Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 26:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ત્રીજું વર્ષ દશાંશ લેવાનું વર્ષ છે, તેમાં જ્યારે તું તારી ઉપજનો દશાંશ લઈ ચૂકે ત્યારે તારે લેવીને. પરદેશીને, અનાથને તથા વિધવાને તે આપવું કે, તેઓ તારા ગામોમાં ખાઈને તૃપ્ત થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 “દર ત્રીજું વર્ષ દશાંશ ચૂકવવાનું વર્ષ છે. તમારી સર્વ ઊપજનો દશાંશ તમારા નગરમાં વસતા પરદેશીઓ, અનાથો અને વિધવાઓને વહેંચી આપવો; જેથી એ દરેકને પોતાની જરૂરિયાત પ્રમાણે આહાર મળી રહે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ત્રીજું વર્ષ દશાંશનું વર્ષ છે. તેમાં જ્યારે તમે તમારી ઊપજનો દશાંશ આપી ચૂકો પછી તમારે લેવીઓને, પરદેશીઓને, વિધવાઓને અને અનાથોને આપવો જેથી તેઓ તમારી ભાગળોમાં ખાઈને તૃપ્ત થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “પ્રત્યેક ત્રીજું વર્ષ ખાસ દશાંશનું વર્ષ ગણવું. તે વર્ષે તમાંરે તમાંરો સર્વ દશાંશ લેવીઓને, વિદેશીઓને, વિધવાઓને અને અનાથોને આપવો જેથી તેઓ તમાંરાં ગામોમાં ધરાઈને ખાવા પામે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 26:12
11 Iomraidhean Croise  

અને એમ થશે કે જે ઊપજે તેમાંથી તમે પાંચમો ભાગ ફારુનને આપજો, ને ચાર ભાગ ખેતરના બીને માટે તથા તમારે ખાવાને માટે તથા તમારાં ઘરનાંને માટે તથા તમારાં છોકરાંના અન્‍નને માટે તમારા થશે.”


અને મિસર દેશમાં યૂસફે એવો નિયમ બાંધ્યો કે બધી જમીનનો પાંચમો ભાગ ફારુનને મળે, અને એ નિયમ હજી ચાલે છે; માત્ર યાજકોની જમીન ફારુનના તાબામાં આવી નહિ.


પોતાના પડોશીને તુચ્છ ગણનાર પાપ કરે છે; પણ ગરીબ પર દયા રાખનારને ધન્ય છે.


અને ભૂમિની સર્વ ઊપજ, પછી તે ભૂમિનું બીજ હોય કે ઝાડનું ફળ હોય પણ તેનો દશાંશ યહોવાનો છે, તે યહોવાને માટે પવિત્ર છે.


અને ઇઝરાયલી લોકોનો જે દશાંશ તેઓ ઉચ્છાલીયાર્પણરૂપે યહોવાને ચઢાવે, તે મેં વતન તરીકે લેવીઓને આપ્યો છે. એ માટે મેં તેઓને કહ્યું છે, કે ઇઝરાયલીઓમાં તમોને વતન નહિ મળે.”


અને તારા પર્વમાં તું તથા તારો દીકરો તથા તારી દીકરી તથા તારો દાસ તથા તારી દાસી તથા તારા ઘરમાં રહેનાર લેવી તથા પરદેશી તથા અનાથ તથા વિધવા આનંદ કરો.


અને લેવીનાં સંતાનમાંના જેઓને યાજકપદ મળે છે, તેઓને લોકોની પાસેથી, એટલે ઇબ્રાહિમથી ઉત્પન્‍ન થયેલા પોતાના ભાઈઓની પાસેથી, નિયમશાસ્‍ત્ર પ્રમાણે દશમો ભાગ લેવનો હુકમ છે ખરો,


વળી એમ પણ કહી શકાય કે, જે લેવી દશમો ભાગ લે છે, તેણે પણ ઇબ્રાહિમની મારફતે દશમો ભાગ આપ્યો,


Lean sinn:

Sanasan


Sanasan