Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 20:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 જ્યારે તું કોઈ નગરની વિરુદ્ધ યુદ્ધ કરવાને તેની નજીદીક આવે, ત્યારે તેને સલાહનું કહેણ મોકલાવ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 “જ્યારે તમે કોઈ નગર પર આક્રમણ કરવા માટે જાઓ ત્યારે તમારે તેમને સંધિની શરતો મોકલી આપવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જયારે તમે કોઈ નગર પર હુમલો કરવા જાઓ, ત્યારે તે પહેલાં તેને શાંતિનું કહેણ મોકલો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 “જયારે તમે કોઈ નગર સામે યુદ્ધ કરવા જાઓ ત્યારે પહેલાં તેને સંધિનું કહેણ મોકલવું.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 20:10
13 Iomraidhean Croise  

હું હોઠોના ફળો ઉત્પન્ન કરીશ. યહોવા કહે છે કે, દૂરનાને તથા પાસેનાને શાંતિ, શાંતિ; અને હું તેને સાજો કરીશ.


હું એફ્રાઈમમાંથી રથને, તથા યરુશાલેમમાંથી ઘોડાને નાબૂદ કરીશ, ને યુદ્ધધનુષ્યને કાપી નાખવામાં આવશે; અને તે [સર્વ] પ્રજાઓને શાંતિનો બોધ કરશે; અને તેનું રાજ્ય સમુદ્રથી સમુદ્ર સુધી તથા નદીથી પૃથ્વીના‌ છેડા સુધી થશે.”


ઈસુ ખ્રિસ્ત (તે સર્વના પ્રભુ છે) તેમની મારફતે શાંતિની સુવાર્તા પ્રગટ કરતાં [ઈશ્વરે] ઇઝરાયલી લોકોની પાસે જે વાત મોકલી,


પણ સર્વ ઈશ્વર તરફથી છે, જેમણે ખ્રિસ્તની મારફતે આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું, અને સમાધાન [પ્રગટ કરવા] ની સેવા અમને સોંપી.


તેમણે આવીને તમ વેગળાઓને તથા જેઓ પાસે હતા તેઓને પણ શાંતિ [ની સુવાર્તા] પ્રગટ કરી.


અને કદેમોથના અરણ્યમાંથી મેં હેશ્બોનના રાજા સિહોન પાસે માણસો મોકલ્યા કે, તેઓ સલાહનો સંદેશો લઈને કહે


અને એમ થશે કે, જો તે તને સલાહનો પ્રત્યુત્તર આપીને તારે માટે દરવાજા ખોલી દે, તો એમ થાય કે તેમાં જે લોકો હોય તે સર્વ તને છૂટકાની રકમ આપીને તારા દાસ થાય.


અને જ્યારે સરદારો લોકોને કહી રહે, ત્યારે એમ થાય, કે લોકોની આગેવાની કરવા માટે તેઓ અમલદારો ઠરાવે.


યિફતાએ આમ્મોનપુત્રોના રાજાની પાસે સંદેશિયા મોકલીને કહેવડાવ્યું, “મારે ને તારે શું છે કે મારા દેશની વિરુદ્ધ લડવાને તું મારી પાસે આવ્યો છે?”


સમગ્ર પ્રજાએ રિમ્મોન ગઢમાંના બિન્યામીનપુત્રોને સંદેશો મોકલીને સલાહનો ઢંઢેરો પિટાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan