Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 20:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 રખેને જે સર્વ અમંગળ કર્મો તેઓએ તેમના દેવોની સેવામાં કર્યાં છે, તે પ્રમાણે કરવાને તેઓ તમને શીખવીને યહોવા તમારા ઈશ્વરની સામે તમારી પાસે પાપ કરાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 નહિ તો જે સર્વ અધમ કાર્યો તેમણે તેમનાં દેવદેવીઓની પૂજામાં આચર્યાં છે તે પ્રમાણે કરવાનું શીખવીને તેઓ તમારા ઈશ્વર પ્રભુની વિરુધ તમારી પાસે પાપ કરાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 રખેને જે સર્વ અમંગળ કામો તેઓએ તેમના દેવોની પૂજામાં કર્યા છે. તે પ્રમાણે કરવાને તેઓ તમને શીખવીને યહોવાહ તમારા ઈશ્વરની સામે તમારી પાસે પાપ કરાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 જેથી તેઓ પોતે પોતાના દેવોની પૂજામાં જે ધૃણાજનક વિધિઓ કરે છે એનું અનુકરણ કરવા તમને લલચાવે નહિ અને શીખવે નહિ, તેથી તમે તમાંરા દેવ યહોવાના ગુનેગાર ન બનો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 20:18
22 Iomraidhean Croise  

કેમ કે તેના પિતા હિઝકિયાએ જે ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો હતો તે તેણે ફરીથી બાંધ્યાં. અને ઇઝરાયલના રાજા આહાબે જેમ કર્યું હતું તેમ તેણે બાલને માટે વેદીઓ ઊભી કરી, અશેરા [મૂર્તિ] બનાવી, ને આખા જ્યોતિમંડળની ભક્તિ કરી, ને તેમની સેવા કરી.


તું તેઓની સાથે અથવા તેઓના દેવોની સાથે કરાર કરીશ નહિ.


તેઓ તારા દેશમાં ન વસે, રખેને તેઓતારી પાસે મારી વિરુદ્ધ પાપ કરાવે; કેમ કે જો તું તેઓના દેવોની સેવા કરે, તો જરૂર તે તને ફાંદારૂપ થઈ પડશે.”


જોજે, જે દેશમાં તું જાય છે તેના રહેવાસીઓ સાથે તું કરાર ન કરતો રખેને તારી મધ્યે તે ફાંદાંરૂપ થઈ પડે.


અને તું તેઓબી દીકરીઓ સાથે તારા દીકરાઓને પરણાવે, ને તેમની દીકરીઓ તેઓના દેવોની પાછળ ભટકી જઈને તારા દીકરાઓને તેઓના દેવોની પાછળ ભટકાવી દે.


ભૂલશો નહિ; દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.


માટે “તમે તેઓમાંથી નીકળી આવો, અને અલગ થાઓ.” એમ પ્રભુ કહે છે, “મલિન વસ્તુને અડકો નહિ; એટલે હું તમારો અંગીકાર કરીશ,


વળી અંધારાનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ, પણ ઊલટું તેઓને વખોડો.


અને એમ થશે કે, મારે નામે મારાં જે વચનો તે બોલશે, તે જે કોઈ નહિ સાંભળે તેની પાસેથી હું જવાબ લઈશ.


જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે તેમાં તું જાય ત્યારે તે દેશજાતિઓનાં અમંગળ કૃત્યોનું અનુકરણ કરતાં તારે ન શીખવું.


પણ જેમ યહોવા તારા ઈશ્વરે તને આજ્ઞા આપી છે તેમ તારે તેઓનો, એટલે હિત્તીઓનો, અમોરીઓનો, કનાનીઓનો, તથા પરીઝીઓનો, હિવ્વીઓનો તથા યબૂસીઓનો પૂરો નાશ કરવો;


જ્યારે યુદ્ધ કરતાં તુમ કોઈ નગર લેવા માટે લાંબા વખત સુધિ તેને ઘેરો ઘાલે, ત્યારે તેનાં વૃક્ષો પર કુહાડી લગાડીને તું તેને કાપી નાખતો નહિ; કેમ કે તું તેઓનું ફળ ખાય તો ભલે ખાય, પણ તેઓને તારે કાપી ન નાખવાં. કેમ કે ખેતરનુમ વૃક્ષ તે શું માણસ છે કે તારે તેને ઘેરો ઘાલવો પડે?


તારા ન્યાયીપણાને લીધે કે તારા અંત:કરણના પ્રામાણિકપણાને લીધે તું તેઓના દેશનું વતન પામવા જાય છે એમ તો નહિ, પણ એ પ્રજાઓની દુષ્ટતાને લીધે, તથા જે વચન યહોવાએ પ્રતિજ્ઞા લઈને તારા પિતૃઓને, એટલે ઇબ્રાહિમને, ઇસહાકને તથા યાકૂબને આપ્યું હતું, તે સ્થાપિત કરવા માટે યહોવા તારા ઈશ્વર તેઓને તારી આગળથી હાંકી કાઢે છે.


કોઈ અમારી આ પત્રમાંની વાત ન માને, તો તેને ધ્યાનમાં રાખીને તેની સાથે વ્યવહાર ન રાખો, જેથી તે શરમાઈ જાય.


તેમ જ ભ્રષ્ટ બુદ્ધિના, સત્ય જ્ઞાનરહિત અને ભક્તિભાવ કમાઈનું સાધન છે એમ માનનારાઓમાં [નિત્ય] કજિયા થાય છે.


તો નિશ્ચે જાણજો કે, તમારા ઈશ્વર યહોવા હવે પછી એ દેશજાતિઓને તમારી આગળથી હાંકી કાઢનાર નથી; અને આ જે સારી ભૂમિ તમારા ઈશ્વર યહોવાએ તમને આપી છે, તેમાંથી તમે નષ્ટ થઈ જશો ત્યાં સુધી તેઓ તમને ફાંદા તથા ફાંસારૂપ, ને તમારી કૂખોમાં કાંટારૂપ, ને તમારી આંખોમાં કણીરૂપ થઈ પડશે.


માટે મેં પણ કહ્યું કે, હું તમારી સામેથી તેઓને હાંકી કાઢીશ નહિ પણ તેઓ તમારી કૂખોમાં [કાંટાંરૂપ] થશે, અને તેઓના દેવો તમને ફાંદારૂપ થઈ પડશે.”


Lean sinn:

Sanasan


Sanasan