Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 17:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 જો ખૂન વિષે કે મિલકતના દાવા વિષે કે મારામારી વિષે વાદી પ્રતિવાદી વચ્ચે એવો મુકદ્દમો ઊભો થાય કે તેનો ઇનસાફ તારાથી થઈ શકે એમ ન હોય, ને તે તકરારી બાબતો તારી ભાગળોની અંદર બની હોય, તો તારે ઊઠીને યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 “તમારા નગરમાં ખૂન, સંપત્તિના દાવા કે મારામારીના જુદા જુદા પ્રકારના એવા વિરોધાભાસી કેસ ઊભા થાય કે સ્થાનિક ન્યાયાધીશો માટે તેનો નિકાલ મુશ્કેલ જણાય, તો તમારા ઈશ્વર પ્રભુએ પસંદ કરેલ સ્થળે જવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જો કોઈ વાતનો ન્યાય આપવો તમને બહુ મુશ્કેલ લાગે, જેમ કે ખૂનનો, મિલકતના હકનો, મારામારીનો એક કે બીજી વ્યક્તિ વચ્ચે વિવાદનો કે, કોઈ ઈજાનો પ્રશ્ન હોય કે તમારા નગરના દરવાજામાં કોઈ બાબતનો મતભેદ હોય, તો તમારે યહોવાહ તમારા ઈશ્વર પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાં જવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “કોઈ વાર કોઈ ખટલાનો ચુકાદો આપવો તમને બહું મુશ્કેલ લાગે-જેમ કે ખૂનનો, મિલકતના હકનો કે માંરામાંરીનો કે તમાંરા શહેરોમાંના કોઇ વિવાદનો જો કોઈ આવો ખટલો તમાંરી સમક્ષ આવે તે બાબત તમાંરે જે જગ્યા તમાંરા દેવ યહોવા પસંદ કરશે ત્યાં લઇ જવી.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 17:8
28 Iomraidhean Croise  

અને આબ્શાલોમ વહેલી સવારે ઊઠીને દરવાજાના રસ્તાની બાજુએ ઊભો રહેતો; અને એમ થતું કે કોઈ માણસની એવી ફરિયાદ હોય કે જેના ચુકાદા માટે રાજા પાસે જવું પડે, ત્યારે ત્યારે આબ્‍શાલોમ તેને બોલાવીને પૂછતો, “તું ક્યા નગરનો છે?” ત્યારે તે કહેતો, “તારો દાસ ઇઝરાયલના અમુક કુળમાંનો છે.”


ઇસહારીઓમાંનો કનાન્યા તથા તેના પુત્રો બહારના કામને માટે ઇઝરાયલ પર અધિકારીઓ તથા ન્યાયાધીશો હતા.


અને મૂસાએ તેના સસરાને કહ્યું, “લોકો ઈશ્વરની સલાહ લેવાને મારી પાસે આવે છે.


અને તેઓ સર્વ પ્રસંગે લોકોનો ન્યાય કરતાં; અને અઘરા મુકદમા તેઓ મૂસાની પાસે લાવતા, પણ પ્રત્યેક નજીવી તકરાર તેઓ પોતે ચૂકવતા.


અને જો કોઈ પોતાના દાસને કે પોતાની દાસીને લાકડીથી મારીને તેને ઠેર મારી નાખે, તો તેને નક્‍કી શિક્ષા થાય.


અને જો માણસો એકબીજા સાથે લડતાં કોઈ ગર્ભપાત નીપજે, પણ પાછળથી બીજું કંઈ નુકશાન ન થાય; તો તે સ્‍ત્રીનો ધણી તેને માથે ઠરાવે એટલો દંડ તેને આપવો પડશે; અને ન્યાયાધીશો ઠરાવે તે પ્રમાણે તે આપે.


અને જો કોઈ બળદ કોઈ પુરુષને કે કોઈ સ્‍ત્રીને શિંગડું મારીને તેનું મોત નિપજાવે, તો તે બળદને નક્‍કી પથ્થરે મારવો, ને તેનું માંસ ન ખાવું; પણ બળદનો માલિક નિર્દોષ ઠરે.


જો કોઈ ચોર ખાતર પાડતાં પકડાઈ જઈને એવો માર ખાય કે તે મરી જાય, તો તે ખૂન કર્યું ગણાય નહિ.


