Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 17:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તેમ જ તે ઘણી સ્‍ત્રીઓ કરે નહિ, એ માટે કે તેનું મન ભમી ન જાય. તેમ જ પોતાને માટે સોનુંરૂપું અતિશય ન વધારે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 વળી, રાજાએ પોતાને માટે ઘણી પત્નીઓ રાખવી નહિ; નહિ તો તેનું મન પ્રભુ તરફથી ભટકી જશે. તેણે પોતાને માટે મોટા જથ્થામાં સોનાચાંદીનો સંગ્રહ કરવો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 વળી તે ઘણી પત્નીઓ કરે નહિ. કે જેથી તેનું હૃદય યહોવાહ તરફથી વિમુખ થઈ ન જાય. વળી તે પોતાને સારુ સોનુંચાંદી અતિશય ન વધારે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 વળી તેણે વધારે પત્નીઓ પણ કરવી નહિ. નહિ તો તેનું હૃદય યહોવા તરફથી વિમુખ થઈ જવાનો ભય છે. વળી તેણે વધારે સોનું; ચાંદી પણ સંઘરવુ નહિ. તે અતિ શ્રીમંત ન હોવો જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 17:17
22 Iomraidhean Croise  

એ માટે માણસ પોતાનાં માતપિતાને છોડીને, પોતાની પત્નીને વળગી રહેશે; અને તેઓ એક દેહ થશે.


યહોવા એમ કહે છે, ‘જો, હું તારા ઘરમાંથી જ તારી વિરુદ્ધ ખલેલ ઊભી કરીશ, હું તારી નજર આગળ તારી પત્નીઓને લઈને તે તારા પડોશીને આપીશ, ને આ સૂર્યના દેખતાં તે તારી પત્નીઓની આબરૂ લેશે.


હેબ્રોનથી આવ્યા પછી દાઉદે યરુશાલેમમાંથી બીજી વધારાની ઉપપત્નીઓ તથા સ્‍ત્રીઓ કરી. અને દાઉદને હજી બીજા દિકરા તથા દિકરીઓ થયાં.


સુલેમાન રાજાના પીવાના સર્વ પાત્રો સોનાનાં હતાં, ને લબાનોન વનગૃહમાંનાં સર્વ પાત્રો ચોખ્ખા સોનાનાં હતાં.રૂપાનું એક પણ નહોતું. સુલેમાનના સમયમાં એ કંઈ વિસાતનું ગણાતું નહોતું.


રાજાએ યરુશાલેમમાં રૂપું એટલું બધું વધારી દીધું કે તે પથ્થરને તોલે થઈ પડ્યું. તથા એરેજકાષ્ટ એટલા બધાં વધાર્યા કે તે નીચાણના પ્રદેશના ગુલ્લરના લાકડાને તોલે થઈ પડ્યાં.


દાઉદ યરુશાલેમમાં બીજી સ્ત્રીઓ પરણ્યો; ત્યાં તેને બીજા પુત્રો તથા પુત્રીઓ થયા.


રાજાએ યરુશાલેમમાં સોનુરૂપું એટલું બધું વધારી દીધું કે તે પથ્થરને તોલે થઈ પડ્યું, ને એરેજવૃક્ષોને એટલાં બધાં વધાર્યા કે તે નીચાણના પ્રદેશમાંના ગુલ્લરો સરખાં થઈ પડ્યાં.


રહાબામ પોતાની સર્વ પત્નીઓ તથા પોતાની ઉપપત્નીઓ કરતાં આબ્શાલોમની પુત્રી માકા પર વધારે પ્રેમ રાખતો હતો. (તેણે તો અઢાર પત્નીઓ તથા સાઠ ઉપપત્નીઓ કરી હતી, તેને અઠ્ઠાવીસ પુત્રો તથા સાઠ પુત્રીઓ થયા.


ઇઝરાયલના રાજા સુલેમાનને શું એ બાબતો વિષે પાપ નહોતું કર્યું? જો કે ઘણા રાષ્ટ્રોમાં તેના જેવો રાજા કોઈ ન હતો, તે પોતાના ઈશ્વરનો વહાલો હતો, અને ઈશ્વરે તેને સર્વ ઇઝરાયલીઓ ઉપર રાજા ઠરાવ્યો હતો; તેમ છતાં તેની પરદેશી સ્ત્રીઓએ તેની પાસે પાપ કરાવ્યું.


જુલમ પર ભરોસો રાખો નહિ, અને લૂંટમાં અભિમાન કરો નહિ; જો ધન વધે, તો તે પર મન લગાડો નહિ.


સ્‍ત્રીઓને તારું બળ, તથા રાજાઓનો નાશ કરનારાને તું વશ થતો નહિ.


વળી જેનામાં આત્માનો અંશ હતો, તેણે એ પ્રમાણે કર્યું નથી? તે એક જણે શા માટે એમ કર્યું? તે ધાર્મિક સંતાનની ઈચ્છા રાખતો હતો માટે. એ માટે તમારા મન વિષે સાવધાન રહો, ને કોઈ પણ પોતાની જુવાનીની પત્ની સાથે કપટથી ન વર્તો.


અને કાંટાનાં જાળાંમાં જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે, ને તે નિષ્ફળ થઈ જાય છે.


ને કહ્યું કે, ‘તે કારણને લીધે માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે; અને બન્‍ને એક દેહ થશે.’


તેમણે તેઓને કહ્યું, “સાવધાન રહો, અને સર્વ [પ્રકારના] લોભથી દૂર રહો, કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.”


આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે કે, તેઓ અહંકાર ન કરે, અને દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણ જે ઈશ્વર આપણા ઉપભોગને માટે ઉદારતાથી સર્વ આપે છે તેમના પર આશા રાખે.


પણ જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે કે, જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડુબાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan