Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 26:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને તારે યહોવા તારા ઈશ્વરની આગળ કહેવું, મેં મારા ઘરમાંથી અર્પિત કરેલી વસ્તુઓ જે તમે મને ફરમાવી છે તે સર્વ પ્રમાણે લેવીને તથા પરદેશીને, અનાથને તથા વિધવાને મેં મારા ઘરમાંથી અર્પિત કરેલી વસ્તુઓ કાઢી છે, ને વળી તમારી આજ્ઞાઓ જે તમે મને ફરમાવી છે તે સર્વ પ્રમાણે લેવીને તથા પરદેશીને, અનાથને તથા વિધવાને મેં તે આપી છે. મેં તમારી એક પણ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી, તેમ જ હું તમને ભૂલી પણ ગયો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 એ પ્રમાણે કર્યા પછી તમારે તમારા ઈશ્વર પ્રભુની સમક્ષ આ પ્રમાણે એકરાર કરવો: ‘મારા ઘરમાં પવિત્ર દશાંશનો કોઈ હિસ્સો બાકી રહ્યો નથી. તમારી આજ્ઞા પ્રમાણે મેં તે લેવીઓને, પરદેશીઓને, અનાથોને અને વિધવાઓને આપ્યો છે, અને દશાંશ વિષેની તમારી એકપણ આજ્ઞા મેં ઉથાપી નથી કે વીસરી ગયો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પછી તમારે યહોવાહ તમારા ઈશ્વર સમક્ષ કહેવું કે, ‘અમે અમારા ઘરમાંથી બધી અર્પિત વસ્તુઓ કાઢી છે અને અમે તે વસ્તુઓ લેવીઓને, પરદેશીઓને, વિધવાઓને અને અનાથોને તમારી આજ્ઞા મુજબ આપી છે. અમે તમારી એકપણ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી તેમ જ અમે ભૂલી પણ ગયા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પછી તમાંરે તમાંરા દેવ યહોવા સમક્ષ કહેવું કે, ‘મેં માંરા ઘરેથી બધી વસ્તુઓનો દશાંશ ભાગ કાઢી લીધો છે અને તે લેવીઓને, વિદેશીઓને, વિધવાઓને અને અનાથોને તમાંરી આજ્ઞા મુજબ આપી દીધો છે. તમાંરી એકપણ આજ્ઞાનો મેં ભંગ કર્યો નથી તેમજ હું ભૂલ્યો પણ નથી.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 26:13
19 Iomraidhean Croise  

મારા શત્રુઓ તમારાં વચન વીસરી ગયા છે, તેથી મારા જુસ્સાએ મને ક્ષીણ કરી નાખ્યો છે.


હું નાનો તથા ધિક્કારાયેલો છું; તોપણ હું તમારાં શાસનો ભૂલી જતો નથી.


મારી વિપત્તિ સામું જુઓ, અને મને બચાવો; કેમ કે હું તમારો નિયમ વીસરતો નથી.


હું ભૂલા પડેલા મેંઢાની જેમ ભટક્યો છું; તમારા સેવકને શોધી કાઢો; કેમ કે હું તમારી આજ્ઞાઓ વીસરી જતો નથી.


હું તમારાં શાસનોને કદી વીસરીશ નહિ; કેમ કે તમે તેઓથી મને જીવાડ્યો છે.


હું નિર્દોષપણામાં મારા હાથ ધોઈશ; અને, હે યહોવા, એ પ્રમાણે હું તમારી વેદીની પ્રદક્ષિણા કરીશ.


મારા દીકરા, મારું શિક્ષણ ભૂલી ન જા; તારા હ્રદયે મારી આજ્ઞાઓને સંઘરી રાખવી;


એમ માનીને હું ઈશ્વરની તથા માણસોની પ્રત્યે હંમેશાં નિર્દોષ અંત:કરણ રાખવાનો પ્રયત્ન કરું છું.


કેમ કે અમે એવું અભિમાન કરીએ છીએ, અને અમારી પ્રેરકબુદ્ધિ એવી સાક્ષી આપે છે કે, સાંસારિક જ્ઞાનથી નહિ, પણ ઈશ્વરની કૃપાથી અમે જગતમાં, અને વિશેષે કરીને તમારી સાથે પવિત્રાઈથી તથા ઈશ્વરની આગળ નિષ્કપટ ભાવથી વર્ત્યા.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા જે સર્વકાળ સ્તુત્ય છે, તે જાણે છે કે હું જૂઠું કહેતો નથી.


અને તારા ઘરમાં રહેનાર લેવી કે જેને તારી સાથે ભાગ કે વારસો [મળ્યો] નથી તે, તથા પરદેશી, તથા અનાથ, તથા વિધવા આવે, ને ખાઈને તૃપ્ત થાય, એ માટે કે જે કામ તું કરે છે તે સર્વમાં યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપે.


ત્રીજું વર્ષ દશાંશ લેવાનું વર્ષ છે, તેમાં જ્યારે તું તારી ઉપજનો દશાંશ લઈ ચૂકે ત્યારે તારે લેવીને. પરદેશીને, અનાથને તથા વિધવાને તે આપવું કે, તેઓ તારા ગામોમાં ખાઈને તૃપ્ત થાય.


મેં મારા શોકમાં તેમાંથી કંઈ ખાધું નથી, ને અશુદ્ધ થઈને મેં તેમાંથી કંઈ રાખી મૂક્યું નથી, ને મરેલાંને માટે તેમાંથી કંઈ આપ્યું નથી. મેં યહોવા મારા ઈશ્વરની વાણી સાંભળીને જે સર્વ આજ્ઞા તમે મને આપી છે, તે પ્રમાણે મેં કર્યું છે.


તમો વિશ્વાસીઓની સાથે અમે કેવી રીતે પવિત્રતાથી, નીતિથી તથા નિર્દોષપણાથી વર્તતા હતા, તે વિષે તમે સાક્ષી છો, અને ઈશ્વર પણ [સાક્ષી] છે.


Lean sinn:

Sanasan


Sanasan