Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 22:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 જ્યારે તું નવું ઘર બાંધે ત્યારે તારે ધાબાને ફરતી પાળ બાંધવી, એ માટે કે તે પરથી કોઈ માણસ પડ્યાના કારણથી તારા ઘર પર ખૂન [નો દોષ] આવે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 “જ્યારે તમે નવું ઘર બાંધો ત્યારે ધાબાને ફરતે કઠેરો બાંધવો. એ માટે કે કોઈ માણસ ઉપરથી પડીને મૃત્યુ પામવાથી તમારા પર ખૂનનો દોષ ન આવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જયારે તમે નવું ઘર બાંધે ત્યારે તમારે અગાશીની ચારે ફરતે પાળ બાંધવી, કે જેથી ત્યાંથી કોઈ પડી ન જાય અને તમારા ઘર પર લોહીનો દોષ ન આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “જયારે તમે નવું મકાન બંધાવો ત્યારે ધાબા પર ભીંત બાંધો, જેથી કોઈ પડી ન જાય અને મકાનમાંલિકને માંથે હત્યાનો દોષ ન આવે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 22:8
20 Iomraidhean Croise  

એક સાંજે એમ થયું કે દાઉદ પલંગ પરથી ઊઠીને રાજમહેલના ધાબા પર ફરતો હતો; ત્યારે તેણે ધાબા પરથી એક સ્‍ત્રીને સ્નાન કરતી જોઈ. તે સ્‍ત્રી દેખાવમાં ઘણી સુંદર હતી;


જો આગ સળગી ઊઠીને ઝાંખરાંને ઝડપે, ને તેથી કોઈના અનાજના ઓઘા, અથવા ઊભો પાક, અથવા ખેતર બળી જાય; તો આગ સળગાવનાર નક્કી નુકસાની ભરી આપે.


દર્શનની ખીણ વિશે ઈશ્વરવાણી:તને શું થયું છે વારુ કે તારાં, સઘળાં માણસો ધાબા પર ચઢી ગયાં છે?


જે ઘરોનાં ધાબાંઓ પર તેઓએ આકાશનાં સર્વ સૈન્યને માટે ધૂપ બાળ્યો છે, તથા અન્ય દેવોની આગળ પેયાર્પણો રેડયાં છે તે બધાં ઘરો, એટલે યરુશાલેમનાં તથા યહૂદિયાનાં રાજાઓનાં ભ્રષ્ટ કરેલાં ઘરો, તોફેથ જેવાં થઈ જશે.’”


જ્યારે હું દુષ્ટને કહું કે, તું નક્કી માર્યો જશે, ત્યારે જો તું તેને ન ચેતવે, ને દુષ્ટનો જીવ બચાવવા માટે, તેને તેના કુમાર્ગથી [ફરવાને] ચેતવણી ન આપે, તો તે દુષ્ટ માણસ તો તેની દુષ્ટતામાં મરશે; પણ તેના રક્તનો જવાબ હું તારી પાસેથી માગીશ.


વળી જ્ચારે કોઈ નેક માણસ પોતાની નેકીથી ફરી જઈને દુષ્કર્મ કરે, ને તેથી હું તેની આગળ ઠેસ મૂકું, તો તે માર્યો જશે. તેં તેને ચેતવણી નથી આપી તેથી તે તો પોતાના પાપને લીધે મરશે, ને તેનાં કરેલાં સુકૃત્યોનું સ્મરણ કરવામાં આવશે નહિ. પણ તેના રક્તનો જવાબ તો હું તારી પાસેથી માગીશ.


હું તમને અંધારામાં જે કહું છું તે તમે અજવાળામાં કહો, ને તમે કાને જે સાંભળો છો તે ધાબાંઓ પરથી પ્રગટ કરો.


અને ભીડને લીધે તેઓ તેમની પાસે આવી ન શક્યા, એટલે જ્યાં તે હતા ત્યાંનું છાપરું તેઓએ ઉકેલ્યું, ને તે તોડીને જે ખાટલા પર પક્ષઘાતી સૂતો હતો તે તેઓએ ઉતાર્યો.


હવે તેને બીજે દિવસે તેઓ ચાલતાં ચાલતાં શહેરની પાસે આવી પહોંચ્યાં, તેવામાં આશરે બપોરને સમયે પિતર પ્રાર્થના કરવાને ઘરના ધાબા પર ચઢ્યો.


તો હવેથી આપણે એકબીજાને દોષિત ઠરાવીએ નહિ. પણ તેના કરતાં કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ, એવો નિશ્ચય કરવો, તે સારું છે.


તમે યહૂદીઓને કે ગ્રીકોને કે ઈશ્વરની મંડળીને ઠોકર ખાવાના કારણરૂપ ન થાઓ.


બચ્ચાંને તું લે તો ભલે લે, પણ તારે માદાને જરૂર છોડી મૂકવી, કે જેથી તારું ભલું થાય ને તારી જિંદગી વધે.


તું તારી દ્રાક્ષાવાડીમાં બે જાતનાં બી ન વાવ, રખેને તેની બધી ઊપજ, એટલે તારું વાવેલું બી તથા દ્રાક્ષાવાડીની બધી ઊપજ નાશ પામે.


જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો, અને એમ તમે ખ્રિસ્તના દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ.


દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.


તેઓ ઉચ્ચસ્થાનેથી ઊતરીને નગરમાં આવ્યા, ત્યારે ઘરના ધાબઅ પર તેઓએ શાઉલને માટે પલંગ બિછાવ્યો, ને તે સૂઈ ગયો.


Lean sinn:

Sanasan


Sanasan