Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 28:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને જો યહોવા તારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને તેની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાળીને તું તેમને અમલમાં લાવશે, તો એમ થશે કે યહોવા તારા ઈશ્વર પૃથ્વીની સર્વ દેશજાતિઓ કરતાં તને શ્રેષ્ઠ દેશજાતિ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 “જો તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને ખંતથી આધીન થશો અને તેમની જે સર્વ આજ્ઞાઓ આજે હું તમને ફરમાવું છું તેમનું કાળજીપૂર્વક પાલન કરશો તો તમારા ઈશ્વર પ્રભુ તમને પૃથ્વી પરની બધી પ્રજાઓમાં સર્વોચ્ચ સ્થાને સ્થાપશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જો યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ કાળજીથી સાંભળીને જે આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે સર્વ પાળીને તેને અમલમાં મૂકો, તો યહોવાહ તમારા ઈશ્વર તમને પૃથ્વીની બીજી જાતિઓ ઉપર શ્રેષ્ઠ દેશજાતિ તરીકે સ્થાપિત કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “આજે હું તમને તમાંરા યહોવા દેવની આ બધી આજ્ઞાઓ કરું છું તે સર્વનું પાલન કરીને તમાંરા દેવ યહોવાનું કહ્યું, નિષ્ઠાપૂર્વક અનુસરશો તો તે તમને પૃથ્વીની બધી પ્રજાઓમાં ઉચ્ચ સ્થાને સ્થાપશે,

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 28:1
31 Iomraidhean Croise  

ત્યારે તેણે જાણ્યું કે યહોવાએ મને ઇઝરાયલ પર રાજા તરીકે સ્થપિત કર્યો છે, અને તેના ઇઝરાયલી લોકોની ખાતર મારા રાજ્યનો મહિમા ઘણો વધાર્યો છે.


ન્યાય પાળનારાઓને, તથા પવિત્રતાને ધોરણે નિત્ય ચાલનારને, ધન્ય છે.


યહોવાનું ભય તે બુદ્ધિનો આરંભ છે; જેઓ તેમની આજ્ઞા પાળે છે તે બધાની બુદ્ધિ સારી છે. તેમની સ્તુતિ સર્વકાળ થશે.


તમારાં શાસનો પ્રમાણે હું મારી સર્વ વર્તણૂક યથાર્થ રાખું છું; હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું. પે


હું તમારી સર્વ આજ્ઞાઓનું સન્માન કરું, તો પછી હું ફજેત થનાર નથી.


વળી તેમણે પોતાના લોકોનું શિંગ, અને પોતાના બધા સંતોની સ્તુતિ ઊંચી કરી છે; અને જે તેમની પાસે રહેનાર ઇઝરાયલ લોકો છે [તેમને તેમણે ઊંચા કર્યા છે]. યહોવાની સ્તુતિ કરો.


તેણે મારા પર પોતાનો પ્રેમ બેસાડ્યો છે માટે હું તેને બચાવીશ; તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ.


“જો તું તારા ઈશ્વર યહોવાની વાણી ખંતથી સાંભળશે, ને તેમની દષ્ટિમાં જે યથાર્થ તે કરશે, ને તેમની આજ્ઞાઓ માનશે, ને તેમના સર્વ વિધિઓ પાળશે, તો જે રોગો મેં મિસરીઓ ઉપર નાખ્યા છે, તેમાંનો કોઈ પણ હું તારા પર નાખીશ નહિ; કેમ કે તને સાજો કરનાર હું યહોવા છું.”


પણ જો તું તેની વાણી સાંભળ્યા કરીશ જ, ને હું જે કહું છું તે બધું કરીશ, તો હું તારા વૈરીઓનો વૈરી ને તારા શત્રુઓનો શત્રુ થઈશ.


વળી તમે યહોવા તમારા ઈશ્વરની સેવા કરજો, ને તે તારા અન્‍નજળને આશીર્વાદ આપશે; અને હું તારી મધ્યેથી રોગ દૂર કરીશ.


જો તમે રાજી થઈને [મારું] માનશો, તો દેશની ઉત્તમ પેદાશ ખાશો;


ન્યાયીને ધન્ય છે, તેનું કલ્યાણ થશે; તેઓ પોતાની કરણીનું ફળ ભોગવશે.


