Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 27:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને પાર ઊતર્યા પછી આ નિયમના સર્વ શબ્દો તેઓના ઉપર તારે લખવા. એ માટે કે યહોવા તારા ઈશ્વર જે દેશ, એટલે દૂધમધની રેલછેલવાળો દેશ, યહોવા તારા પિતૃઓના ઈશ્વરે તને આપેલા વચન પ્રમાણે, તને આપે છે તેમાં તું જાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 અને તેમના પર આ નિયમના સર્વ શબ્દો લખવા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પાર ઊતર્યા પછી આ નિયમના સર્વ શબ્દો તેના પર તમારે લખવા. તમે યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ આપે છે એટલે કે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ, યહોવાહ તમારા પિતૃઓના ઈશ્વરે તમને આપેલા વચન પ્રમાણે તમને આપે છે, તેમાં તમે જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 અને તેના ઉપર નિયમના સર્વ શબ્દો લખી નાખવા, પછી તમે તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપી રહ્યાં છે તેમાં સ્થાઇ થઇ શકશો. તમાંરા પિતૃઓના યહોવા દેવે તમને જે વચન આપ્યું હતું તેમ આ ભૂમિમાં દૂધ અને મધની રેલછેલ થશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 27:3
14 Iomraidhean Croise  

જેથી આજની માફક દૂધમધની રેલછેલવાળો દેશ તમારા પૂર્વજોને આપવાના મેં તેઓની આગળ સમ ખાધા તે હું પૂરા કરું’” ત્યારે મેં, “હે યહોવા, આમીન.” એમ કહીને ઉત્તર આપ્યો.


અને દૂધમધની રેલછેલવાળો જે દેશ તેઓને આપવાને તમે તેઓના પૂર્વજોની આગળ સમ ખાધા હતા, તે આ દેશ તમે તેઓને આપ્યો છે.


પણ મેં તમને કહ્યું છે કે, તમે તેઓના દેશનું વતન પામશો, ને હું તમને તે દૂધમધની રેલછેલવાળો દેશ આપીને તેનું વતન આપીશ, તમને વિદેશીઓથી અગલ કરનાર તમારો ઈશ્વર યહોવા હું છું.


અને તેઓએ તેને હકીકત આપતાં કહ્યું કે, “તેં અમને મોકલ્યા તે દેશમાં અમે ગયા, ને તે ખરેખર દૂધમધની રેલછેલવાળો દેશ છે. અને આ તેનું ફળ છે.


જો યહોવા આપણા ઉપર પ્રસન્‍ન હશે, તો તે આપણને તે દેશમાં લાવશે, ને તે આપણને આપશે. તે તો દૂધમધની રેલછેલવાળો દેશ છે.


અને આ સ્થળે લાવીને તેમણે અમને આ દેશ, એટલે દૂધમધની રેલછેલવાળો દેશ, આપ્યો છે.


માટે, હે ઇઝરાયલ, સાંભળ, ને કાળજી રાખીને તે પાળ; એ માટે કે જેમ યહોવા તારા પિતૃઓના ઈશ્વરે તને વચન આપ્યું છે તેમ દૂધમધની રેલમછેલવાળા દેશમાં તારું ભલું થાય ને તમે બહુ જ વૃદ્ધિ પામો.


અને તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ, ને તારી આંખોની વચ્ચે તેમને કપાળભૂષણ તરીકે રાખ.


“તે દિવસો પછી જે કરાર હું તેઓની સાથે કરીશ તે આ છે કે, હું મારા નિયમ તેઓના મનમાં મૂકીશ, અને તેઓના હ્રદયપટ પર તેઓને લખીશ, એમ પ્રભુ કહે છે.”


કેમ કે આખી પ્રજા, એટલે મિસરમાંથી નીકળેલા યુદ્ધ કરનારા માણસો મરી ગયા ત્યાં સુધી ઇઝરાયલીઓ ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં ફરતા ફર્યા, કારણ કે તેઓએ યહોવાની વાણીને કાન ધર્યો નહિ. અને જે દૂધમધની રેલછેલવાળો દેશ આપણને આપવાની તેઓના પૂર્વજો આગળ યહોવાએ પ્રતિજ્ઞા લીધી હતી, તે દેશ તેઓને જોવા દેવો નહિ, એવી પ્રતિજ્ઞા યહોવાએ તેઓ વિષે લીધી હતી.


અને ત્યાં તેણે તે પથ્થરો ઉપર મૂસાના નિયમશાસ્‍ત્રની નકલ ઉતારી લીધી, ને ઇઝરાયલી લોકોની સમક્ષ તેણે તે લખી.


Lean sinn:

Sanasan


Sanasan