Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 20:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે તમને બચાવવાને તમારે પક્ષે રહીને તમારા શત્રુઓની સામે લડવાને તમારી સાથે જે જાય છે તે તો યહોવા તમારા ઈશ્વર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તમારા પક્ષે રહીને તમારા શત્રુઓ સામે યુધ કરવા તમારી સાથે જનાર અને તમને વિજય અપાવનાર તો તમારા ઈશ્વર પ્રભુ છે!’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કેમ કે તમને બચાવવા અને તમારા પક્ષે રહીને તમારા દુશ્મનો સામે જે લડવા જાય છે તે તો યહોવાહ તમારા ઈશ્વર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 કારણ કે તમાંરા દેવ યહોવા તમાંરી સાથે આવનાર છે, તે તમાંરા પક્ષે રહીને દુશ્મનો સામે લડશે. અને તમને વિજય અપાવશે.’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 20:4
15 Iomraidhean Croise  

જ્યારે શેતૂરવૃક્ષોની ટોચોમાં કૂચ કરવાનો ખડખડાટ સંભળાય, ત્યારે તું બહાર નીકળી આવીને હુમલો કરજે, કેમ કે પલિસ્તીઓના સૈન્યનો સંહાર કરવા માટે ઈશ્વર તારી આગળ ગયા છે.”


જુઓ, ઈશ્વર અમારી સાથે છે તથા અમારા આગેવાન છે, અને તેમનાં યાજકો ચેતવણીનાં રણશિંગડાં લઈને તમારી વિરુદ્ધ ચેતવણીનો નાદ કરવા માટે [અમારી સાથે] છે. હે ઇઝરાયલી લોકો, તમારા પિતૃઓના ઈશ્વર યહોવાની સામે ન લડો. તેમાં તમે ફતેહ પામશો નહિ.”


યહોવા તમારે માટે યુદ્ધ કરશે, ને તમારે શાંત રહેવું.”


તોપણ જેમણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે, તેમને આશરે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ.


યહોવા તમારા ઈશ્વર જે તમારી આગળ ચાલે છે, તે તમારા માટે યુદ્ધ કરશે. મિસરમાં જે બધાં કૃત્યો તેમણે તમારી આંખો આગળ કર્યાં તે પ્રમાણે [તે કરશે].


તમારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ. જે ભૂમિ પર તમારા પગ ફરશે તે પર પ્રભુ તમારા ઈશ્વર તમારો ડર તથા ભય બેસાડશે, જે તેમણે તમને કહ્યું છે તેમ.


તમે તેઓથી ડરશો નહિ; કેમ કે યહોવા તમારો ઈશ્વર પોતે તમારે પક્ષે યુદ્ધ કરે છે.


બળવાન તથા હિમ્મતવાન થાઓ, બીહો નહિ, ને તેઓથી ભયભીત ન થાઓ; કેમ કે જે તારી સાથે જાય છે તે તો યહોવા તારા ઈશ્વર છે. તને તે છોડી દેશે નહિ ને તને તજી દેશે નહિ.”


જો તેઓના ખડકે તેઓને વેચ્યા ન હોત, અને યહોવાએ તેમને સોંપી દીધા ન હોત, તો હજારની પાછળ એક કેમ ઘાત, અને દેશ હજારને બે [કેમ] નસાડી મૂકત?


અને તેઓ ઇઝરાયલની આગળથી નાસતાં નાસતાં બેથ-હોરોનના ઢોળાવ આગળ આવ્યા, ત્યારે એમ થયું કે, અઝેકા સુધી યહોવાએ તેઓ ઉપર આકાશમાંથી મોટા મોટા કરા વરસાવ્યા, ને તેઓ મરણ પામ્યા. જેઓને ઇઝરાયલી લોકોએ તરવારથી માર્યા હતા, તેમના કરતાં જેઓ કરાથી માર્યા ગયા તેઓ વધારે હતા.


અને એ સર્વ રાજાઓને ને તેઓના દેશને યહોશુઆએ એક જ વખતે કબજે કર્યા, કેમ કે ઇઝરાયલનાં ઈશ્વરનાં યહોવા ઇઝરાયલ માટે લડતાં હતાં.


તમારામાંનો એક માણસ હજારને નસાડતો; કેમ કે તમારા ઈશ્વર યહોવાએ તમને જેમ કહ્યું તેમ તે પોતે તમારે માટે યુદ્ધ કરે છે.


એમ યહોવાએ તે દિવસે ઇઝરાયલનો બચાવ કર્યો. અને લડાઈ બેથ-આવેન પાસે થઈને આગળ ચાલી.


Lean sinn:

Sanasan


Sanasan