Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 18:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તારી મધ્યે એવો કોઈ જન ન હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને ને દીકરીને અગ્નિમાં ચલાવતો હોય, કે જોષ જોતો હોય, કે શકુન જોતો હોય, કે ધંતરમંતર કરનાર, કે જાદુગર,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 તમારામાં કોઈએ પોતાના બાળકોને વેદીના અગ્નિમાં બલિ તરીકે ચડાવવાં નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તમારી મધ્યે એવો કોઈ માણસ હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને કે દીકરીને અગ્નિમાં ચલાવતો હોય, કે, જોષ જોતો હોય કે, શકુન જોતો હોય કે, ધંતરમંતર કરનાર કે જાદુગર,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 કોઈ પણ ઇસ્રાએલીએ પોતાના પુત્ર કે પુત્રીને અગ્નિમાં બલી તરીકે હોમવાં નહિ, કોઇ પણ ઇસ્રાએલી જ્યોતિષ, જાદુગર, ડાકણ, કે માંયાવી જાદુગર બને નહિ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 18:10
36 Iomraidhean Croise  

જેમાંથી મારો ધણી પીએ છે, ને જેથી તે શુકન જુએ છે તે શું આ નથી? આ તો તમે ભૂંડું કર્યું છે.”


પણ તે ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો, ને જે પ્રજાઓને યહોવાએ ઇઝરાયલી લોકો આગળથી હાંકી કાઢી હતી તેમનાં ધિક્કારપાત્ર કૃત્યો પ્રમાણે તેણે પોતાના દીકરાને અગ્નિમાં થઈને ચલાવ્યો.


[યહોવા] ના વિધિઓનો તથા તેમના પિતૃઓની‍‍ સાથે યહોવાએ કરેલા કરારનો, તથા તેમણે તેમને આપેલા સાક્ષ્યોનો તેઓએ ત્યાગ કર્યો હતો. અને વ્યર્થતાની પાછળ ચાલીને તેઓ નકામાં થઈ ગયા, અને તેમની આસપાસ રહેનારી પ્રજાઓ જેમના વિષે યહોવાએ તેમને કહ્યું હતું, “તમારે તેમની જેમ કરવું નહિ, ” તેમનું અનુકરણ તેઓએ કર્યું.


અને તેમના દીકરા તથા દીકરીઓને તેઓએ અગ્નિમાં થઈને ચલાવ્યાં હતાં, ને તેઓ શકુનવિદ્યા તથા જાદુક્રિયાનો ઉપયોગ કરતા હતા, ને યહોવાની ર્દષ્ટિમાં જે ભૂડું હતું તે કરવા માટે પોતાને વેચીને યહોવાને રોષ ચઢાવ્યો હતો.


વળી તેણે પોતાના દીકરાને અગ્નિમાં હોમ્યો, તે શકુનમુહૂર્ત પૂછતો, જાદુ કરતો, ને ભૂવાઓ તથા જાદુગરો સાથે વ્યવહાર રાખતો. તેણે યહોવાની ર્દષ્ટિમાં સર્વ ભૂંડું કરીને તેમને રોષ ચઢાવ્યો.


વળી ભૂવાઓ, જાદુગરો, તરાફીમ, મૂર્તિઓ, ને જે બધી ધિક્કારપાત્ર વસ્તુઓ યહૂદિયા દેશમાં તથા યરુશાલેમમાં જોવામાં આવી. તેઓને યોશિયાએ દૂર કરી, જેથી યહોવાના મંદિરમાંથી હિલ્કિયા યાજકને મળેલા પુસ્તકમાં લખાયેલાં નિયમશાસ્ત્રનાં વચનોને તે અમલમાં લાવે.


એમ શાઉલે યહોવાનું વચન ન પાળવાથી યહોવાની વિરુદ્ધ જે પાપ કર્યું હતું, ને વળી યહોવાને ન પૂછતાં મેલી વિદ્યા જાણનારની સલાહ લીધી હતી, તેને લીધે તે મરણ પામ્યો.


