Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 26:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને તારે યહોવા તારા ઈશ્વરની આગળ એમ કહેવું, ‘મારો પિતા મરવાની તૈયારીમાં આવેલો એક અરામી હતો, ને તે મિસરમાં ગયો ને ત્યાં રહ્યો, ને તેના [લોકની] સંખ્યા થોડી હતી. અને ત્યાં એક મોટી, બળવાન તથા વિસ્તીર્ણ પ્રજા થઈ ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તે વખતે તમારે તમારા ઈશ્વર પ્રભુની સમક્ષ આ પ્રમાણે એકરાર કરવો: ‘મારો પૂર્વજ મૃત્યુને આરે આવેલો એક અતિ વૃધ અરામી હતો. તે તેના કુટુંબને લઈને ઇજિપ્ત દેશમાં ગયો અને ત્યાં તેમણે વસવાટ કર્યો. તેઓ ત્યાં ગયા ત્યારે સંખ્યામાં જૂજ હતા. પરંતુ તેઓ એક મહાન, બળવાન અને સંખ્યાવાન પ્રજા બન્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પછી તમારે યહોવાહ તમારા ઈશ્વર સમક્ષ એમ કહેવું કે, “અમારા પિતા સ્થળાંતર કરીને આવેલ અરામી હતા અને મિસરમાં જઈને રહ્યા. અને તેમના લોકની સંખ્યા થોડી હતી. ત્યાં તેઓ એક મોટી, શક્તિશાળી અને વસ્તીવાળી પ્રજા બન્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પછી તમાંરે તમાંરા યહોવા દેવ સમક્ષ કહેવું, ‘માંરા પિતૃઓ સ્થળાંતર કરીને આવેલા અરામીઓ હતા અને આશ્રય માંટે મિસરમાં ગયા હતા. તેઓ ઘણી ઓછી સંખ્યામાં હતા, પરંતુ તેઓ ત્યાં એક મોટી, શકિતશાળી અને અસંખ્ય પ્રજા બન્યા હતા,

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 26:5
28 Iomraidhean Croise  

અને હું તારામાંથી એક મોટી કોમ ઉત્પન્‍ન કરીશ, ને તને આશીર્વાદ આપીશ, ને તારું નામ મોટું કરીશ; અને તું આશીર્વાદરૂપ થશે:


પણ મારા દેશમાં મારા કુટુંબીઓ પાસે તું જા, ને મારા દિકરા ઇસહાકને માટે પત્ની લાવ.”


અને ઇસહાક અરામી લાબાનની બહેન પાદાનારામના અરામી બથુએલની દીકરી રિબકા સાથે પરણ્યો ત્યારે તે ચાળીસ વર્ષનો હતો.


અને યાકૂબને તેના પિતાએ આશીર્વાદ આપ્યો હતો તે આશીર્વાદને કારણે એસાવે યાકૂબનો દ્વેષ કર્યો. અને એસાવે મનમાં કહ્યું, “મારા પિતાને માટે શોકના દિવસ પાસે છે; ત્યારે હું મારા ભાઈ યાકૂબને મારી નાંખીશ.”


અને ઇસહાકે યાકૂબને વિદાય કર્યો. અને તે પાદાનારામમાં લાબાન જે બથુએલ અરામીનો દીકરો ને યાકૂબ તથા એસાવની મા રિબકાનો ભાઈ હતો તેને ત્યાં ગયો.


અને પોતાના જવાની ખબર નહિ આપતાં લાબાન અરામી પાસેથી યાકૂબ ગુપચુપ નાઠો.


અને ઈશ્વરે રાત્રે સ્વપ્નમાં લાબાન અરામીની પાસે આવીને કહ્યું, “ખબરદાર કે, તું યાકૂબને ભલું કે ભૂંડું કંઈ ન કહે.”


દિવસે તડકાથી તથા રાત્રે હિમથી મારો ક્ષય થતો; અને મારી આંખની ઊંઘ જતી રહી; એવી મારી હાલત હતી.


