Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 20:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને સરદારોને લોકોને એમ પણ કહે કે, બીકણ તથા નાહિમ્મત કોણ છે? તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તે તેને ઘેર પાછો જાય, રખેને તેની જેમ તેના ભાઈઓ પણ નાહિમ્મત થઈ જાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 “અધિકારીઓ વિશેષમાં એમ પણ કહે કે, ‘હિંમત ઓસરી ગઈ હોય અને ડરી ગયા હોય એવા કોઈ છે? જો હોય તો તેમને ઘેર જવાની પરવાનગી છે. નહિ તો, એવા માણસો બીજાઓને નાહિંમત કરી દેશે.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 અધિકારીઓએ લોકોને એવું પણ પૂછવું કે, “શું કોઈ એવો માણસ છે જે ગભરાઈ ગયો હોય કે નાહિંમત થઈ ગયો હોય? તો તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય, રખેને તેના હૃદયની જેમ તેના ભાઈઓનાં હૃદય પણ નાહિમ્મત થઈ જાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “વળી અધિકારીઓએ વધુમાં કહેવું કે, ‘હવે, શું અહીં કોઈ એવો પુરૂષ છે જે ગભરાઈ ગયો હોય કે હિંમત હારી ગયો હોય? અને જો હોય તો તે પાછો જાય; નહિ તો તે કદાચ અન્ય સાથીદારોને પણ નાહિંમત બનાવી દેશે.’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 20:8
14 Iomraidhean Croise  

તે સમયે અદોમના સરદારો વિસ્મિત થયા; મોઆબના પરાક્રમી પુરુષોને ધ્રુજારી છૂટે છે; સર્વ કનાનવાસીઓનાં ગાત્રો ઢીલાં પડી ગયાં છે.


જો તું સંકટને દિવસે નાહિમ્‍મત થઈ જાય, તો તારું બળ થોડું જ છે.


પણ જે માણસો તેની સાથે ગયા હતા તેઓએ કહ્યું, “એ લોકોની સામે આપણે ચઢાઈ કરી શકતા નથી; કેમ કે તેઓ આપણા કરતાં બળવાન છે.”


કેમ કે જ્યારે તેઓએ એશ્કોલના નીચાણમાં જઈને તે દેશ જોયો ત્યારે તેઓએ ઇઝરાયલી લોકોનું મન નિરાશ કરી નાખ્યું, એ માટે કે યહોવાએ તેમને જે દેશ આપ્યો હતો તેમાં તેઓ જાય નહિ.”


પણ ઈસુએ તેને કહ્યું, “કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પાછળ જુએ તો તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી.”


ભૂલશો નહિ; દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.


અમે આગળ ક્યાં જઈએ? તે લોકો આપણા કરતાં કદાવર તથા ઊંચા છે; તે નગરો મોટાં છે, ને તેમના કોટ આકાશ જેટલા ઊંચા છે, અને વળી ત્યાં અનાકપુત્રો પણ અમારા જોવામાં આવ્યા છે, એમ કહીને અમારા ભાઈઓએ અમારાં ગાત્ર શિથિલ કરી નાખ્યા છે.


અને જ્યારે સરદારો લોકોને કહી રહે, ત્યારે એમ થાય, કે લોકોની આગેવાની કરવા માટે તેઓ અમલદારો ઠરાવે.


જ્યારે તું તારા શત્રુઓની સામે છાવણીમાં જાય, ત્યારે તારે પોતાને સર્વ દુષ્ટતાથી અલગ રાખવો.


પણ બીકણો અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિપૂજકો તથા સર્વજૂઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે! એ જ બીજું મરણ છે.”


પણ તું હૂંફાળો છે, એટલે ઊનો નથી તેમ ટાઢો પણ નથી, માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ.


માટે હવે તું જા, અને લોકોને જાહેર કર કે, જે કોઈ ભયભીત તથા ધ્રૂજતો હોય, તે ગિલ્યાદ પર્વત આગળથી પાછો જાય.” ત્યારે લોકોમાંથી બાવીસ હજાર પાછા ગયા; એટલે દશ હજાર રહ્યા.


Lean sinn:

Sanasan


Sanasan