Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 21:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને તેના નગરમા સર્વ પુરુષો તેને પથ્થરે મારીને મારી નાખે. એમ તારે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી. અને સર્વ ઇઝરાયલી લોકો તે સાંભળીને બીશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 ત્યારે તે નગરના સર્વ પુરુષો તેને પથ્થરો મારીને મારી નાખે. એ રીતે તમારે તમારી વચમાંથી દુષ્ટતા દૂર કરવી. ઇઝરાયલના સૌ કોઈ તે વિષે સાંભળશે અને ભય પામશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પછી તે નગરના બધા માણસોએ તેને પથ્થરે મારીને મારી નાખવો. અને આ રીતે તારે તારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરવી. પછી બધા ઇઝરાયલીઓ તે સાંભળશે અને બીશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 પછી તે ગામના બધા લોકોએ તેને ઇટાળી કરીને માંરી નાખવો. અને આ રીતે તમાંરે તમાંરી વચ્ચેથી એ અનિષ્ટ દૂર કરવું. પછી સર્વ ઇસ્રાએલીઓ આ જાણશે અને ગભરાઇને ચાલશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 21:21
21 Iomraidhean Croise  

પછી તેઓએ આબ્‍શાલોમને લઈને તે જંગલના એક મોટા ખાડામાં તેને નાખ્યો, ને તેના પર પથ્થરનો એક બહુ મોટો ઢગલો કર્યો. અને સર્વ ઇઝરાયલ પોતપોતાના તંબુએ જતા રહ્યા.


અને જે કોઈ પોતાના પિતાને કે પોતાની માતાને શાપ દે તે નક્‍કી માર્યો જાય.


જે આંખ પોતાના પિતાની મશ્કરી કરે છે. અને જે પોતાની માની આજ્ઞા માનવાનું તુચ્છ ગણે છે, તેને ખીણના કાગડા કોચી કાઢશે. અને ગીધનાં બચ્‍ચાં તેને ખાઈ જશે.


“વળી તું ઇઝરાયલી લોકોને કહે કે, જો કોઈ ઇઝરાયલી અથવા ઇઝરાયલ મધ્યે પ્રવાસ કરતા પરદેશીઓમાંનો જે કોઈ પોતાનાં સંતાનમાંથી માલેખને અર્પે તે જરૂર માર્યો જાય; દેશના લોકો તેને પથ્થરે મારે.


વળી જે પુરુષ અથવા સ્‍ત્રી ભૂતવૈદ હોય કે જાદુગર હોય, તેઓ નક્કી માર્યા જાય, તેઓને પથ્થરે મારવાં; તેમનું લોહી તેમને માથે.”


“શાપ આપનારને છાવણી બહાર કાઢી લાવ, અને જેઓએ તેનું બોલવું સાંભળ્યું હોય, તે સર્વ પોતાના હાથ તેના માથા પર મૂકે, ને સમગ્ર પ્રજા તેને પથ્થરે મારે.


અને જે જન યહોવાના નામનું દુભાર્ષણ કરે, તે નિશ્ચે માર્યો જાય. સમગ્ર પ્રજા તેને નક્કી પથ્થરે મારે; જ્યારે તે [યહોવાના] નામનું દુર્ભાષણ કરે ત્યારે તે માર્યો જાય, પછી તે પરદેશી હોય કે, વતની હોય.


અને યાજક ઇઝરાયલની સમગ્ર પ્રજાને માટે પ્રાયશ્ચિત્ત કરે, ને તેઓને માફ કરવામાં આવશે; કેમ કે તે ભૂલ થઈ હતી, ને તેઓ પોતાનું અર્પણ, એટલે યહોવઅને માટે હોમયજ્ઞ, તથા પોતાની ભૂલને લીધે યહોવાની આગળ પોતાનું પાપાર્થાર્પણ લાવ્યા છે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “તે માણસ નક્કી માર્યો જાય. સમગ્ર પ્રજા છાવણીની બહાર તેને પથ્થરે મારે.”


અને સમગ્ર પ્રજાએ તેને છાવણીની બહાર લાવીને તેને પથ્થરે માર્યો, ને તે મરી ગયો, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.


પણ જેઓ બહાર છે તેઓનો ન્યાય ઈશ્વર કરે છે. તો તમે તમારામાંથી તે દુષ્ટને દૂર કરો.


જે નગરો યહોવા તારા ઈશ્વર અને ત્યાં વસવા માટે આપે છે તેઓમાંના કોઈ વિષે તું એવી વાત સાંભળે કે,


અને તે પ્રબોધકને અથવા તે સ્વપ્નખોરને મારી નાખવો; કેમ કે યહોવા તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી કાઢી લાવ્યા, ને જેમણે બંદીખાનામાથી તને છોડાવ્યો, તેમની વિરુદ્ધ બંડખોર વાત તે બોલ્યો છે, એ માટે કે જે માર્ગમાં ચાલવાની યહોવા તારા ઈશ્વરે તને આ કરી છે તેમાંથી તે તને ભમાવી દે. એવી રીતે તું તારી મધ્યેથી દુષ્ટતા દૂર કર.


જો તારો ભાઈ એટલે તારી માનો દીકરો, અથવા તારો દીકરો, અથવા તારી દીકરી, અથવા તારી દીલોજાન પત્ની, અથવા તારો જાની મિત્ર તને છાની રીતે લલચાવતાં એમ કહે કે, ‘ચાલો, જે અન્ય દેવદેવીઓને તું જાણતો નથી તેમ તારા પિતૃઓ પણ જાણતા નહોતા, તેઓની આપણે સેવા કરીએ,


તો તે દુષ્ટ કૃત્ય કરનાર પુરુષને અથવા સ્‍ત્રીને, હા તે પુરુષ અથવા સ્‍ત્રીને, તું તારા દરવાજા આગળ લાવીને તેને પથ્થરે મારી નાખ.


તેને મારી નાખવા માટે સાક્ષીનો હાથ તેના પર પહેલો પડે, ને ત્યાર પછી બીજા બધા લોકોનો. એવી રીતે તું તારી મધ્યેથી દુષ્ટતા દૂર કર.


અને તેઓ તે નગરના વડીલોને કહે કે, ‘આ અમારો દીકરો હઠીલો તથા અણકહ્યાગરો છે, ને તે અમારું કહેવું માનતો નથી. તે ઉડાઉ તથા છોકટો છે.


તો તેઓ તે કન્યાને તેના પિતાના ઘરના બારણા આગળ લાવે, અને તેના નગરના પુરુષો તેને પથ્થરે મારીને મારી નાખે. કેમ કે તેણે તેના પિતાના ઘરમાં વ્યભિચાર કરીને ઇઝરાયલમાં મૂર્ખાઈ કરી છે. એવી રીતે તારે તારી મધ્યેથી ભૂંડાઈ દૂર કરવી.


તો તમે તે બન્‍નેને તે નગરના દરવાજા પાસે લાવીને તેઓને પથ્થરે મારીને મારી નાખો. કન્યાને એ માટે કે નગરમાં હોવા છતાં પણ તેણે બૂમ પાડી નહિ. અને પુરુષને એ માટે કે તેણે પોતાના પડોશીની સ્‍ત્રીની આબરૂ લીધી છે: એ રીતે તું તારી મધ્યેથી ભૂંડાઈ દૂર કર.


Lean sinn:

Sanasan


Sanasan