Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 21:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જે દેશ યહોવા તારા ઈશ્વર તેનું વતન પામવા માટે તને આપે છે, તેમાં જો કોઈની લાસ ખેતરમાં પડેલી મળી આવે, ને તેને કોણે માર્યો છે તે કોઈ જાણતું ન હોય,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 “તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશનો કબજો સોંપે છે તેમાં જો કોઈની લાશ ખેતરમાં પડેલી મળી આવે અને તેને કોણે માર્યો એ કોઈ જાણતું ન હોય,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તેનું વતન પામવા માટે તમને આપે છે, તેમાં જો કોઈની લાશ ખેતરમાં પડેલી તમને મળી આવે અને તેને કોણે માર્યો છે તે કોઈ જાણતું ન હોય;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “વચન અનુસાર તમાંરા દેવ યહોવા તમને જે દેશનો કબજો સોંપી રહ્યા છે ત્યાં કોઈનું ખૂન થયું હોય અને તેની લાશ ખુલ્લા ખેતરમાં મળી આવે અને એનો માંરનાર કોણ છે એની ખબર ના હોય,

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 21:1
10 Iomraidhean Croise  

અને તેમણે કહ્યું, “આ તેં શું કર્યું છે? તારા ભાઈનું રક્ત ભૂમિમાંથી મને હાંક મારે છે.


જૂઠું બોલનારાઓનો નાશ તમે કરશો; ખૂની તથા કપટી માણસોથી યહોવા કંટાળે છે.


કેમ કે રક્તનો બદલો માગનાર ગરીબોનું સ્મરણ રાખે છે; તે તેમની અરજ વીસરી જતા નથી.


જે માણસે કોઈ પુરુષનું ખૂન કર્યું હશે, તે નાસીને ખાડામાં પડશે; કોઈએ તેને અટકાવવો નહિ.


કેમ કે જુઓ, પૃથ્વી પરના રહેવાસીઓના અપરાધને માટે, તેમને શાસન આપવા માટે, યહોવા પોતાના સ્થાનમાંથી બહાર નીકળી આવે છે; પૃથ્વી પોતે શોષી લીધેલું રક્ત પ્રગટ કરશે, ને ત્યાર પછી પોતામાંનાં મરેલાંને ઢાંકી દેશે નહિ.


દેશી લોકો તે સાપને તેના હાથ પર લટકતો જોઈને એકબીજાને કહેવા લાગ્યા, “નિશ્ચે આ માણસ ખૂની છે, જો કે એ સમુદ્રમાંથી બચી ગયો છે ખરો, તોપણ ન્યાય એને જીવવા દેતો નથી.”


કે જે દેશ યહોવા તારા ઈશ્વર વારસાને માટે તને આપે છે, તેમાં નિર્દોષ લોહી વહેવડાવવામાં ન આવે, ને એમ તને લોહીનો દોષ ન લાગે.


જે ઝાડ વિષે તું જાણે છે કે તે ફળઝાડ નથી, તેઓનો જ નાશ કરવો ને તેઓને જ કાપી નાખવાં. અને જે નગર તારી સામે યુદ્ધ કરે છે તેનો પરાજય થતાં સુધી તારે તેની સામે મોરચા બાંધવા.


તો તારા વડીલો તથા તારા ન્યાયાધીશો બહાર જઈને લાસની આસપાસનાં નગરોનું અંતર માપી જુએ,


અને મેં તે સમયે તમને એવી આજ્ઞા આપી, કે યહોવા તમારા ઈશ્વરે તમને આ દેશ વતન કરી લેવા માટે આપ્યો છે, તમે સર્વ શૂરવીર પુરુષો શસ્‍ત્રસજ્જિત થઈને તમારા ભાઈઓની એટલે [બાકીના] ઇઝરાયલીઓની આગળ પેલી બાજુ જાઓ,


Lean sinn:

Sanasan


Sanasan