Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 2:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 પણ હેશ્બોનના રાજા સિહોને પોતાના [દેશ] માં થઈને આપણને જવા દેવાની ના પાડી. કેમ કે યહોવા તારા ઈશ્વરે તેનું મન કઠણ કર્યું હતું, ને તેનું હ્રદય હઠીલું કર્યું હતું કે, તે તેને તારા હાથમાં સોંપે, જેમ આજ છે તેમ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 “પણ હેશ્બોનના રાજા સિહોને તેના દેશમાં થઈને આપણને પસાર થવા મના કરી. કારણ, આપણા ઈશ્વર પ્રભુએ તેને હઠીલા મનનો અને દુરાગ્રહી દયનો બનાવ્યો હતો; જેથી આપણે તેને હરાવીને તેનો પ્રદેશ કબજે કરી લઈએ. આજે પણ એ પ્રદેશ આપણા કબજામાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 પરંતુ હેશ્બોનના રાજા સીહોને આપણને પોતાના દેશમાં થઈને જવા દેવાની ના પાડી; કેમ કે ઈશ્વર તમારા યહોવાહ તેનું મન કઠણ અને હૃદય હઠીલું કર્યું હતું કે તે તેને તારા હાથમાં સોંપે, જેમ આજે છે તેમ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 “પરંતુ હેશ્બોનના રાજા સીહોને આપણને માંર્ગ આપવાની ના પૅંડી, કારણ, તમાંરા દેવ યહોવાએ તેને હઠીલો અને બળવાખોર બનાવી દીધો, જેથી તે તમાંરા હાથે સીહોનનો વિનાશ કરે અને તેના પ્રદેશનો તમે કબજો કરી શકો, જે હજી પણ અમાંરી પાસે છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 2:30
14 Iomraidhean Croise  

એમ રાજાએ લોકોનું કહેવું સાંભળ્યું નહિ; કેમ કે એ બનાવ યહોવા તરફથી બન્યો કે, જેથી યહોવાએ પોતાનું જે વચન શીલોની અહિયાની મારફતે નબાટના દીકરા યરોબામને આપ્યું હતું તે તે સ્થાપિત કરે.


આ પ્રમાણે રાજાએ લોકોનું કહેવું ગણકાર્યું નહિ, કેમ કે એ ઈશ્વર [ની ઇચ્છા] પ્રમાણે થયું હતું, જેથી યહોવાએ શીલોની આહિયા દ્વારા નબાટના પુત્ર યરોબામને જે વચન આપ્યું હતુંતે તે પૂરું કરે.


અને મૂસા તથા હારુને એ સર્વ ચમત્કાર ફારુનની આગળ કર્યા; અને યહોવાએ ફારુનનું હ્રદય હઠીલું કર્યું, ને તેણે તેના દેશમાંથી ઇઝરાયલી લોકોને જવા દીધા નહિ.


અને યહોવાએ મૂસાને કહ્યું, “તું ચમત્કારો મેં તારા હાથમાં મૂકયા છે તે સર્વ ફારુનની સમક્ષ કરી બતાવ. પરંતુ હું ફારુનનું હ્રદય હઠીલું કરીશ, ને તે લોકોને જવા દેશે નહિ.


અને યહોવાએ મૂસાને કહ્યું, “ફારુનનું હ્રદય હઠીલું છે, લોકોને તે જવા દેવાની ના પાડે છે.


મેં જાણ્યું કે તું જિદ્દી છે, અને તારા ડોકાના સ્નાયુઓ લોખંડ જેવા છે, ને તારું કપાળ પિત્તળ જેવું છે;


તેઓનાં મન અંધકારમય કરો. તમે તેઓને શાપ આપો.


અને સીહોને ઇઝરાયલને પોતાની હદમાં થઈને જવા દીધા નહિ; પણ સીહોન પોતાના સર્વ લોકોને એક્ત્ર કરીને અરણ્યમાં ઇઝરાયલની સામે ગયો, ને તે યાહાસ સુધી આવ્યો; અને ઇઝરાયલની સામે તે લડ્યો.


અને તેઓ વળીને બાશાનને માર્ગે ગયા; અને બાશાનનો રાજા ઓગ પોતે તથા તેના સર્વ લોક એડ્રેઈની પાસે યુદ્ધ કરવા માટે તેઓની સામે નીકળી આવ્યા.


અને યહોવાએ મૂસાને કહ્યું, “તેનાથી બીતો ના; કેમ કે મેં તેને તથા તેના સર્વ લોકને તથા તેના દેશને તારા હાથમાં સોંપ્યાં છે. અને તેં હેશ્બોનમાં રહેનાર અમોરીઓના રાજા સીહોનને કર્યું, તેમ તું તેને કર.”


અને યહોવાએ મને કહ્યું કે, ‘જો, સિહોનને તથા તેના દેશને તને સ્વાધીન કરી દેવાનો મેં આરંભ કર્યો છે. વતન પ્રાપ્ત કરવા માંડ કે, તું તેના દેશનો વારસો પામે.’


પણ પોતાની સરહદમાં થઈને ઇઝરાયલને જવા દેવા જેટલો ઇઝરાયલનો ભરોસો સિહોનને નહોતો; પણ સિહોને પોતાના સર્વ લોકોને એકત્ર કરીને યાહાસમાં છાવણી કરી, ને ઇઝરાયલની સાથે યુદ્ધ કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan