પુનર્નિયમ 19:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 રખેને ખૂનનો બદલો લેનારનો મિજાજ તપી જાય ને મનુષ્યઘાતકની પાછળ લાગીને રસ્તો લાંબો હોવાના કારણથી તે તેને પકડી પાડીને તેને મરણતોલ માર મારે. જો કે અગાઉથી તે [મનુષ્યઘાતક] તેના પર દ્વેષ કરતો ન હોવાને લીધે તે મરણયોગ્ય ન હોય તો પણ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 જો નગરે પહોંચવાનો રસ્તો લાંબો હોય તો ખૂનનો બદલે લેનાર સગો પેલા માણસને રસ્તામાં પકડી પાડશે અને અગાઉથી વેર ન હોવાથી તે માણસ મૃત્યુદંડને પાત્ર ન હોવા છતાં તે તેને ક્રોધના આવેશમાં મારી નાખશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 રખેને લોહીનો બદલો લેનારને ગુસ્સો આવે અને મનુષ્યઘાતકની પાછળ લાગીને રસ્તો લાંબો હોવાના કારણથી તે તેને પકડી પાડીને તેને મરણતોલ માર મારે, જો કે પહેલાથી તે તેના પર દ્રેષ કરતો ન હોવાને લીધે તે મરણયોગ્ય ન હોય તો પણ. Faic an caibideilપવિત્ર બાઈબલ6 એમ બને કે બદલો લેવા માંટે મરનારનો નજીકનો સગો ગુસ્સાથી તેની પાછળ દોડે, તે આ ખાસ શહેર પહોચે તે પહેલા પકડી લે અને માંરી નાખે કારણ કે તે ઘણુ દુર છે. આમ નિર્દોષ વ્યકિતનું લોહી વહેવડાવાય કારણ કે એ ખૂની દેહાંતદંડને પાત્ર ન હતો. તેણે જે માંણસને માંરી નાખ્યો તે તેને ઘૃણા કરતો ન હતો. Faic an caibideil |