Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 21:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને યાજકો, એટલે લેવી પુત્રો, પાસે આવે; કેમ કે પોતાની સેવા કરવાને તથા યહોવાને નામે આશીર્વાદ આપવાને યહોવા તારા ઈશ્વરે તેઓને પસંદ કર્યા છે, અને તેઓના કહ્યા પ્રમાણે પ્રત્યેક તકરાર તથા પ્રત્યેક મારનો નિવેડો થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 લેવીકુળના યજ્ઞકારોએ પણ ત્યાં જવું; કારણ, તમારા ઈશ્વર પ્રભુએ તેમને તેમની સેવા કરવા માટે અને પ્રભુને નામે આશીર્વાદ ઉચ્ચારવા પસંદ કર્યા છે, અને હરેક વિવાદ અને હરેક હિંસાનો નીવેડો તેમના કહેવા પ્રમાણે કરવાનો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 અને યાજકો એટલે લેવીના દીકરાઓ, પાસે આવે; કેમ કે, પોતાની સેવા કરવાને તથા યહોવાહને નામે આશીર્વાદ આપવાને યહોવાહ તમારા ઈશ્વરે તેઓને પસંદ કર્યા છે. અને તેઓના કહ્યા પ્રમાણે દરેક તકરાર તથા દરેક મારનો ચુકાદો થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પછી લેવીવંશી યાજકોએ આગળ આવવું; કારણ, તમાંરા દેવ યહોવાએ તેમને પોતાની સેવા કરવા માંટે તથા યહોવાના નામે આશીર્વાદ આપવા પસંદ કરેલા છે, તથા બધા જ ઝઘડાઓ તથા માંરામાંરીના બનાવોનો તેમની આજ્ઞા પ્રમાંણે ચુકાદો આપવાનો છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 21:5
12 Iomraidhean Croise  

આમ્રામના પુત્રો:હારુન તથા મૂસા. હારુન તથા તેના પુત્રો સદા પરમપવિત્ર અસ્તુઓ અર્પે, સદા યહોવાની આગળ ધૂપ બાળે, તેમની સેવા કરે, તથા તેમના નામે આશીર્વાદ આપે, માટે હારુનને જુદો ગણવામાં આવ્યો.


જ્યારે પોતાનાં નગરોમાં રહેનાર તમારા ભાઈઓના ખૂન, આકસ્મિક મૃત્યું, નિયમ, આજ્ઞા વિધિઓ તથા કાનૂનો સબંધી તકરાર તમારી પાસે આવે, ત્યારે તમારે તેનો એવી રીતે ન્યાય કરવો કે જેથી તે સંબંધી યહોવા નાખુશ ન થાય, નહિ તો તમારા પર તથા તમારા ભાઈઓ પર તે કોપાયમાન થશે. એમ કરશો, તો તમે દોષિત નહિ ઠરશો.


પછી તેણે મને કહ્યું, “અલગ જગાની આગળ જે ઉત્તરની ઓરડીઓ તથા દક્ષિણની ઓરડીઓ છે તે પવિત્ર ઓરડીઓ છે. ત્યાં યાજકોએ પરમપવિત્ર વસ્તુઓ ખાવી, ત્યાં તેઓએ પરમપવિત્ર વસ્તુઓ ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો તથા દોષાર્થાર્પણો મૂકવાં, કેમ કે સ્થાન પવિત્ર છે.


વળી તકરારની બાબતમાં તેઓ ન્યાય કરવા ઊભા રહે, મારા કનૂનો પ્રમાણે તેઓ તેનો ન્યાયકરે, અને મારાં સર્વ મુકરર પર્વોમાં તેઓ મારા નિયમો તથા મારા વિધિઓ પાળે; અને મારા સાબ્બાથોને તેઓ પવિત્ર માને.


અને હારુને લોકો તરફ પોતાના હાથ ઊંચા કરીને તેઓને આશીર્વાદ આપ્યો; અને પાપાર્થર્પણ તથા દહનીયાર્પણ તથા શાંત્યર્પણો ચઢાવીને તે નીચે ઊતર્યો.


કેમ કે યાજકના હોઠોમાં ન હોવું જોઈએ, ને લોકોએ તેના મુખમાંથી નિયમ શોધવો જોઈએ; કેમ કે તે સૈન્યોના [ઇશ્વર] યહોવાનો દૂત છે.


તે સમયે યહોવાએ લેવીના કુળને યહોવાનો કરારકોશ ઊંચકવા માટે, યહોવાની હજૂરમાં ઊભા રહીને તેમની સેવા કરવા માટે, તથા તેમને નામે આશીર્વાદ આપવા માટે જુદું પાડ્યું, અને આજ સુધી તે તેમજ છે.


કેમ કે યહોવઅ તારા ઈશ્વરે તારાં સર્વ કુળોમાંથી તેને તથા તેના પુત્રોને સદાને માટે પસંદ કર્યા છે કે, તેઓ ઊભા રહીને યહોવાને નામે સેવા કરે.


તો જે બે માણસોને તકરાર હોય તેઓએ, તે દિવસોમાં જે યાજકો તથા ન્યાયાધીશો હોય, તેઓની આગળ યહોવાની સમક્ષ હાજર થવું.


અને તે નગરના વડીલો તે વાછરડીને વહેતા પાણીવાળી એક ખીણ, કે જેમાં ખેડાણ તથા વાવેતર કરવામાં આવ્યું ન હોય, ત્યાં લાવે ને ત્યાં જ તે ખીણમાં તે વાછરડીની ગરદન ભાંગી નાખે.


Lean sinn:

Sanasan


Sanasan