Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 26:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 મેં મારા શોકમાં તેમાંથી કંઈ ખાધું નથી, ને અશુદ્ધ થઈને મેં તેમાંથી કંઈ રાખી મૂક્યું નથી, ને મરેલાંને માટે તેમાંથી કંઈ આપ્યું નથી. મેં યહોવા મારા ઈશ્વરની વાણી સાંભળીને જે સર્વ આજ્ઞા તમે મને આપી છે, તે પ્રમાણે મેં કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 મારા શોકમાં પણ મેં એ દશાંશોમાંથી કંઈ ખાધું નથી; હું વિધિપૂર્વક અશુધ હતો ત્યારે મેં તે ઘર બહાર કાઢયું નથી; કે તેમાંથી મેં મૃતકો માટે પણ કંઈ હિસ્સો આપ્યો નથી. હે મારા ઈશ્વર પ્રભુ, તમારી વાણીને આધીન થઈને મેં તમારા ફરમાવ્યા મુજબની બધી આજ્ઞાઓ પાળી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 શોકના સમયમાં અમે તેમાંથી કંઈ પણ ખાધું નથી અને અશુદ્ધ થઈને અમે તેમાંથી કંઈ રાખી મૂક્યું નથી. વળી મૂએલાંને સારું તેમાંથી કંઈ આપ્યું નથી; અમે યહોવાહ અમારા ઈશ્વરની વાણી સાંભળીને જે સર્વ આજ્ઞા તમે અમને આપી છે તે પ્રમાણે કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 હું અશુદ્વ હતો ત્યારે હું દશાંશને અડકયો પણ ન હતો. શોકના સમયમાં મેં કાંઈ ખાધું નથી, કે મૃતાત્માંઓને ધરાવ્યું પણ નથી, હે માંરા યહોવા, મેં તમાંરું કહ્યું જ કર્યુ છે. તમે જે આજ્ઞાઓ જણાવી હતી તે બધી જ મેં પાળી છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 26:14
14 Iomraidhean Croise  

પેઓરના બઆલ [ની પૂજા] માં તેઓ સામેલ થયા; અને મૂએલાંનાં‍ શ્રાદ્ધ ખાધાં.


તેમની સર્વ આજ્ઞાઓ હું મારી સંમુખ રાખતો, અને મેં તેમના વિધિઓ મારી પાસેથી દૂર કર્યા નહોતા.


વળી લોકો મૂએલાં સંબંધી દિલાસો આપવા માટે તેઓને માટે શોક કરીને રોટલી ભાંગશે નહિ, અને લોકો પિતા કે, મા [ના મરન] ને માટે દિલાસાનો વાટકો તેઓને પીવાને આપશે નહિ.


નિસાસા નાખજે, પણ મૂંગો રહીને, મૂએલાને માટે શોક ન કરતો, માથે તારો ફેંટો બાંધ, પગે તારાં પગરખાં પહેર, તારા હોઠો ઢાંકતો નહિ, ને [મરેલા] માણસની રોટલી ખાતો નહિ.”


તેઓ યહોવાને દ્રાક્ષારસ [નાં પેયાર્પણો] રેડશે નહિ, ને તેઓ [નાં અર્પણો] પ્રભુને સંતોષકારક લાગશે નહિ; તેઓનાં બલિદાનો તેમને શોક કરનારાઓના અન્ન જેવાં થઈ પડશે, જેઓ તે ખાશે તેઓ બધા અપવિત્ર થશે, કેમ કે તેમનું અન્ન તેમની ભૂખ [ભાંગવા] ના કામમાં આવશે. તે યહોવાના મંદિરમાં દાખલ થશે નહિ.


અને યહોવાએ મૂસાને કહ્યું, “યાજકોને એટલે હારુનના પુત્રોને એમ કહે કે, પોતાના લોકોમાંથી કોઈપણ મરી જાય, તો તેને લીધે કોઈ અભડાય નહિ;


તેમ જ કોઈ મુડદા પાસે જાય નહિ, ને પોતાના પિતાને લીધે કે પોતાની માને લીધે તે અભડાય નહિ.


પણ જે જન પોતાનું અંગ અશુદ્ધ હોવા છતાં યહોવાને માટેનાં શાંત્યર્પણોના યજ્ઞનું માંસ ખાય, તે માણસ પોતાના લોકોમાંથી અગલ કરાય.


વળી ફરીથી પાછું તમે એવું કરો છો: તમે યહોવાની વેદી આંસુથી, રુદનથી તથા નિસાસાથી ઢાંકી દો છો, જેથી તે તમારું અર્પણ હવે લેખવતા નથી, અને તમારા હાથથી તેને સ્વીકારવાને તે રાજી નથી.


અને તે પ્રબોધકને અથવા તે સ્વપ્નખોરને મારી નાખવો; કેમ કે યહોવા તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી કાઢી લાવ્યા, ને જેમણે બંદીખાનામાથી તને છોડાવ્યો, તેમની વિરુદ્ધ બંડખોર વાત તે બોલ્યો છે, એ માટે કે જે માર્ગમાં ચાલવાની યહોવા તારા ઈશ્વરે તને આ કરી છે તેમાંથી તે તને ભમાવી દે. એવી રીતે તું તારી મધ્યેથી દુષ્ટતા દૂર કર.


ફક્ત એટલું જ કે તું યહોવા તારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને, આ જે સર્વ આજ્ઞાઓ હું આજે તેન ફરમાવું છું તે તું કાળજીથી પાળશે તો.


અને પોતાનું નામ રાખવા માટે યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે ત્યાં, યહોવા તારા ઈશ્વરની સમક્ષ, તું તથા તારો દીકરો તથા તારી દીકરી તથા તારો દાસ તથા તારી દાસી તથા તારા ઘરમાં રહેનાર લેવી તથા તારી મધ્યે રહેનાર પરદેશી તથા અનાથ તથા વિધવા આનંદ કરો.


અને તારે યહોવા તારા ઈશ્વરની આગળ કહેવું, મેં મારા ઘરમાંથી અર્પિત કરેલી વસ્તુઓ જે તમે મને ફરમાવી છે તે સર્વ પ્રમાણે લેવીને તથા પરદેશીને, અનાથને તથા વિધવાને મેં મારા ઘરમાંથી અર્પિત કરેલી વસ્તુઓ કાઢી છે, ને વળી તમારી આજ્ઞાઓ જે તમે મને ફરમાવી છે તે સર્વ પ્રમાણે લેવીને તથા પરદેશીને, અનાથને તથા વિધવાને મેં તે આપી છે. મેં તમારી એક પણ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી, તેમ જ હું તમને ભૂલી પણ ગયો નથી.


તમે તમારા પવિત્ર રહેઠાણમાંથી, એટલે આકાશમાંથી, નીચે જોઈને તમારા ઇઝરાયલી લોકોને, તથા અમારા પિતૃઓની જમીન તમે અમને આપી છે, એટલે દૂધમધની રેલછેલવાળો દેશ, તેને તમે આશીર્વાદ આપો.’


Lean sinn:

Sanasan


Sanasan