અને બમણું નાણું તમારી સાથે લેતા જાઓ; અને તમારી ગૂણોનાં મુખમાં જે નાણું પાછું આવ્યું છે તે ફરીથી તમારી સાથે લેતા જાઓ; કદાચ ભૂલ થઈ હશે.


અને તમે તથા તમારું કુટુંબ તથા જે સર્વ તમારાં છે તે દરિદ્રી ન થાય માટે ત્યાં હું તમારું પાલનપોષણ કરીશ; કેમ કે હજી દુકાળનાં બીજાં પાંચ વર્ષ છે.


તે માટે પૃથ્વીમાં તમારં સંતાન રાખવાને તથા મોટ ઉદ્ધારથી તમારા જીવ બચાવવાને ઈશ્વરે તમારી આગળ મને મોકલ્યો.


અને યૂસફના દિકરા જે મિસર દેશમાં તેને થયા તે બે હતા. અને યાકૂબના ઘરનાં સર્વ માણસ જે મિસરમાં આવ્યાં તેઓ સિત્તેર હતાં.


અને ઇઝરાયલપુત્રો મિસર દેશના ગોશેન પ્રાંતમાં રહ્યા; અને ત્યાં તેઓએ માલમિલકત મેળવી, ને તેઓ સફળ થઈને બહુ વધ્યા.


વળી તેઓએ ફારુણે કહ્યું, “આ દેશમાં પ્રવાસ કરવાને અમે આવ્યા છીએ; કેમ કે કનાન દેશમાં દુકાળ ભારે હોવાને લીધે તમારા દાસોનાં ટોળાંને માટે ચારો નથી; માટે હવે આપના દાસોને ગોશેન દેશમાં કૃપા કરીને રહેવા દો.”


પણ જેમ જેમ તેઓ તેમને દુ:ખ દેતા ગયા તેમ તેમ તેઓ વિશેષ વધ્યા ને વિશાળ વિસ્તાર પામતા ગયા. અને ઇઝરાયલી લોકોથી તેઓ ત્રાસ પામ્યા.


અને યાકૂબને પેટે બધાં મળીને સિત્તેર સંતાનો થયાં હતાં; અને યૂસફ તો તેઓની અગાઉ મિસરમાં હતો.


અને ઇઝરાયલપુત્રો સફળ થઈને ઘણાં જ વધ્યા, ને વિસ્તાર પામીને અતિ સમર્થ થયા; અને તેઓથી દેશ ભરપૂર થઈ ગયો.


યાકૂબ અરામની સીમમાં નાસી ગયો. ઇઝરાયલે પત્ની [મેળવવા] માટે ચાકરી કરી. પત્ની [મેળવવા] માટે તેણે ઘેટાં ચાર્યાં.


એક પ્રબોધકની હસ્તક યહોવા ઇઝરાયલને મિસરમાંથી બહાર લાવ્યા, ને પ્રબોધક દ્વારા તેનું રક્ષણ થયું.


યાકૂબ મિસર ગયો, અને [ત્યાં] તે તથા આપણા પૂર્વજો મરી ગયા.


યહોવા તમારા ઈશ્વરે તમારો વિસ્તાર વધાર્યો છે, ને જુઓ, આજે તમારી સંખ્યા આકાશના તારઓના જેટલી છે.


તારા પિતૃઓ બધા મળીને સિત્તેર મનુષ્યો મિસરમાં ગયા હતા, અને હાલ યહોવા તારા ઈશ્વરે તારી સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારી દીધી છે.


અને યાજકલ તારા હાથમાંથી ટોપલી લઈને તેને યહોવા તારા ઈશ્વરની વેદી આગળ નીચે મૂકે.


યહોવાએ તમારા પર પ્રેમ રાખ્યો તથા તમને પસંદ કર્યા એનું કારણ એ ન હતું કે બીજી કોઈ પ્રજા કરતાં તમે સંખ્યામાં વિશેષ હતા. કેમ કે તમે તો બીજી બધી પ્રજાઓ કરતાં થોડા હતા.


Lean sinn:

Sanasan


Sanasan