Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 2:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 હું આજથી આકાશ નીચેની સર્વ પ્રજાઓ ઉપર તારો ડર તથા ધાક એવો બેસાડવા માંડીશ કે, તેઓ તારું નામ સાંભળીને ધ્રૂજશે ને તારાથી ત્રાહેમામ પોકારશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 આજથી હું સર્વત્ર બધી પ્રજાઓમાં તમારો એવો ડર અને ધાક બેસાડીશ કે તેઓ તમારાં નામ માત્રથી ધ્રૂજી ઊઠશે અને ત્રાસ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 હું આજથી આકાશ નીચેની સર્વ પ્રજાઓ પર તમારો ડર તથા ધાક એવો બેસાડીશ કે તેઓ તમારી ખ્યાતી સાંભળી ધ્રૂજશે અને તીવ્ર વેદનાથી દુઃખી થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 આકાશ નીચે વસતા બધા લોકોને આદ્વથી તમાંરાથી ગભરાતા અને બીતા રહે એમ હું કરીશ; બધા ભયથી થથરશે જ્યારે તેઓ તમાંરા વિષે સાંભળશે.’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 2:25
14 Iomraidhean Croise  

અને તેઓ ચાલતાં થયાં.; અને તેઓની ચારે તરફના નગરોમાં મોટું ભય લાગ્યું, માટે તેઓ યાકૂબના દિકરાઓની પાછળ નહિ પડયા.


ત્યાર પછી દાઉદની કીર્તિ સર્વ દેશોમાં ફેલાઈ ગઈ, અને યહોવાએ સર્વ પ્રજાઓ પર તેનો દાબ બેસાડ્યો.


તેઓ ગયા ત્યારે મિસરના લોક આનંદ પામ્યા. કેમ કે તેમને લીધે તેઓ ત્રાસ પામ્યા હતા.


હું તારી આગળ મારો ત્રાસ એવો મોકલીશ કે, જે બધા લોકોમાં થઈને તું જશે તેમને હું થથરાવી નાખીશ, ને તારા સર્વ શત્રુઓ તારી તરફ પીઠ ફેરવે એવું હું કરીશ.


હું તેઓનું સર્વ પ્રકારે હિત કરું છું તે વિષે જ્યારે પૃથ્વીની પ્રજાઓ સાંભળશે, ત્યારે તે સર્વ [પ્રજાઓ] ની આગળ આ નગર મને આનંદ, સ્તુતિ તથા સન્માનરૂપ થઈ પડશે, અને તેનું જે હિત તથા કલ્યાણ હું કરું છું તેને લીધે તેઓ ભય પામી કાંપશે.”


અને મોઆબ તે લોકોથી બહુ બીધો, કેમ કે તેઓ ઘણા હતા. અને ઇઝરાયલીઓના કારણથી મોઆબ ત્રાસ પામ્યો.


તમારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ. જે ભૂમિ પર તમારા પગ ફરશે તે પર પ્રભુ તમારા ઈશ્વર તમારો ડર તથા ભય બેસાડશે, જે તેમણે તમને કહ્યું છે તેમ.


અને પૃથ્વીના સર્વ લોક જોશે કે, યહોવાના નામ પરથી તારું નામ પડેલું છે. અને તેઓ તારાથી બીશે.


ત્યારે તેઓ બહુ બીધા, કેમ કે ગિબ્યોન તો પાટનગર જેવું મોટું નગર હતું, વળી આય કરતાં પણ મોટું હતું, ને તેના સર્વ માણસો બળવાન હતા.


અને તેઓએ યહોશુઆને ઉત્તર અપ્યો, “તમારે લીધે અમારા જીવને માટે અમને ઘણો ભય હતો તેથી અમે આ કામ કર્યું છે; કેમ કે આખો દેશ તમને આપવાની તથા તમારી આગળથી દેશના સર્વ રહેવાસીઓનો નાશ કરવાની જે આ તારા ઈશ્વર યહોવાએ તેમના સેવક મૂસાને આપી હતી, તે ખચીત તારા દાસોના સાંભળવામાં આવી છે.


જુઓ, જેઓ શેતાનની સભામાંના છે, જેઓ કહે છે કે અમે યહૂદી છીએ, તોપણ એવા નથી, પણ જૂઠું બોલે છે, તેઓમાંના કેટલાકને હું [તને] સોપું છું. જુઓ, હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને તારે પગે પડશે, અને મેં તારા પર પ્રેમ રાખ્યો છે એવું તેઓ જાણશે.


Lean sinn:

Sanasan


Sanasan