વળી જે વીદેશીઓને યહોવાએ ઇઝઃરાયલીઓની આગળથી હાંકી કાઢ્યા હતા તેઓની ધિક્કારપાત્ર વર્તણૂક પ્રમાણે તે હિન્‍નોમપુત્રની ખીણમાં ધૂપ બાળતો ને પોતાનાં છોકરાંને અગ્નિમાં હોમતો.


વળી તેણે હિન્નોમપુત્રોની ખીણમાં પોતાનાં છોકરાંનું અગ્નિમાં બલિદાન આપ્યુ, શુકન જોવડાવ્યાં, જાદુમંત્રોનો ઉપયોગ કર્યો, ને ભૂવા તથા જાદુગરોની સાથે વ્યવહાર રાખ્યો. આ પ્રમાણે યહોવાની ર્દષ્ટિમાં ભુડું કરીને તેણે પોતાના ઉપર તેનો કોપ વહોરી લીધો.


જો તેનો પિતા તેને તેની સાથે પરણાવવાને ઇનકાર કરે, તો કુમારિકાના પલ્લા પ્રમાણે તે પૈસા ભરી આપે.


તું જાદુગરેણને જીવતી રહેવા ન દે.


અધિક સલાહોથી તું કાયર થયેલી છે; તારા પર જે આવનાર છે તેથી નક્ષત્રો ઠરાવનાર, જ્યોતિષીઓ, અમાવાસ્યાસૂચકો ઊભા થઈને તારો બચાવ ભલે કરે.


કેમ કે તમને તમારા વતનથી દૂર કરવા માટે, ને હું તમને ખદેડી મૂકું ને તમે નષ્ટ થાઓ, તે માટે તેઓ તમને ખોટું ભવિષ્ય કહે છે.


તેથી તમારા પ્રબોધકો, તમારા જોશીઓ, તમારાં સ્વપ્નો [જોનારાઓ] , તમારા કામણટુમણ કરનારા તથા તમારા ભૂવાઓ તમને કહે છે, ‘તમે બાબિલના રાજાના હાથમાં પડશો નહિ, ’ તેઓનું તમે સાંભળશો નહિ;


વળી તેઓએ મોલેખની સેવામાં પોતાના દીકરા તથા દીકરીઓને અગ્નિમાં હોમવા માટે હિન્નોમના પુત્રની ખીણમાં બાલનાં ઉચ્ચસ્થાનો બાંધ્યાં છે. મેં તેઓને એવી આજ્ઞા આપી નથી, ને ધિક્કારપાત્ર કામો કરીને તેઓ યહૂદિયાની પાસે પાપો કરાવે એવો વિચાર મારા મનમાં આવ્યો નથી.”


તેઓએ પોતાના દીકરાઓ તથા દીકરીઓને અગ્નિમાં બલિદાન આપવા માટે, હિન્નોમના પુત્રની ખીણમાં, તોફેથ આગળ ઉચ્ચસ્થાનો બાંધ્યાં છે; એવું મેં ફરમાવ્યું નહોતું, ને એવું મારા મનમાં પણ આવ્યું નહોતું”


તમે કોઇ પણ વસ્‍તુ તેના રક્ત સહિત ન ખાઓ, અને તમે મંત્ર ન વાપરો, તેમ જ શુકનનો ઉપચાર પણ ન કરો.


તમે ભૂતવૈદોની તરફ તથા જાદુગરોની તરફ ન ફરો; તેઓને શોધી કાઢીને તેઓથી અશુદ્ધ ન થાઓ; હું યહોવા તમારો ઈશ્વર છું.


અને જે જન ભૂતવૈદોની તરફ તથા જાદુગરોની તરફ ફરીને તેમની પાછળ વંઠી જાય, તે જનની વિરુદ્ધ હું મારું મુખ રાખીશ, ને તેને તેના લોકો મધ્યેથી નષ્ટ કરીશ.


