Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 26:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને હવે, જુઓ, ઓ યહોવા, જે ભૂમિ તમે મને આપી છે તેના પ્રથમ ફળમાંથી હું લાવ્યો છું.’ અને યહોવા તારા ઈશ્વરની આગળ તે મૂકીને તારે યહોવા તારા ઈશ્વરનું ભજન કરવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 તેથી હે પ્રભુ, તમે આપેલ ભૂમિના પાકનું પ્રથમફળ હવે હું લાવ્યો છું.’ “પછી પ્રથમફળની બે ટોપલી પ્રભુની વેદીની સમક્ષ ધરીને તમારે ઈશ્વર પ્રભુ સમક્ષ નતમસ્તકે ભૂમિ પર પડીને નમન કરવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અને હવે, હે યહોવાહ જુઓ જે દેશ તમે અમને આપ્યો છે તેની ઊપજનું પ્રથમ ફળ અમે લાવ્યા છીએ.” અને યહોવાહ તમારા ઈશ્વર સમક્ષ તે મૂકીને તમારે યહોવાહ તમારા ઈશ્વરનું ભજન કરવું;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 અને હવે, હે યહોવા જુઓ જે પ્રદેશ તમે મને આપ્યો છે તેની ઊપજનું પ્રથમ ફળ, હું લાવ્યો છું.’ “પછી ત્યાં તમાંરા યહોવા દેવ સમક્ષ તે ભાગ મૂકીને દંડવત પ્રણામ કરી તેમની ઉપાસના કરવી.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 26:10
21 Iomraidhean Croise  

હું તથા મારા લોક કોણ માત્ર કે આવી રીતે ઘણી રાજીખુશીથી અર્પણ કરવાને અમે શક્તિમાન હોઈએ? [અમારી પાસે જે કંઈ છે તે] સર્વ તમારી પાસેથી મળેલું છે, ને તમારા પોતાના આપેલામાંથી જ અમે તમને આપ્યું છે.


પૃથ્વીની સર્વ સીમા [ના લોકો] યહોવાને સંભારીને તેમની તરફ ફરશે; અને વિદેશીઓનાં સર્વ કુટુંબો તમારી આગળ આવીને પ્રણામ કરશે.


પૃથ્વીના સર્વ મોટા મોટા લોકો ખાશે તથા પ્રણામ કરશે; જેઓ ધૂળમાં જનારા છે, એટલે જેઓ પોતાના જીવને બચાવી શકતા નથી, તેઓ સર્વ ઈશ્વરની આગળ નમશે.


હે પ્રભુ, જે સર્વ પ્રજાઓને તમે ઉત્પન્ન કરી છે, તેઓ આવીને તમારી આગળ પ્રણામ કરશે; અને તેઓ તમારા નામનો મહિમા ગાશે.


આવો, તેમને ભજીએ તથા નમીએ; આપણા કર્તા યહોવાની આગળ ઘૂંટણિયે પડીએ.


તારી ઊપજ તથા તારા દ્રાક્ષારસની પુષ્કળતામાંથી અર્પણ કરતાં ઢીલ ન કર. તારો જયેષ્ઠ પુત્ર મને આપ.


તારી જમીનનું પહેલું જ પ્રથમ ફળ તું યહોવા તારા ઈશ્વરનઅ ઘરમાં લાવ. તું બકરીનું બચ્ચું તેની માના દૂધમાં બાફીશ નહિ.


યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે. અને તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી.


તારા દ્રવ્યથી, તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાનું સન્માન કર;


વળી યહોવા કહે છે, “દરેક ચંદ્રદર્શનને દિવસે, તથા સાબ્બાથે સાબ્બાથે સર્વ માનવજાત મારી હજૂરમાં પ્રણામ કરવા માટે આવશે.


એ માટે, હે [બીજાઓનો] ન્યાય કરનાર માણસ, તું ગમે તે હોય, તું બહાનું કાઢી શકશે નહિ. કેમ કે જે બાબત વિષે તું બીજાનો ન્યાય કરે છે, તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે, કેમ કે તું ન્યાય કરનાર પોતે પણ તે જ કામો કરે છે.


માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો.


તારા અનાજનાં, તારા દ્રાક્ષારસનાં તથા તારા તેલનાં પ્રથમફળ, તથા તારા ઘેટાંનું પહેલી કાતરણીનું ઊન તું તેને આપ.


આજ તેં કબૂલાત આપી છે કે યહોવા તારા ઈશ્વર છે, વળી તું તેમના માર્ગોમાં ચાલશે, તથા તેમના વિધિઓ તથા તેમની આજ્ઞાઓ તથા તેમના હુકમો પાળશે, ને તેમની વાણી સાંભળશે;


જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે તેની ભૂમિની બધી પેદાશ તું તારે ઘેર લાવે તેના પ્રથમફળમાંથી લઈને, તેને ટોપલીમાં ભરીને જે સ્થળ યહોવા તારા ઈશ્વર પોતાનું નામ રાખવા માટે પસંદ કરે ત્યાં તારે જવું.


અને યાજકલ તારા હાથમાંથી ટોપલી લઈને તેને યહોવા તારા ઈશ્વરની વેદી આગળ નીચે મૂકે.


પણ તું યહોવા તારા ઈશ્વરનું સ્મરણ રાખ, કેમ કે સંપતિ મેળવવા માટે તને શક્તિ આપનાર તે જ છે. એ માટે કે તેમના કરાર વિષે તેમણે તારા પિતૃઓની આગળ જે પ્રતિજ્ઞા લીધી તે તે સ્થાપિત કરે, જેમ આજે છે તેમ.


પણ તે મને કહે છે, “જોજે, એમ ન કર; હું તો તારો તથા જે પ્રબોધકો તારા ભાઈઓ છે તેઓનો તથા આ પુસ્તકની વાતોને પાળનારાઓનો સાથીદાસ છું. તું ઈશ્વરની આરાધના કર.”


Lean sinn:

Sanasan


Sanasan