પુનર્નિયમ 18:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 જ્યારે પ્રબોધક યહોવાને નામે બોલે, અને જો તે વાત પ્રમાણે ન થાય, અથવા તે પૂરી કરવામાં ન આવે, તો તે વાત યહોવા બોલ્યા નથી [એમ તારે જાણવું]. પ્રબોધક ગર્વથી તે બોલ્યો છે, તેનાથી તું બીશ નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 જો કોઈ સંદેશવાહક પ્રભુને નામે સંદેશ પ્રગટ કરે અને જો તે પ્રમાણે ન બને કે તે આગાહી પૂર્ણ ન થાય તો એ સંદેશ પ્રભુ તરફથી નથી એમ જાણવું. તે સંદેશવાહક માત્ર પોતાના તરફથી બડાઈપૂર્વક બોલ્યો છે, અને તમારે તેનાથી ડરવું નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 જયારે કોઈ પ્રબોધક યહોવાહના નામે બોલે અને જો તે વાત પ્રમાણે ન થાય, અથવા તે પૂરી કરવામાં ન આવે, તો તે વાત યહોવાહ બોલ્યા નથી એમ તમારે જાણવું; પ્રબોધક ગર્વથી તે બોલ્યા છે, તેનાથી તું બીશ નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ22 તો એનો ઉત્તર છે, જયારે કોઈ પ્રબોધક યહોવાના નામે કંઈ કહે અને તે જો સાચું ન પડે તો સમજવું કે, એ યહોવાનું વચન નથી. એ પ્રબોધકની ખોટી વાણી છે, પોતે ઉપજાવી કાઢેલી છે, તેથી તમાંરે તેનાથી ગભરાવું નહિ. Faic an caibideil |
તેણે યહોવાની પ્રાર્થના કરીને કહ્યું, “હે યહોવા, હું તમારી પ્રાર્થના કરું છું કે, જ્યારે હું મારા દેશમાં હતો ત્યારે જ મેં એવું કહ્યું નહોતું? તેથી જ તાર્શીશ નાસી જવાને મેં ઉતાવળ કરી હતી; કેમ કે હું જાણતો હતો કે તમે કૃપાળું તથા કરુણા રાખનાર ઈશ્વર છો. તમે ક્રોધ કરવામાં ધીમા ને ઘણા દયાળુ, એવા ઈશ્વર છો, ને વિપત્તિ [પાડવા] થી તમને પશ્ચાતાપ થાય છે.