વળી હું જાદુક્રિયાઓને તારા હાથમાંથી નષ્ટ કરીશ. અને [હવે પછી] તારામાં જોષીઓ હશે નહિ.


“વળી ન્યાય કરવા હું તમારી નજીક આવીશ; અને જાદુગરો તેમ જ વ્યભિચારીઓ તથા જૂઠા સોગન ખાનારાઓની વિરુદ્ધ, મજુર પર તેની મજૂરીના સંબંધમાં [જુલમ કરનારની] , અને વિધવા તથા અનાથ પર જુલમ કરનારની વિરુદ્ધ, અને પરદેશી [નો હક] પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


ઘણા જાદુગરોએ પોતાનાં પુસ્તકો એકત્ર કરીને સર્વના જોતાં તેઓને બાળી નાખ્યાં. તેઓનું મૂલ્ય ગણી જોતાં તે પચીસ હજાર રૂપિયા થયું.


પણ સિમોન નામે એક માણસ તે શહેરમાં અગાઉ જાદુ કરતો હતો, અને હું કોઈ મહાન વ્યક્તિ છું એમ કહીને સમરૂનના લોકોને છક કરી નાખતો હતો.


મૂર્તિપૂજા, જાદુ, વૈરભાવ, કજિયા, કંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી,


યહોવા તારા ઈશ્વર વિષે તું એમ કરીશ નહિ; કેમ કે જે સર્વ અમંગળ કર્મો પર યહોવાનો ધિક્કાર છે, તે તેઓએ તેમનાં દેવદેવીઓની સેવામાં કર્યાં છે, કેમ કે તેઓનાં દીકરાદીકરીઓને પણ તેઓ તેમનાં દેવદેવીઓની આગળ આગમાં બાળી નાખે છે.


કેમ કે વિરોધ એ જોષ જોવાના પાપ જેવો છે, ને હઠીલાઈ એ દુષ્ટતા તથા મૂર્તિપૂજા જેવી છે. તેં યહોવાનું વચન નકાર્યું છે, માટે યહોવાએ પણ તને રાજા તરીકે નકાર્યો છે.”


હવે શમુએલ મરણ પામ્યો હતો, ને સર્વ ઇઝરાયલે તેને માટે શોક કરીને તેને રામામાં, એટલે તેના પોતાના નગરમાં દાટ્યો હતો. શાઉલે ભૂવા તથા જાદુગરોને દેશમાંથી કાઢી મૂક્યા હતા.


ત્યારે શાઉલે પોતાના ચાકરોને કહ્યું, “મેલી વિદ્યા જાણનાર કોઈ સ્‍ત્રીને મારે માટે શોધી કાઢો, ને હું તેની પાસે જઈને તેને પૂછી જોઉં.” તેના ચાકરોએ તેને કહ્યું, “જો, એન-દોરમાં મેલી વિદ્યા જાણનાર એક સ્‍ત્રી છે.”


શાઉલે વેષ બદલવાને જુદાં વસ્‍ત્રો પહેર્યાં, ને તે તથા તેની સાથે બે માણસો ચાલીને રાત્રે તે સ્‍ત્રી પાસે ગયા. તેણે તે સ્‍ત્રીને કહ્યું, “કૃપા કરીને તારા સાધેલા ભૂતની મદદથી મારું ભવિષ્ય જો, ને જેનું નામ હું તને કહું તેને મારે માટે હાજર કર.”


તે સ્‍ત્રીએ તેને કહ્યું, “જો શાઉલે શું કર્યું છે તે તું જાણે છે, એટલે કે તેણે ભૂવાઓને તથા જાદુગરોને દેશમાંથી નાબૂદ કર્યા છે. તો મને મારી નંખાવવા માટે તું મને ફાંદામાં પાડવા કેમ માગે છે?”


Lean sinn:

Sanasan


Sanasan