Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 18:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 લેવી યાજકોને, એટલે લેવીના આખા કુળને, ઇઝરાયલની સાથે ભાગ કે વારસો ન મળે. તેઓ યહોવાના હોમયજ્ઞ તથા તેના વારસા ઉપર ગુજરાન ચલાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 “લેવીકુળના યજ્ઞકારો સહિત લેવીકુળના સમગ્ર લોકોને ઇઝરાયલમાં જમીનનો હિસ્સો કે વારસો મળશે નહિ; એને બદલે, તેમણે પ્રભુને અર્પાયેલાં અગ્નિબલિ અને તેમના હિસ્સામાંથી ગુજરાન ચલાવવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 લેવી યાજકો તથા લેવીના આખા કુળને ઇઝરાયલની સાથે ભાગ કે વારસો ન મળે; તેઓ યહોવાહને ચઢાવેલાં હોમયજ્ઞો અને તેમના વારસા ઉપર ગુજરાન ચલાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “યાદ રાખજો, યાજકો તથા લેવી કુળસમૂહના અન્ય સર્વ સભ્યોને ઇસ્રાએલમાં કોઈ પ્રદેશ ફાળવવામાં નહિ આવે, તેઓ યહોવાને ચઢાવેલાં યજ્ઞ અને બીજા બલિદાન ઉપર ગુજરાન ચલાવે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 18:1
12 Iomraidhean Croise  

તેમ જ મારી આગળ દહનીયાર્પણ ચઢાવનાર, ખાદ્યાર્પણ બાળનાર તથા નિત્ય યજ્ઞ કરનાર પુરુષની ખોટ લેવી યાજકોમાં પડશે નહિ.”


તઓને એક વારસો મળશે; હું તેઓનો વારસો છું; અને તમારે તેઓને ઇઝરાયલમાં કંઇ વતન આપવું નહિ; હું તેઓનું વતન છું.


અને યહોવાએ હારુનને કહ્યું, “તેઓના દેશમાં તારે કંઈ વતન ન હોય, ને તેઓ મધ્યે તારે કંઈ ભાગ પણ ન હોય. ઇઝરાયલીઓ મધ્યે તારો ભાગ તથા તારું વતન હું જ છું.


અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ, એટલે એક માસના તથા તેથી વધારે વયના, સર્વ નટો ત્રેવીસ હજાર હતા; કેમ કે ઇઝરાયલી લોકો મધ્યે તેઓની ગણતરી થઈ નહોતી, કેમ કે ઇઝરાયલી લોકોમાં તેઓને વારસો મળ્યો ન હતો.


તે માટે લેવીને પોતાના ભાઈઓની સાથે કંઈ ભાગ કે વારસો મળ્યો નથી. જેમ યહોવા તારા ઈશ્વરે તેને કહ્યું તેમ યહોવ પોતે તેનો વારસો છે.]


પોતા વિષે સંભાળ કે, જ્યાં સુધી તું આ તારી ભૂમિ પર રહે ત્યાં સુધી લેવીનો ત્યાગ તારે કરવો નહિ.


માત્ર લેવીના કુળને તેણે કંઈ વતન આપ્યું નહિ. ઇઝરાયલના ઈશ્વર યહોવાને અગ્નિ વડે, અર્પાયેલા જે અર્પણો, તે જ તેઓનું વતન છે. જેમ તેણે તેને કહ્યું હતું તેમ.


પણ લેવીના કુળને મૂસાએ કંઈ વતન આપ્યું નહિ. ઇઝરાયલનો ઈશ્વર યહોવા એ જ તેઓનું વતન છે, જેમ તેણે તેઓને કહ્યું હતું તેમ.


કેમ કે લેવીઓને તમારી મધ્યે ભાગ [મળવાનો] નથી; કેમ કે યહોવાનું યાજકપદ એ જ તેઓનું વતન છે; અને ગાદને તથા રુબેનને તથા મનાશ્‍શાના અર્ધકુળને યર્દનની પેલી તરફ પૂર્વમાં, જે વતન યહોવાના સેવક મૂસાએ તેઓને આપ્યું, તે તેઓને મળ્યું છે.”


Lean sinn:

Sanasan


Sanasan