Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 20:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જ્યારે તું તારા શત્રુઓની સામે લડવા જાય, ને ઘોડાઓને તથા રથોને તથા તારા કરતાં વધારે લોકોને જુએ, ત્યારે તેઓથી તું બીશ નહિ; કેમ કે યહોવા તારા ઈશ્વર જે તને મિસર દેશમાંથી કાઢી લાવ્યા, તે તારી સાથે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 “જ્યારે તમે તમારા શત્રુઓ સામે લડવા જાઓ અને તમે ઘોડાઓને, રથોને અને તમારા લશ્કર કરતાં વિશાળ લશ્કરને જુઓ, ત્યારે તેમનાથી ડરી જશો નહિ; કારણ, તમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કરનાર તમારા ઇશ્વર પ્રભુ તમારી સાથે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જયારે તમે યુદ્ધમાં તમારા દુશ્મનો વિરુદ્ધ લડવા જાઓ, ત્યારે ઘોડાઓ, રથો અને તમારા કરતાં વધારે લોકો તમે જુએ તો તેઓથી બીશો નહિ, કેમ કે, મિસરની ભૂમિમાંથી બહાર લાવનાર યહોવાહ તમારા ઈશ્વર તમારી સાથે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “જયારે તમે યુદ્ધમાં જાઓ અને તમાંરા દુશ્મનો સામે યુદ્ધે ચઢો અને તમાંરા કરતાં મોટી સંખ્યામાં રથો, ઘોડાઓ અને સેના જુઓ તો ગભરાઇ જશો નહિ, કારણ કે, તમને મિસરમાંથી બહાર લાવનાર તમાંરા દેવ યહોવા તમાંરી સાથે રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 20:1
45 Iomraidhean Croise  

આ દેશમાં તું પ્રવાસી થઈ રહે, ને હું તારી સાથે રહીશ ને તને આશીર્વાદ આપીશ; કેમ કે તને તથા તારાં સંતાનને હું આ બધો દેશ આપીશ, ને તારા પિતા ઇબ્રાહિમની આગળ જે સમ મેં ખાધા છે તે હું પૂરા કરીશ;


આસા તેની સામે ગયો, ત્યારે મારેશાની પાસેના સફાતાના મેદાનમાં તેઓએ વ્યૂહ રચ્યો.


આસાએ પોતાના ઈશ્વર યહોવાને વિનંતી કરી, “હે યહોવા, બળવાનની વિરુદ્ધ નિર્બળને સહાય કરનાર, તમારા સવાય બીજો કોઈ નથી. હે યહોવા, અમારા ઈશ્વર, અમને સહાય કરો. અમે તમારા પર ભરોસો રાખીએ છીએ, તમારે નામે અમે આ મોટા સૈન્યની સામે આવ્યા છીએ. હે યહોવા, તમે અમારા ઈશ્વર છો; તમારી વિરુદ્ધ માણસ ફાવી જાય નહિ.”


હે અમારા ઈશ્વર, તમે તેઓનો ન્યાય નહિ કરશો? કેમ કે આ મોટુ સૈન્ય જે અમારી વિરુદ્ધ આવે છે તેની સામે થવાને અમારામાં કંઈ શક્તિ નથી; અને અમાટે શું કરવું તે પણ અમને સૂઝતું નથી. પણ અમે તે તમારી તરફ જોઈએ છીએ.”


તેણે કહ્યું, હે યહૂદિયાના તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ, તથા હે યહોશાફાટ રાજા, તમે સર્વ સાંભળો. યહોવા તમને કહે છે કે, આ મોટા સૈન્યને લીધે તમારે બીવું નહિ ગભરાવું નહિ; કેમ કે એ યુદ્ધ તમારું નથી, પણ ઈશ્વરનું છે.


યહોવા મારા પક્ષમાં છે; હું બીવાનો નથી! માણસ મને શું કરી શકશે?


