નામથી અમે ઓળખાયા છીએ: અમારો ત્યાગ ન કરો.”


હું તેઓનું સર્વ પ્રકારે હિત કરું છું તે વિષે જ્યારે પૃથ્વીની પ્રજાઓ સાંભળશે, ત્યારે તે સર્વ [પ્રજાઓ] ની આગળ આ નગર મને આનંદ, સ્તુતિ તથા સન્માનરૂપ થઈ પડશે, અને તેનું જે હિત તથા કલ્યાણ હું કરું છું તેને લીધે તેઓ ભય પામી કાંપશે.”


“સર્વ પ્રજાઓ તમને ધન્યવાદ આપશે, કેમ કે તમારો દેશ તો એક રળિયામણો દેશ થશે, ” એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


એમ તેઓ ઇઝરાયલીઓને મારું નામ આપે. અને હું તેઓને આશીર્વાદ આપીશ.”


જેથી બાકી રહેલા લોકો તથા બધા વિદેશીઓ જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ પ્રભુને શોધે;


તમારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ. જે ભૂમિ પર તમારા પગ ફરશે તે પર પ્રભુ તમારા ઈશ્વર તમારો ડર તથા ભય બેસાડશે, જે તેમણે તમને કહ્યું છે તેમ.


હું આજથી આકાશ નીચેની સર્વ પ્રજાઓ ઉપર તારો ડર તથા ધાક એવો બેસાડવા માંડીશ કે, તેઓ તારું નામ સાંભળીને ધ્રૂજશે ને તારાથી ત્રાહેમામ પોકારશે.


અને યર્દનને પેલે પાર પશ્ચિમમાં જે સર્વ અમોરીઓના રાજા, ને સમુદ્રની પાસેના જે સર્વ કનાનીઓના રાજા, તેઓએ સાંભળ્યું કે ઇઝરાયલી લોકો પાર ઊતરી ગયા ત્યાં સુધી યહોવાએ તેમની આગલ યર્દનનું પાણી સૂકવી નાખ્યું, ત્યારે એમ થયું કેમ ઇઝરાયલી લોકોને લીધે તેઓનાં ગાત્ર શિથિલ થઈ ગયાં, અને તેઓના હોશ ઊડી ગયા.


જુઓ, જેઓ શેતાનની સભામાંના છે, જેઓ કહે છે કે અમે યહૂદી છીએ, તોપણ એવા નથી, પણ જૂઠું બોલે છે, તેઓમાંના કેટલાકને હું [તને] સોપું છું. જુઓ, હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને તારે પગે પડશે, અને મેં તારા પર પ્રેમ રાખ્યો છે એવું તેઓ જાણશે.


Lean sinn:

Sanasan


Sanasan