Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 23:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 જ્યારે તું યહોવા તારા ઈશ્વર પ્રત્યે માનતા લે ત્યારે તે ઉતારતાં ઢીલ ન કર કેમ કે યહોવા તારા ઈશ્વર નક્કી તેનો જવાબ તારી પાસે લેશે. કેમ કે એ તો તારો દોષ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 “જ્યારે તમે તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે માનતા માનો ત્યારે તે પૂર્ણ કરવામાં ઢીલ કરશો નહિ; કારણ, તમારા ઈશ્વર પ્રભુ તે માનતા માટે તમને જવાબદાર ગણશે, અને માનતા પૂર્ણ ન કરવી એ પાપ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 જો તમે યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે માનતા લો તો તે પૂર્ણ કરવામાં વિલંબ ન કરો, કારણ કે યહોવાહ તમારા ઈશ્વર નિશ્ચે તમારી પાસેથી ઉત્તર લેશે. કેમ કે એ તો તમારો દોષ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 “જો તમે તમાંરા દેવ યહોવાની કોઈ બાબત માંટે બાધા રાખી હોય તો તે પૂર્ણ કરાવામાં વિલંબ ન કરો, કારણ કે બાધા કે પ્રતિજ્ઞા માંટે યહોવા તમને જ જવાબદાર ગણશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 23:21
24 Iomraidhean Croise  

અને યાકૂબે એવી માનતા લીધી, “જો ઈશ્વર મારી સાથે રહેશે, ને જે માર્ગમાં હું જાઉં છું તેમાં મને સંભાળશે, ને મને ખાવાનું અન્‍ન ને પહેરવાનાં કપડાં આપશે,


તું તેમની પ્રાર્થના કરશે, એટલે તે તારું સાંભળશે; અને તું તારી માનતાઓ પૂરી કરશે.


યહોવાની આગળ મેં જે માનતાઓ [લીધી છે તે] હું તેમના સર્વ લોકોની સમક્ષ પાળીશ.


જે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી, અને જે નિરપરાધી વિરુદ્ધ લાંચ ખાતો નથી. એવાં કામ કરનાર કદી ડગશે નહિ.


ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ. અને પરાત્પર પ્રત્યે તારી માનતાઓ ઉતાર;


હે ઈશ્વર, મેં તમારી માનતાઓ લીધી છે; હું તમને સ્તુત્યાર્પણો ચઢાવીશ.


તો દરરોજ મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરવાને માટે હું સદા તમારા નામનું સ્તવન કરીશ.


તમારા ઈશ્વર યહોવાની માનતા લઈને પૂરી કરો; તેમની આસપાસના સર્વ ભયાવહ ઈશ્વરની પાસે દાન લાવો.


અને મારો ક્રોધ તપી ઊઠશે, ને હું તમને તરવારથી મારી નાખીશ. અને તમારી પત્નીઓ વિધવાઓ તથા તમારાં છોકરાં અનાથ થશે.


જેણે વ્યાજે [નાણાં] આપ્યાં નહિ હોય, તેમ કંઈ વટાવ લીધો નહિ હોય, જેણે પોતાનો હાથ દુષ્કર્મોથી પાછો ખેંચી લીધો હશે, વાદીપ્રતિવાદી વચ્ચે અદલ ન્યાય ચૂકવ્યો હશે.


ત્યારે તે માણસોને યહોવાનો અતિશય ડર લાગ્યો. તેઓએ યહોવાને બલિદાન આપ્યું, ને માનતાઓ લીધી.


પણ હું આભારસ્તુતિ કરીને બલિદાન આપીશ. હું મારી માનતાઓ ચઢાવીશ. તારણ યહોવાથી છે.”


જુઓ, વધામણી લાવનારનાં, શાંતિના સમાચાર આપનારનાં પગલાં પર્વતો પર [દેખાય છે] ! હે યહૂદિયા, તારાં પર્વો પાળ, તારી માનતાઓ પૂરી કર; કેમ કે હવે પછી કોઈ દુષ્ટ માણસ કદી તારી અંદર થઈને જશે નહિ; તેનું નિકંદન થયું છે.


‘વળી, તું જૂઠા સમ ન ખા, પણ પ્રભુ પ્રત્યે તારા સમ પૂરા કર, ’ એમ પુરાતન સમયમાં લોકોને કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે.


અને તારા ઘરમાં રહેનાર લેવી કે જેને તારી સાથે ભાગ કે વારસો [મળ્યો] નથી તે, તથા પરદેશી, તથા અનાથ, તથા વિધવા આવે, ને ખાઈને તૃપ્ત થાય, એ માટે કે જે કામ તું કરે છે તે સર્વમાં યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપે.


વિદેશીની પાસેથી તો તે તારે બળજબરીથી વસૂલ કરવાની તને પરવાનગી છે. પણ તારું જે કંઈ [લેણું] તારા ભાઈ પાસે હોય તે તું જવા દે.


વેશ્યાની કે કૂતરાંની કમાણી કોઈ માનતા ઉતારવા માટે તારે યહોવા તારા ઈશ્વરના ઘરમાં લાવવી નહિ; કેમ કે એ બન્‍ને કમાણી યહોવા તારા ઈશ્વરને અમંગળ લાગે છે.


પણ જો તું માનતા લેવા માગતો ન હોય, તો તેથી તું દોષિત નહિ ઠરે.


એ પ્રમાણે યોનાથાને દાઉદના કુટુંબ સાથે કરાર કર્યો, ને કહ્યું, “દાઉદના શત્રુઓ પાસેથી યહોવા જવાબ લેશે.”


Lean sinn:

Sanasan


Sanasan