કોઈ રથ પર [ભરોસો રાખે છે] અને કોઈ ઘોડા પર, પણ આપણે આપણા ઈશ્વર યહોવાના નામનું સ્મરણ કરીશું.


જો કે મરણની છાયાની ખીણમાં થઈને હું ચાલું, તોયે હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહિ; કેમ કે તમે મારી સાથે છો; તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.


સૈન્યોના [સરદાર] યહોવા આપણી સાથે છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. (સેલાહ)


આપણી સાથે સૈન્યોના [સરદાર] યહોવા છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. (સેલાહ)


આવો, યહોવાનાં કૃત્યો જુઓ, તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે [તે જુઓ].


“મિસર દેશમાંથી, એટલે ગુલામીના ઘરમાંથી, તને કાઢી લાવનાર તારો ઈશ્વર યહોવા હું છું.


અફસોસ છે તેઓને કે જેઓ સહાયને માટે મિસર ચાલ્યા જાય છે, ને ઘોડાઓ પર આધાર રાખે છે! અરે રથો પુષ્કળ હોવાથી તેમના પર ભરોસો રાખે છે, ને સવારો ઘણા સમર્થ હોવાથી તેમના પર આધાર રાખે છે! પણ ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ની તરફ તેઓ દષ્ટિ કરતા નથી, ને યહોવાને શોધતા નથી!


તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; આમ તેમ જોઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.


તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ. તું નદીઓમાં થઈને જઈશ, ત્યારે તેઓ તને ડુબાડશે નહિ. તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહિ; અને જ્વાળા તને બાળશે નહિ.


તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે. જુઓ, કુમારી ગર્ભવતી થઈને પુત્રને જન્મ આપશે, અને તેનું નામ તે ઈમાનુએલ પાડશે.


તે માટે યહોવા કહે છે, “એવો સમય આવે છે કે જ્યારે, ‘ઇઝરાયલી લોકોને મિસર દેશમાંથી બહાર લાવનાર યહોવા જીવંત છે, ’ એવું ફરી કહેવાશે નહિ.


તેઓ યુદ્ધમાં [પોતાના શત્રુઓને] ગલીઓના કાદવમાં ખૂંદી નાખનાર યોદ્ધાઓ જેવા થશે. તેઓ યુદ્ધ કરશે, કેમ કે યહોવા તેઓની સાથે છે; અને ઘોડેસવારો ગભરાઈ જશે.


અને જ્યારે તમે પોતાના દેશમાં તમારા ઉપર જુલમ કરનાર શત્રુઓની સામે યુદ્ધ કરવા જાઓ, ત્યારે ભયસૂચક રણશિંગડાં વગાડો. અને યહોવા તમારા ઈશ્વરની હજૂરમાં તમારું સ્મરણ કરવામાં આવશે, ને તમે પોતાના શત્રુઓથી બચાવ પામશો.


તેમણે યાકૂબનાં અન્યાય જોયો નથી, અને ઇઝરાયલમાં તેમણે આડાપણું જોયું નથી. યહોવા તેનો ઈશ્વર તેની સાથે છે. અને તેઓ મધ્યે રાજાનો જયજયકાર છે.


તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી સામો કોણ?


ત્યારે મેં તમને કહ્યું કે, ડરો નહિ, ને તેઓથી બી ન જાઓ.


કેમ કે યહોવા તારા ઈશ્વરે તારા હાથનાં સર્વ કામ પર આશીર્વાદ આપ્યો છે. આ મોટા અરણ્યમાં તારું ચાલવું તેણે જાણ્યું છે. આ ચાળીસ વર્ષ સુધી યહોવા તારા ઈશ્વર તારી સાથે રહ્યા છે. તને કશાની ખોટ પડી નથી.


