Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 23:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તોપણ યહોવા તારા ઈશ્વરે બલામનું સાંભળવા ચાહ્યું નહિ; પણ યહોવા તારા ઈશ્વરે તારે માટે શાપને બદલીને આશીર્વાદ આપ્યો, કેમ કે યહોવા તારા ઈશ્વર તારા પર પ્રેમ રાખતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 જો કે તમારા ઈશ્વર પ્રભુએ તો બલામની વિનંતી સાંભળી જ નહિ. એને બદલે, તમારા ઈશ્વર પ્રભુએ શાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યો. કારણ, તમારા ઈશ્વર પ્રભુ તમારા પર પ્રેમ રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પરંતુ યહોવાહ તમારા ઈશ્વરે બલામની વાત સાંભળી નહિ પણ યહોવાહ તમારા ઈશ્વરે તમારે માટે શાપને બદલીને આશીર્વાદ આપ્યો. કારણ કે યહોવાહ તમારા ઈશ્વર તમારા પર પ્રેમ રાખતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પરંતુ તમાંરા દેવ યહોવાએ બલામની વાત સાંભળી નહિ અને તેના શાપને પણ આશીર્વાદમાં ફેરવી નાખ્યો કારણકે તમાંરા દેવ યહોવાને તમાંરા પર પ્રેમ હતો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 23:5
23 Iomraidhean Croise  

કદાચ યહોવા મારા પર શિમઈ આજે મને આપે છે તેનો સારો બદલો યહોવા મને આપશે.”


કેમ કે તેઓ અન્‍નપાણી લઈને ઇઝરાયલપુત્રોને મળવા ન આવ્યા, પણ તેઓની વિરુદ્ધ, તેમને શાપ આપવા માટે, બલામને લાંચ આપીને તેઓએ રાખ્યો; તોપણ આપણા ઈશ્વરે તે શાપનો આશીર્વાદ કરી નાખ્યો.


ઇઝરાયલ કે, જેઓનાં હ્રદય શુદ્ધ છે, તેમના પર, ઈશ્વર ખરેખર પરોપકારી છે.


જેમ ભટકતી ચકલી, અથવા જેમ ઊડતું અબાબીલ પક્ષી છે, તેમ વિનાકારણ આપેલો શાપ [કોઈને માથે] ઊતરતો નથી.


યહોવાએ દૂર દેશમાં મને દર્શન દઈને કહ્યું, “હા, મેં તારા પર અખંડ પ્રેમ રાખ્યો છે; તે માટે મેં [તારા પર] કૃપા રાખીને તને [મારી તરફ] ખેંચી છે.


તારી પાસે થઈને જતા મેં તારા પર નજર નાખી ત્યારે, જો, તારી ઉંમર પ્રમ કરવા યોગ્ય ઉંમર હતી! અને મેં મારી ચાળ તારા પર પસારીને તારી નગ્નતા ઢાંકી દીધી. હા, પ્રભુ યહોવા કહે છે કે, મેં તારી અગળ સોગન ખાધા ને તારી સાથે કરાર કર્યો, ને તું મારી થઈ.


હે મારા લોકો, એ તો યાદ કરો કે મોઆબના રાજા બાલાકે શી મસલત કરી, ને બયોરના દીકરા બલામે તેને શો ઉત્તર આપ્યો. શિટ્ટીમથી ગિલ્ગાલ સુધી જે બન્યું [તે યાદ કરો]. જેથી તમે યહોવાનાં ન્યાયી કૃત્યો જાણો.”


યહોવા કહે છે, “મેં તમારા પર પ્રેમ રાખ્યો છે. તેમ છતાં તમે પૂછો છો કે, ‘કઈ બાબતે તમે અમારા પર પ્રેમ રાખ્યો છે?’” યહોવા કહે છે, “શું એસાવ યાકૂબનો ભાઈ નહોતો? છતાં યાકૂબ પર મેં પ્રેમ રાખ્યો;


અને યહોવાના દૂતે બલામને કહ્યું, “આ માણસોની સાથે જા; પણ ફક્ત જે વાત હું તને કહું તે જ તારે કહેવી.” અને બલામ બાલાકના આગેવાનોની સાથે ચાલ્યો ગયો.


અને તેણે બયોરના દિકરા બલામને બોલાવવા માટે પથોર કે જે નદી પર છે, ત્યાં એટલે તેના લોકના પુત્રોના દેશમાં, માણસોને મોકલીને કહેવડવ્યું “જુઓ, મિસરમાંથી એક દેશજાતિ આવી છે. જુઓ તેઓએ પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે, ને તેઓએ મારી સામે પડાવ નાખ્યો છે.


તે સિંહની માફક તથા સિંહણની માફક લપાઈને સૂતો; તેને કોણ ઉઠાડશે? જે તને આશીર્વાદ આપે તે સર્વ આશીર્વાદિત થાઓ, અને જે તને શાપ આપે તે સર્વ શાપિત થાઓ.”


સુવાર્તાના સંબંધમાં તો તમારી ખાતર તેઓ [ઈશ્વરના] શત્રુ છે ખરા, પણ પસંદગીના સંબંધમાં તો પૂર્વજોની ખાતર તેઓ [તેમને] વહાલા છે.


તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી સામો કોણ?


વળી, એમ પણ લખેલું છે, મેં યાકૂબ પર પ્રેમ રાખ્યો, પણ એસાવનો ધિકકાર કર્યો.’


કેમ કે અમારી થોડીક તથા ક્ષણિક વિપત્તિ અમારે માટે અત્યંત વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્‍ન કરે છે;


જ્યાં સુધી હું યર્દન ઊતરીને અમારા ઈશ્વર યહોવા અમને જે દેશ આપવાના છે તેમાં પહોંચું ત્યાં સુધી જેમ સેઈરવાસી એસાવપુત્રો તથા આરવાસી મોઆબીઓ મારી સાથે વર્ત્યા તેમ તું અમારી સાથે વર્ત.’


હા, તે પોતાના લોક પર પ્રેમ રાખે છે; તેમના સર્વ પવિત્રો તમારા હાથમાં છે; અને તેઓ તમારાં ચરણ આગળ બેઠા; [પ્રત્યેક] તમારાં વચનો સ્વીકારશે.


અને તારા પિતૃઓ ઉપર તેમનો પ્રેમ હતો તે માટે તેમણે તેમની પાછળ તેમના વંશજોને પસંદ કર્યા, ને પોતે હાજર થઈને પોતાના મોટા સામર્થ્ય વડે તને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા.


પણ બલામનું મેં સાંભળ્યું નહિ; માટે તેણે તમને આશીર્વાદ જ આપ્યો; એમ મેં તમને તેના હાથમાંથી છોડાવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan