Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 24:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 જ્યારે તું તારા ખેતરમાં તારો પાક કાપીને ખેતરમાં એક પૂળો ભૂલી ગયો હોય, ત્યારે તેને લાવવાને પાછો ન જા. તે પરદેશીને માટે તથા અનાથને માટે તથા વિધવાને માટે રહે. એ માટે કે યહોવા તારા ઈશ્વર તારા હાથનાં સર્વ કામમાં તને આશીર્વાદ આપે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 “જ્યારે તમે કાપણી કરતા હો અને ખેતરમાં પૂળો ભૂલી જાઓ તો તે લેવા પાછા જશો નહિ. પરદેશી, અનાથ અને વિધવાઓ માટે એ રહેવા દો. એમ કરવાથી તમારા ઈશ્વર પ્રભુ તમારાં સર્વ કાર્યોમાં તમને આશીર્વાદ આપશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જયારે તમે ખેતરમાં વાવણી કરો, ત્યારે જો તમે પૂળો ખેતરમાં ભૂલી જાઓ તો તે લેવા તમે પાછા જશો નહિ, તેને પરદેશી, અનાથો તથા વિધવાઓ માટે ત્યાં જ પડયો રહેવા દેવો, જેથી યહોવાહ તમારા ઈશ્વર તમને તમારા હાથનાં સર્વ કામમાં આશીર્વાદ આપે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 “જયારે પાકની કાપણી કરો ત્યારે એકાદ પૂળો ખેતરમાં રહી જાય, તો તે લેવા પાછા ખેતરે જવું નહિ; વિદેશીઓ, અનાથો તથા વિધવાઓ માંટે તેને ત્યાં જ પડયો રહેવા દેવો, જેથી તમાંરા યહોવા દેવ તમને આશીર્વાદ આપશે અને તમાંરા કામમાં લાભ આપશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 24:19
23 Iomraidhean Croise  

એમ યહોવાએ અયૂબના આગલા સમય કરતાં પાછલા સમયને વધારે સમૃદ્ધિવાન કર્યો. તેની પાસે ચૌદ હજાર ઘેટાં, છ હજાર ઊંટ, એક હજાર જોડ બળદ, અને એક હજાર ગધેડીઓ થયાં.


તેણે મોકળે હાથે દરિદ્રીઓને આપ્યું છે, તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે, તેનું શિંગ માન સહિત ઊંચું થશે.


પોતાના પડોશીને તુચ્છ ગણનાર પાપ કરે છે; પણ ગરીબ પર દયા રાખનારને ધન્ય છે.


ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે, તે તેને તેના સુકૃત્યનો બદલો આપશે.


પણ ઉદાર ઉદારતા યોજે છે; અને ઉદારપણામાં તે સ્થિર રહેશે.


અને જ્યારે તમે તમારી જમીનની ફસલ કાપો, ત્યારે તારા ખેતરના ખૂણા પૂરેપૂરા કાપી ન લે, તેમ જ તારી કાપણીનો મોડ વીણી ન લે; ગરીબને માટે તથા વટેમાર્ગુને માટે તે રહેવા દે; હું યહોવા તમારો ઈશ્વર છું.”


પણ તમે તમારા વૈરીઓ પર પ્રેમ રાખો, તેઓનું ભલું કરો, ને કચવાયા વગર ઉછીનું આપો; એથી તમને ઘણું પ્રતિફળ મળશે, અને તમે સર્વોચ્ચ ઈશ્વરના દીકરાઓ થશો; કેમ કે અનુપકારીઓ પર તથા ભૂંડાઓ પર તે માયાળુ છે.


આપો ને તમને અપાશે; સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઊભરાતું તમારા ખોળામાં તેઓ [ઠાલવી] દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી આપવામાં આવશે.”


અને તારા ઘરમાં રહેનાર લેવી કે જેને તારી સાથે ભાગ કે વારસો [મળ્યો] નથી તે, તથા પરદેશી, તથા અનાથ, તથા વિધવા આવે, ને ખાઈને તૃપ્ત થાય, એ માટે કે જે કામ તું કરે છે તે સર્વમાં યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપે.


તારે તેને આપવું જ, ને તેને આપતાં તારું અંત:કરણ કચવાય નહિ, કેમ કે એ કૃત્યને લીધે યહોવા તારા ઈશ્વર તારા સર્વ કામમાં, ને જે કોઈ [કામ] તું તારા હાથમાં લે છે તેમાં તને આશીર્વાદ આપશે.


પણ યાદ કર કે મિસરમાં તું પણ દાસ હતો, ને યહોવા તારા ઈશ્વરે તને‍ ત્યાંથી છૂટો કર્યો. એ માટે હું તને આજ્ઞા પાળવાનું ફરમાવું છું.


અને તારે યહોવા તારા ઈશ્વરની આગળ કહેવું, મેં મારા ઘરમાંથી અર્પિત કરેલી વસ્તુઓ જે તમે મને ફરમાવી છે તે સર્વ પ્રમાણે લેવીને તથા પરદેશીને, અનાથને તથા વિધવાને મેં મારા ઘરમાંથી અર્પિત કરેલી વસ્તુઓ કાઢી છે, ને વળી તમારી આજ્ઞાઓ જે તમે મને ફરમાવી છે તે સર્વ પ્રમાણે લેવીને તથા પરદેશીને, અનાથને તથા વિધવાને મેં તે આપી છે. મેં તમારી એક પણ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી, તેમ જ હું તમને ભૂલી પણ ગયો નથી.


વળી તેને માટે પૂળીઓમાંથી પણ કેટલુંક ખેંચી કાઢીને પડતું મૂકો, ને તેને તેમાંથી કણસલાં વીણવા દો, તેને કનડશો નહિ.”


અને રૂથ મોઆબણે નાઓમીને કહ્યું, “મને તો ખેતરમાં જવા દે કે, જેની મારા પર કૃપાદષ્ટિ થાય તેની પાછળ અનાજનાં ડૂંડાના હું કણસલાં વીણું.” ત્યારે તેણે તેને કહ્યું, “મારી દીકરી, જા.”


Lean sinn:

Sanasan


Sanasan