ચોર ન પકડાય તો પોતે પોતાના પડોશીના માલ પર હાથ માર્યો છે કે નહિ [તેના નિર્ણય માટે] તે ધરધણી ન્યાયાધીશો આગળ રજૂ થાય.


વળી તકરારની બાબતમાં તેઓ ન્યાય કરવા ઊભા રહે, મારા કનૂનો પ્રમાણે તેઓ તેનો ન્યાયકરે, અને મારાં સર્વ મુકરર પર્વોમાં તેઓ મારા નિયમો તથા મારા વિધિઓ પાળે; અને મારા સાબ્બાથોને તેઓ પવિત્ર માને.


કેમ સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “હવે યાજકોને પૂછ કે નિયમશાસ્ત્ર પ્રમાણે,


કેમ કે યાજકના હોઠોમાં ન હોવું જોઈએ, ને લોકોએ તેના મુખમાંથી નિયમ શોધવો જોઈએ; કેમ કે તે સૈન્યોના [ઇશ્વર] યહોવાનો દૂત છે.


ત્યારે તમે પોતાને માટે આશ્રયનગરો તરીકે અમુક નગરો ઠરાવો. એ માટે કે જે કોઈ અજાણતાં કોઈને મારી નાખે તે ત્યાં નાસી જાય.


પણ જો તે તેને લોઢાના ઓજરથી એવી રીતે મારે કે તેથી તેનું મોત નીપજે, તો તે ખૂની છે; ખૂનીને તો નક્કી દેહાતદંડ આપવો.


ન્યાય કરતાં તમારે આંખની શરમ રાખવી નહિ. નાના તથા મોટાનું સરખી રીતે સાંભળવું. માણસનું મોં જોઈને તમારે બીવું નહિ; કેમ કે ન્યાય કરવો એ તો ઈશ્વરનું [કામ] છે. અને જે મુકદ્દમો તમને અઘરો પડે તે તમારે મારી પાસે લાવવો, એટલે તે હું સાંભળીશ.


ત્યારે એમ થાય કે પોતાનું નામ રાખવા માટે યહોવા તમારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે ત્યાં, જે સર્વ વિષે હું તમને આ કરું છું તે તમારે લાવવું; એટલે તમારાં દહનીયાર્પણો, તથા તમારા યજ્ઞ તમારા દશાંશો, તથા તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણો અને જે બધી શ્રેષ્ઠ માનતાઓ તમે યહોવા પ્રત્યે માનો તે [તમારે લાવવાં].


પણ જે સ્થળ યહોવા તારા ઈશ્વર તારાં કુળોમાંના એકમાં પસંદ કરે ત્યાં તારે તારાં દહનીયાર્પણો ચઢાવવાં, ને ત્યાં મારું ફરમાવેલું બધું તારે કરવું.


પણ તમારા સર્વ કુળોમાંથી જે સ્થળ યહોવા તમારા ઈશ્વર પોતાનું નામ રાખવા માટે પસંદ કરશે તે સ્થળ આગળ એટલે તેના રહેઠાણ આગળ તમારે ભેગા થવું, ને ત્યાં તારે આવવું.


તો જે બે માણસોને તકરાર હોય તેઓએ, તે દિવસોમાં જે યાજકો તથા ન્યાયાધીશો હોય, તેઓની આગળ યહોવાની સમક્ષ હાજર થવું.


અને જે મનુષ્યઘાતક ત્યાં નાસી જઈને બચી જાય તેના વિષેની વાત આ પ્રમાણે છે: [એટલે] જે કોઈને પોતાના પડોશી ઉપર અગાઉ દ્વેષ ન હતો, પણ જે અજાણે તેને મારી નાખે તે.


અને યાજકો, એટલે લેવી પુત્રો, પાસે આવે; કેમ કે પોતાની સેવા કરવાને તથા યહોવાને નામે આશીર્વાદ આપવાને યહોવા તારા ઈશ્વરે તેઓને પસંદ કર્યા છે, અને તેઓના કહ્યા પ્રમાણે પ્રત્યેક તકરાર તથા પ્રત્યેક મારનો નિવેડો થાય.


જો કોઈ માણસોની વચ્ચે તકરાર હોય ને તેઓ દાદ માગવા આવે, ને [ન્યાયધીશો] તેમનો ન્યાય કરે, તો ન્યાયીને ન્યાયી ઠરાવવો, ને દુષ્ટને ગુનેગાર ઠરાવવો.


Lean sinn:

Sanasan


Sanasan