જે દિવસે હું તમારા પૂર્વજોને મિસર દેશમાંથી, લોઢાની ભઠ્ઠીમાંથી, કાઢી લાવ્યો, ત્યારે મેં તેઓને આજ્ઞા આપીને કહ્યું હતું કે, ‘મારું વચન માનો, ને જે વાત વિષે હું તમને આજ્ઞા આપું છું તે સર્વ તમે પાળો; તો તમે મારા લોકો થશો, ને હું તમારો ઈશ્વર થઈશ;


જેમ પડોશીઓએ મારા લોકોને બાલના સમ ખાતાં શીખવ્યા, તેમ, ‘પ્રભુ યહોવા જીવંત છે, ’ એવા મારા નામના સમ ખાતાં પડોશીઓ શીખશે, અને મારા લોકોના માર્ગો તેઓ ખરેખર શીખશે, તો તેઓ મારા લોકોની વચમાં સ્થિર થઈને વસશે.


યહોવા કહે છે, “સાબ્બાથને દિવસે આ નગરના દરવાજાઓમાં થઈને પણ કંઈ બોજો અંદર ન લાવતાં પણ સાબ્બાથને પવિત્ર દિવસ માનીને તેમાં કંઈ પણ કામ ન કરતાં જો તમે મારું સાંભળશો જ સાંભળશો,


તેઓ બન્‍ને ઈશ્વરની આગળ ન્યાયી હતાં, ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતાં હતાં.


પણ તેમણે કહ્યું, “તે કરતાં જેઓ ઈશ્વરની વાત સાંભળે છે અને પાળે છે તેઓને ધન્ય છે!”


તેમણે તેઓને કહ્યું, “જે કોઈ મારે નામે આ બાળકનો અંગીકાર કરે છે, તે મારો અંગીકાર કરે છે; અને જે કોઈ મારો અંગીકાર કરે છે તે મારા મોકલનારનો અંગીકાર કરે છે. કેમ કે તમ સર્વમાં જે સૌથી નાનો છે તે જ મોટો છે.”


જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો.


એટલે જેઓ ધીરજથી સારાં કામ કરીને મહિમા, માન તથા અવિનાશીપણું શોધે છે, તેઓને અનંતજીવન મળશે.


કેમ કે જેટલા નિયમની કરણીઓવાળા છે, તેટલા શાપ નીચે છે. કેમ કે એમ લખેલું છે, “નિયમશાસ્‍ત્રના પુસ્તકમાં જે આજ્ઞાઓ લખેલી છે તે બધી પાળવામાં જે કોઈ ટકી રહેતો નથી તે શાપિત છે.”


અને મારી આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે જો તમે ધ્યાનથી સાંભળીને યહોવા તમારા ઈશ્વર પર પ્રેમ રાખશો. ને તમારા ખરા મનથી ને ખરા જીવથી તેમની સેવા કરશો, તો એમ થશે કે,


યહોવા તમારા ઈશ્વરની જે આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તે તમે સાંભળશો, તો તમે આશીર્વાદ [પામશો].


ફક્ત એટલું જ કે તું યહોવા તારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને, આ જે સર્વ આજ્ઞાઓ હું આજે તેન ફરમાવું છું તે તું કાળજીથી પાળશે તો.


અને તને આપેલા વચન પ્રમાણે યહોવાએ આજે કબૂલ કર્યું છે કે તું તેમની ખાસ પ્રજા છે, અને તેમની સર્વ આજ્ઞાઓ તારે પાળવી.


અને સર્વના કરતાં તને કીર્તિમાં તથા માનમાં તથા સન્માનમાં વધારવાનું [તેમણે કબૂલ કર્યું છે]. અને તું તેમના કહ્યા પ્રમાણે યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા થશે.”


અને યહોવા તને [સર્વનું] શિર બનાવશે, પણ પુચ્છ નહિ. અને તું ઉપર જ રહેશે, ને નીચે રહેશે નહિ; જો યહોવા તારા ઈશ્વરની આજ્ઞાઓ જે આજે હું તને ફરમાવું છું તેઓને તું ધ્યાન આપીને પાળે તથા અમલમાં લાવે,


Lean sinn:

Sanasan


Sanasan