અને જ્યારે તમે રણભૂમિની નજદીક પહોંચો, ત્યારે એમ થાય કે યાજક આગળ આવીને લોકોની સાથે વાત કરે,


અને તેઓને કહે કે, હે ઇઝરાયલ, સાંભળો, આજે તમે તમારા શત્રુઓની સામે યુદ્ધ કરવાને આવ્યા છો. તો તમે નાહિમ્મત ન થાઓ. બીહો નહિ, ને ધ્રૂજો નહિ, તેમજ તેઓથી ભયભીત ન થાઓ;


બળવાન તથા હિમ્મતવાન થાઓ, બીહો નહિ, ને તેઓથી ભયભીત ન થાઓ; કેમ કે જે તારી સાથે જાય છે તે તો યહોવા તારા ઈશ્વર છે. તને તે છોડી દેશે નહિ ને તને તજી દેશે નહિ.”


અને જે તારી અગળ જાય છે તે તો યહોવા છે. તે તારી સાથે રહેશે, તે તને છોડી દેશે નહિ, ને તને તજી દેશે નહિ. બીશ નહિ ને ચોંકી જઈશ નહિ.”


જે દેશનું વતન પામવા માટે તું જાય છે તેમાં જ્યારે યહોવા તારા ઈશ્વર તને લાવે, ને ઘણી દેશજાતિઓને તારી આગળથી હાંકી કાઢે, એટલે હિત્તીઓ તથા ગિર્ગાશીઓ તથા અમોરીઓ તથા કનાનીઓ તથા પરિઝીઓ તથા હિવ્વીઓ તથા યબૂસીઓ, એ તારા કરતાં મોટી તથા બળવાન સાત દેશજાતિઓને [હાંકી કાઢે].


તો પણ તું તેઓથી બીશ નહિ. યહોવા તારા ઈશ્વરે ફારુન પર તથા આખા મિસર પર જે વિતાડ્યું તે તારે સારી રીતે યાદ રાખવું.


તું તેઓને જોઈને ગભરાઈશ નહિ; કેમ કે યહોવા તારા ઈશ્વર તારી મધ્યે છે, તે મહાન તથા ભયંકર ઈશ્વર [છે].


માટે આજે જાણ કે ખાઈ નાખનાર અગ્નિની જેમ તારી આગળ પેલી બાજુ જનાર તે યહોવા તારા ઈશ્વર છે. તે તેઓનો નાશ કરશે, ને તે તેઓને તારી આગળ નીચા પાડશે, અને તેથી જેમ યહોવાએ તને કહ્યું છે તેમ તું મને હાંકી કાઢશે, ને જલદી તેઓનો નાશ કરશે.


તારા આયુષ્યના સર્વ દિવસભર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ. જેમ મૂસાની સાથે હું રહ્યો હતો, તેમ તારી સાથે પણ હું રહીશ. હું તને તજીશ નહિ; ને મૂકી દઈશ નહિ.


શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિમ્‍મતવાન થા. ભયભીત ન થા, ને ગભરાતો નહિ; કારણ કે જ્યાં કંઈ તું જાય છે, ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે.”


અને યહોવાએ યહોશુઆને કહ્યું હતું તેમ તેણે તેઓને કર્યું:તેણે તેઓના ઘોડાઓની જાંઘની નસો કાપી નાખી, ને તેઓના રથોને અગ્નિમાં બાળી નાખ્યા.


અને યહોવાના દૂતે તેને દર્શન આપીને કહ્યું, “પરાક્રમી શૂરવીર, યહોવા તારી સાથે છે.”


યહોવાએ તેને કહ્યું, “સાચે જ હું તારી સાથે હોઈશ, ને તું જાણે એક માણસને મારતો હોય તેમ તું મિદ્યાનીઓને મારશે.”


ત્યારે દાઉદે શાઉલને કહ્યું, “કોઈ પણ માણસનું હ્રદય ઉદાસ ન થાઓ. તમારો સેવક જઈને એ પલિસ્તી સાથે લડશે.”


Lean sinn:

Sanasan


Sanasan