Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 2:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 હવે તમે ઊઠો, આગળ ચાલો, ને આર્નોનની ખીણ ઓળંગો. જુઓ, મેં અમોરી સિહોનને એટલે હેશ્બોનના રાજાને તથા તેના દેશને તારે સ્વાધીન કર્યો છે. તેનું વતન પ્રાપ્ત કરવું શરૂ કર, ને તેની સાથે યુદ્ધ મચાવ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 “આપણે મોઆબ દેશની હદ પસાર કર્યા પછી પ્રભુએ આપણને કહ્યું, ‘હવે ઊઠો અને અહીંથી આગળ વધો અને આર્નોન નદી ઓળંગો! જુઓ, હેશ્બોનના રાજા અમોરી સિહોનને તથા તેના દેશને પ્રભુએ તમારે હવાલે કર્યાં છે. તેના પર આક્રમણ કરો અને તેનો પ્રદેશ કબજે કરવા લાગો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 “હવે તમે ઊઠો, આગળ ચાલો અને આર્નોનની ખીણ ઓળંગો; જુઓ, મેં હેશ્બોનના રાજા અમોરી સીહોનને તેમ જ તેના દેશને તમારા હાથમાં સોંપી દીધો છે. તેનું વતન જીતવાનું શરૂ કરો અને તેની સાથે યુદ્ધ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 “પદ્ધી યહોવાએ આપણને કહ્યું, ‘હવે, ચાલો, નીકળી પડો અને આનોર્નંની ખીણ વટાવી જાઓ, કારણ, મેં હેશ્બોનના રાજા અમોરી સીહોનને તેમજ તેના પ્રદેશને તમાંરા હાથમાં સોંપી દીધા છે. તેના ઉપર હુમલો કરો અને પ્રદેશ કબજે લેવા માંડો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 2:24
11 Iomraidhean Croise  

“ઈરાનનો રાજા કોરેશ એમ કહે છે કે, આકાશના ઈશ્વર યહોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યાં છે. અને યહૂદિયામાંના યરુશાલેમમાં યહોવાને માટે એક મંદિર બાંધવાની યહોવાએ મને આજ્ઞા આપી છે. તેમના લોકમાંનો જે કોઈ તમારામાં હોય, તે ત્યાં જાય. તેમનો ઈશ્વર યહોવા તેમની સાથે હોજો.” .


તેમાં તેણે પોતે કહ્યું, “આકાશના ઈશ્વર યહોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યાં છે, ને યહૂદિયામાંના યરુશાલેમમાં પ્રભુને માટે મંદિર બાંધવાની મને આજ્ઞા આપી છે.


મેં મારી મહાન શક્તિથી તથા મારા લાંબા કરેલા ભુજથી પૃથ્‌વીને, ને પૃથ્વીના પૃષ્ઠ પરનાં મનુષ્યોને તથા પશુઓને પણ ઉત્પન્ન કર્યાં; અને મને યોગ્ય લાગે તેને હું તે આપું છું.


તેણે જે સેવા બજાવી છે તેના બદલામાં મેં તેને મિસર દેશ આપ્યો છે, કેમ કે તેઓએ મારે માટે કામ કર્યું છે, એમ પ્રભુ યહોવા કહે છે.


જ્યાં જ્યાં માણસો વસે છે, ત્યાં ત્યાં તેણે વનચર જાનવરોને તથા ખેચર પક્ષીઓને આપના હાથમાં આપ્યાં છે. પેલું સોનાનું માથું તે તો આપ છો.


એ દંડાજ્ઞા જાગૃત રહેનારાના હુકમથી, ને એ આજ્ઞા પવિત્ર [દૂતો] ના વચનથી છે. એથી જીવતા [માણસો] જાણે કે પરાત્પર [ઈશ્વર] માણસોનો રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે, ને પોતાની મરજી હોય તેને તે આપે છે, ને કનિષ્ઠ માણસોને તેના ઉપર અધિકારી ઠરાવે છે.


ત્યાંથી ચાલીને તેઓએ ઝેરેદના નીચાણમાં છાવણી કરી.


આર્નોનનીખીણની સરહદ પર અરોએરથી તથા ખીણની અંદરના નગરથી માંડીને ગિલ્યાદ સુધી એકે નગર એવું મજબૂત ન હતું કે જે આપણાથી જીતાય નહિ. યહોવા આપણા ઈશ્વરે બધું આપણને સ્વાધીન કર્યું.


અને સાતમી વખતે એમ થયું કે, યાજકો રણશિંગડાં વગાડતા હતા ત્યારે યહોશુઆએ લોકોને કહ્યું, “હોકારો કરો; કેમ કે યહોવાએ નગર તમને આપ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan