Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 21:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તો તેની લાસ આખી રાત ઝાડ પર ન રહે પણ તે જ દિવસે તારે તેને જરૂર દાટવી; કેમ કે લટકાવેલો [દરેક] પુરુષ ઈશ્વરથીઇ શાપિત છે. એ માટે કે તારો દેશ યહોવા તારા ઈશ્વર તને વારસા તરીકે આપે છે તે તારાથી અશુદ્ધ ન થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 તો તેની લાશ આખી રાત વૃક્ષ પર રહેવી ન જોઈએ. વૃક્ષ પર ટંગાયેલ દરેક વ્યક્તિ ઈશ્વરથી શાપિત છે. તેથી તે જ દિવસે તે લાશ દફનાવી દેવી. જેથી તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશ વારસા તરીકે આપે છે તે અશુધ ન થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તેનો મૃતદેહ આખી રાત ઝાડ પર લટકતો ન રહે, તે જ દિવસે તારે તેને દફનાવી દેવો, કેમ કે લટકાવેલા માણસ ઈશ્વરથી શાપિત છે. આ આજ્ઞા પાળો જેથી જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને વારસા તરીકે આપે છે તેને તમે અશુદ્ધ કરશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 પરંતુ તેના મૃતદેહને રાત્રિ સમયે લટકતો ન રાખવો, તે જ દિવસે તેને દાટી દેવો, કારણ કે વૃક્ષ પર લટકાવેલા માંણસ દેવથી શ્રાપિત થાય છે, જે ભૂમિ તમાંરા દેવ યહોવા તમને આપી રહ્યા છે તેને તમાંરે અશુદ્વ કરવી નહિ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 21:23
18 Iomraidhean Croise  

આયાની દીકરી રિસ્પાએ તાટ લઈને, કાપણીના આરંભથી તેઓ પર આકાશથી પાણી પડ્યું ત્યાં સુધી, પોતાને માટે ખડક પર તે પાથર્યું. અને તેણે દિવસે વાયુચર પક્ષીઓને કે, રાત્રે વનચર પશુઓને તેઓ [નાં મુડદાં] પર આવવા દીધાં નહિ.


તેના દિકરાઓમાંથી સાત માણસોને અમારે સ્વાધીન કરવામાં આવે, એટલે યહોવાથી પસંદ કરાયેલા શાઉલના ગિબયામાં અમે તેઓને યહોવા આગળ ફાંસી આપીશું.” રાજાએ કહ્યું, “હું તેઓને તમારે સ્વાધીન કરીશ.”


એક સંદેશિયાએ આવીને તેને ખબર આપી, “તેઓ રાજપુત્રોનાં માથાં લાવ્યા છે. “યેહૂએ કહ્યું, “દરવાજાના નાકા આગળ તેમના બે ઢગલા કરી સવાર સુધી ત્યાં રાખી મૂકો.”


તેમને દાટી દઈને ભૂંમિને સ્વચ્છ કરતાં ઇઝરાયલ લોકોને સાત માસ લાગશે.


અને દેશ અશુદ્ધ થયો છે. એ માટે હું તેના પર તેના અન્યાયની શિક્ષા લાવું છું, ને દેશ પોતાના રહેવાસીઓને ઓકી કાઢે છે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “લોકોના સર્વ આગેબાનોને લે, ને યહોવાને માટે સૂર્યની સામે તેઓને ફાંસી આપ, કે યહોવાનો પ્રચંડ કોપ ઇઝરાયલ પરથી દૂર કરાય.”


તે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો (અને તે વિશ્રામવાર મોટો દિવસ હતો), એથી વિશ્રામવારે તેઓનાં શબ વધસ્તંભ પર ન રહે માટે યહૂદીઓએ પિલાતને વિનંતી કરી કે તેઓના પગ ભાંગીને તેઓને ઉપાડી લેવા જોઈએ.


કેમ કે મારા ભાઈઓને બદલે, એટલે દેહ સંબંધી મારાં સગાંવહાલાં [ને બદલે] હું પોતે જ શાપિત થઈને ખ્રિસ્તથી બહિષ્કાર પામેલો થાઉં, એવી જાણે મને ઇચ્છા થાય છે.


જો કોઈ માણસ પ્રભુ પર પ્રેમ કરતો ન હોય, તો તે શાપિત થાઓ.


આપણે તેમનામાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ, માટે જેમણે પાપ જાણ્યું નહોતું તેમને તેમણે આપણે માટે પાપરૂપ કર્યા.


ખ્રિસ્તે આપણી વતી શાપિત થઈને, નિયમના શાપથી આપણને છોડાવી લીધા, કેમ કે એમ લખેલું છે, “જે કોઈ ઝાડ ઉપર ટંગાયેલો છે તે શાપિત છે.”


માટે જ્યારે યહોવા તારા ઈશ્વર જે દેશ તને તારો વારસો તથા વતન કરી લેવા આપે છે, તેમાં તારી આસપાસના તારા સર્વ શત્રુઓથી તે તને આરામ આપે, ત્યારે એમ થાય કે તું આકાશ નીચેથી અમાલેકનું નામ ભૂંસી નાખ. તું ભૂલીશ નહિ.


વળી યહોવા તમારે લીધે મારા પર કોપાયમાન થયા, ને તેમણે એવી પ્રતિજ્ઞા લીધી, કે તું યર્દનની પેલી બાજુ જવા પામશે નહિ ને યહોવા તારા ઈશ્વર જે ઉત્તમ દેશનો વારસો તને આપે છે, તેમાં તું પ્રવેશ કરશે નહિ.


અને તું કોઈ અમંગળ [વસ્તુ] તારા ઘરમાં લાવીને તેની જેમ વિનાશપાત્ર થઈશ નહિ. તારે તે છેક ધિક્કારવું, ને તારે તેનાથી છેક કંટાળવું; કેમ કે તે તદન વિનાશપાત્ર‌ છે.


એ કારણથી ઇઝરાયલી લોકો તેમના શત્રુઓની આગળ ટકી શકતા નથી. તેઓ તેમના શત્રુઓની આગળ પીઠ ફેરવે છે, કારણ કે તેઓ શાપિત થયા છે. તમે તમારામાંથી શાપિત વસ્તુનો નાશ નહિ કરો તો હું તમારી સાથે કદી રહેનાર નથી.


અને તેણે આયના રાજાને સાંજ સુધી ઝાડ પર ટાંગી રાખ્યો. અને સૂર્યાસ્ત થતી વખતે યહોશુઆની આજ્ઞા પ્રમાણે તેઓએ તેની લાસ ઝાડ પરથી ઉતારીને નગરના દરવાજા આગળ નાખી, ને તેના પર પથ્થરનો મોટો ઢગલો કર્યો, જે આજ સુધી છે.


Lean sinn:

Sanasan


Sanasan