Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 20:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 જે ઝાડ વિષે તું જાણે છે કે તે ફળઝાડ નથી, તેઓનો જ નાશ કરવો ને તેઓને જ કાપી નાખવાં. અને જે નગર તારી સામે યુદ્ધ કરે છે તેનો પરાજય થતાં સુધી તારે તેની સામે મોરચા બાંધવા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 ફળ નહિ આપનારાં વૃક્ષોને કાપીને તમારો સામનો કરનાર નગરનો પરાજય કરવાને મોરચા બાંધવા તમે તેમનો ઉપયોગ કરી શકો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 જે વૃક્ષ ફળો ના આપે તેવાં વૃક્ષોનો તમે નાશ કરી શકો; એટલે તેઓને જ તમારે કાપી નાખવા; અને જે નગર તારી વિરુદ્ધ યુદ્ધ કરે છે તેનો પરાજય થતાં સુધી તારે તેની સામે મોરચા બાંધવા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 ફળો ના આપે તેવાં વૃક્ષોને તમે કાપી શકો. કિલ્લામાં અંદર અથવા બહાર જવાના રસ્તાને રોકવામાં તેને વાપરો અને યુદ્ધમાં વપરાતા ઓજારો માંટે વાપરો, તમે શહેરને કબજે કરવા સમર્થ થાવ ત્યાં સુધી.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 20:20
10 Iomraidhean Croise  

અને તમે દરેક કોટવાળા નગરને તથા દરેક દિલપસંદ નગરને મારશો, ને દરેક સારા ઝાડને કાપી નાખશો, ને પાણીના સર્વ ઝરા પૂરી દેશો, ને જમીનના દરેક સારા ટુકડામાં પથ્થરો નાખીને તેને બગાડી નાખશો.”


તેણે યરુશાલેમમાં બુરજો પર તથા મોરચાઓ પર ગોઠવવા માટે બાણો તથા મોટા પથ્થરો ફેંકવા માટે બાહોશ કારીગરોએ યોજેલાં યંત્રો બનાવ્યાં. તેની કીર્તિ ઘણે દૂર સુધી ફેલાઈ ગઈ; અને તે બળવાન થયો ત્યાં સુધી અજાયબ રીતે તેને સહાય મળી હતી.


એક નાનું નગર હુતું, તેમાં થોડા જ માણસ હતાં; અને એક મોટો રાજા તેની સામે ચઢી આવ્યો, તેણે તેને ઘેરો કર્યો, અને તેની સામે મોટા મોટા મોરચા બાંધ્યા.


તે માટે આશૂરના રાજા વિષે યહોવા કહે છે, ‘તે આ નગર પાસે આવશે નહિ, ત્યાં બાણ પણ મારશે નહિ, ને ઢાલ લઈને તેની આગળ આવશે નહિ, ને તેની સામે મોરચા બાંધશે નહિ.


કેમ કે આ નગરમાંના ઘરો તથા યહૂદિયાના રાજાઓના મહેલો, જે મોરચાઓની સામે તથ તરવારની સામે [રક્ષણનાં બાંધકામ કરવા માટે] પાડી નાખેલાં છે, તેઓ વિષે ઇઝરાયલના ઈશ્વર યહોવા કહે છે કે,


કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવાએ ફરમાવ્યું છે, “તમે વૃક્ષો કાપીને યરુશાલેમની વિરુદ્ધ મોરચા બાંધો. જેની ખબર લેવાની છે તે આ નગર છે; તેનામાં નર્યો બલાત્કાર જ છે.


યુદ્ધમાં જ્યારે ઘણા લોકોનો સંહાર કરવા માટે મોરચા ઉઠાવવામાં આવશે તથા કિલ્લાઓ બાંધવામાં આવશે તે વખતે ફારુન પોતાનું મહાન સૈન્ય તથા મોટો સમુદાય છતાં તેના લાભમાં કંઈ કરી શકશે નહિ.


અમે આગળ ક્યાં જઈએ? તે લોકો આપણા કરતાં કદાવર તથા ઊંચા છે; તે નગરો મોટાં છે, ને તેમના કોટ આકાશ જેટલા ઊંચા છે, અને વળી ત્યાં અનાકપુત્રો પણ અમારા જોવામાં આવ્યા છે, એમ કહીને અમારા ભાઈઓએ અમારાં ગાત્ર શિથિલ કરી નાખ્યા છે.


જ્યારે યુદ્ધ કરતાં તુમ કોઈ નગર લેવા માટે લાંબા વખત સુધિ તેને ઘેરો ઘાલે, ત્યારે તેનાં વૃક્ષો પર કુહાડી લગાડીને તું તેને કાપી નાખતો નહિ; કેમ કે તું તેઓનું ફળ ખાય તો ભલે ખાય, પણ તેઓને તારે કાપી ન નાખવાં. કેમ કે ખેતરનુમ વૃક્ષ તે શું માણસ છે કે તારે તેને ઘેરો ઘાલવો પડે?


જે દેશ યહોવા તારા ઈશ્વર તેનું વતન પામવા માટે તને આપે છે, તેમાં જો કોઈની લાસ ખેતરમાં પડેલી મળી આવે, ને તેને કોણે માર્યો છે તે કોઈ જાણતું ન હોય,


Lean sinn:

Sanasan


Sanasan