Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 22:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તું તારી દ્રાક્ષાવાડીમાં બે જાતનાં બી ન વાવ, રખેને તેની બધી ઊપજ, એટલે તારું વાવેલું બી તથા દ્રાક્ષાવાડીની બધી ઊપજ નાશ પામે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 “તમારી દ્રાક્ષવાડીમાં દ્રાક્ષવેલા સાથે બીજી જાતનાં બી ન વાવશો; નહિ તો તમે દ્રાક્ષવેલાની ઊપજ અને બીજા બીનો પાક એ બન્‍ને ગુમાવશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તમારી દ્રાક્ષની વાડીઓમાં બે જુદી જાતનું બીજ વાવવું નહિ; નહિ તો બધી જ દ્રાક્ષવાડીની ઉપજ તેમ જ જે કંઈ વાવ્યું હશે તે ડૂલ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “તમાંરી દ્રાક્ષની વાડીઓમાં બે જુદી-જુદી જાતનું બિયારણ વાવવું નહિ; નહિ તો બધોજ દ્રાક્ષનો પાક તેમજ જે કંઈ વાવ્યું હશે તે તમાંરા ઉપયોગ માંટે નિષિદ્ધ થશે. તેને જુદુ રાખવું પડશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 22:9
9 Iomraidhean Croise  

તમે મારા વિધિઓ પાળો, તારાં ઢોરને બીજી જાતનાં [જાનવર] સાથે સંયોગ કરવા ન દે; તારા ખેતરમાં બે જાતનાં બી ન વાવ; તેમ જ બે જાતની વસ્‍તુઓના મિશ્રણનો પોષાક તારા અંગ પર ન આવે.


કોઈથી બે માલિકની ચાકરી કરાય નહિ, કેમ કે તે એક ૫ર દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે; અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે, ઈશ્વરની તથા દ્રવ્યની સેવા તમારાથી થઈ શકે નહિ.


વળી કોરા કાપડનું થીંગડું જૂના વસ્‍ત્રમાં કોઈ નથી લગાવતું, કેમ કે તે થીંગડાથી તે વસ્‍ત્ર ખેંચાય છે, ને તે વધારે ફાટી જાય છે.


પણ જો એ કૃપાથી થયું, તો તે કરણીઓથી થયું નથી; નહિ તો કૃપા તે કૃપા કહેવાય જ નહિ.


કેમ કે અમે એવું અભિમાન કરીએ છીએ, અને અમારી પ્રેરકબુદ્ધિ એવી સાક્ષી આપે છે કે, સાંસારિક જ્ઞાનથી નહિ, પણ ઈશ્વરની કૃપાથી અમે જગતમાં, અને વિશેષે કરીને તમારી સાથે પવિત્રાઈથી તથા ઈશ્વરની આગળ નિષ્કપટ ભાવથી વર્ત્યા.


પણ મને ભય લાગે છે, રખેને જેમ સર્પે પોતાના કપટથી હવાને ભુલાવી, તેમ ખ્રિસ્તમાં જે નિખાલસપણું તથા પવિત્રતા છે તે [તજીને] તમારાં મન હરકોઈ રીતે ભ્રષ્ટ થાય.


જ્યારે તું નવું ઘર બાંધે ત્યારે તારે ધાબાને ફરતી પાળ બાંધવી, એ માટે કે તે પરથી કોઈ માણસ પડ્યાના કારણથી તારા ઘર પર ખૂન [નો દોષ] આવે નહિ.


એક જ મોંમાંથી સ્તુતિ તથા શાપ નીકળે છે. મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan