Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 26:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને સર્વના કરતાં તને કીર્તિમાં તથા માનમાં તથા સન્માનમાં વધારવાનું [તેમણે કબૂલ કર્યું છે]. અને તું તેમના કહ્યા પ્રમાણે યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 અને પોતે ઉત્પન્‍ન કરેલી સર્વ પ્રજાઓ કરતાં તમને વિશેષ પ્રશંસા, કીર્તિ અને સન્માન આપવાનું પ્રભુએ જણાવ્યું છે અને તેમના વચન પ્રમાણે તમે તમારા ઈશ્વર પ્રભુની પવિત્ર પ્રજા થશો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 અને જે દેશજાતિઓને તેમણે ઉત્પન્ન કરી છે તે સર્વના કરતાં તમને મહાન પ્રજા બનાવશે અને તમને માન-પ્રતિષ્ઠા અને આદર પ્રાપ્ત થશે. અને યહોવાહે આપેલા વચન પ્રમાણે તમે યહોવાહ તમારા ઈશ્વરની પવિત્ર પ્રજા થશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તેથી જો તમે તે પ્રમાંણે કરશો તો યહોવા તમને અન્ય પ્રજાઓ કરતા મહાન પ્રજા બનાવશે, અને તમને માંન-પ્રતિષ્ઠા અને ગૌરવ પ્રાપ્ત થશે. અને યહોવાએ આપેલા વચન પ્રમાંણે તમે એક પવિત્ર દેશ બનશો કે જે યહોવાને વિશિષ્ટ રીતે સમર્પિત છે.”

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 26:19
21 Iomraidhean Croise  

વળી તેમણે પોતાના લોકોનું શિંગ, અને પોતાના બધા સંતોની સ્તુતિ ઊંચી કરી છે; અને જે તેમની પાસે રહેનાર ઇઝરાયલ લોકો છે [તેમને તેમણે ઊંચા કર્યા છે]. યહોવાની સ્તુતિ કરો.


તો હવે જો તમે મારું કહેવું માનશો, ને મારો કરાર પાળશો, તો સર્વ લોકોમાંથી તમે મારું ખાસ ધન થશો; કેમ કે આખી પૃથ્વી મારી છે.


અને મારે માટે તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશજાતિ થશો. એ જ વાત તારે ઇઝરાયલીઓને કહેવી.”


તેઓ તેમને ‘પવિત્ર લોકો’, ‘યહોવાના ઉદ્ધાર પામેલા લોકો’, કહેશે; અને તું ‘શોધી કાઢેલી, ’ ‘અણતજેલી નગરી’ કહેવાઈશ.”


કેમ કે યહોવા કહે છે કે, જેમ કમરબંધ માણસની કમરને વળગી રહે છે, તેમ ઇઝરાયલ તથા યહૂદાના આખા વંશને મેં મારી કમરે વળગાડયો છે; જેથી તેઓ મારા લોકો, મારું નામ, મારી પ્રશંસા તથા મારું ભૂષણ થાય; પણ તેઓએ માન્યું નહિ.


ઇઝરાયલ યહોવાને માટે પવિત્ર હતો. તેના પાકનું પ્રથમફળ હતો. જે સર્વ તેને ખાઈ જાય છે તેઓ દોષિત ઠરશે; તેઓ પર વિપત્તિ આવશે, ’ એમ યહોવા કહે છે.”


હું તેઓનું સર્વ પ્રકારે હિત કરું છું તે વિષે જ્યારે પૃથ્વીની પ્રજાઓ સાંભળશે, ત્યારે તે સર્વ [પ્રજાઓ] ની આગળ આ નગર મને આનંદ, સ્તુતિ તથા સન્માનરૂપ થઈ પડશે, અને તેનું જે હિત તથા કલ્યાણ હું કરું છું તેને લીધે તેઓ ભય પામી કાંપશે.”


જુઓ, જેઓ તને દુ:ખ દે છે તે સર્વની ખબર હું તે સમયે લઈશ. અને જે લંગડાય છે તેને હુમ બચાવીશ, ને જેને હાંકી કાઢવામાં આવી છે તેને હું પાછી લાવીશ. આખી પૃથ્વી પર જેઓની ઈજ્જત [ગઈ છે] , તેઓને હું પ્રશંસનીય તથા નામીચા કરીશ.


તે સમયે હું તમને અંદર લાવીશ, ને તે સમયે હું તમને ભેગા કરીશ.” કેમ કે યહોવા કહે છે, “જ્યારે હું તમારી નજર આગળ તમારી ગુલામગીરી ફેરવી નાખીશ, ત્યારે પૃથ્વીની સર્વ પ્રજાઓમાં હું તમોને પ્રશંસનીય તથા નામીચા કરીશ.”


અને, હે યહૂદાના વંશજો તથા ઈઝરાયલના વંશજો, જેટલે દરજ્જે તમે અન્ય પ્રજાઓમાં શાપરૂપ હતા, તેટલે દરજ્જે હું તમારો ઉદ્ધાર કરીશ, ને તમે આશીર્વાદરૂપ થશો. બીઓ નહિ, તમારા હાથ બળવાન થાઓ.


અને મૂસાએ તથા ઇઝરાયલના વડીલોએ લોકોને આજ્ઞા આપીને કહ્યું, “જે સર્વ આજ્ઞા હું આજે તમને આપું છું તે પાળો.


અને જો યહોવા તારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને તેની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાળીને તું તેમને અમલમાં લાવશે, તો એમ થશે કે યહોવા તારા ઈશ્વર પૃથ્વીની સર્વ દેશજાતિઓ કરતાં તને શ્રેષ્ઠ દેશજાતિ કરશે.


અને યહોવા તને [સર્વનું] શિર બનાવશે, પણ પુચ્છ નહિ. અને તું ઉપર જ રહેશે, ને નીચે રહેશે નહિ; જો યહોવા તારા ઈશ્વરની આજ્ઞાઓ જે આજે હું તને ફરમાવું છું તેઓને તું ધ્યાન આપીને પાળે તથા અમલમાં લાવે,


જો તું યહોવા તારા ઈશ્વરની આજ્ઞાઓ પાળીને તેમના માર્ગોમાં ચાલશે, તો, જેમ યહોવાએ તારી આગળ પ્રતિજ્ઞા કરી છે તેમ, તે તને પોતાની પવિત્ર પ્રજા તરીકે સ્થાપશે.


કેમ કે તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે. યહોવા તારા ઈશ્વરે તને પૃથ્વીની સપાટી પરની સર્વ પ્રજાઓમાંથી પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યો છે.


તેમની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો, અને જે આત્મિક યજ્ઞ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરને પ્રસન્‍ન છે એ યજ્ઞ કરવાને માટે તમે પવિત્ર યાજકવર્ગ થયા છો.


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા [પ્રભુના] ખાસ લોક છો કે, જેથી જેમણે અંધકારમાંથી પોતાના આશ્વર્યકારક પ્રકાશમાં [આવવાનું] આમંત્રણ આપ્યું છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.


Lean sinn:

Sanasan


Sanasan