Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 17:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 ફક્ત એટલું જ કે તે પોતાના માટે ઘોડાનો જથો વધારવાની મતલબથી લોકોને તે મિસરમાં પાછા ન મોકલે; કેમ કે યહોવાએ તમને કહ્યું છે કે, તમારે હવે પછી કદી એ રસ્તે પાછા જવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 પણ રાજા પોતાના લશ્કર માટે મોટી સંખ્યામાં ઘોડા એકઠા ન કરે અને ઘોડાઓની સંખ્યા વધારવા માટે લોકોને ઇજિપ્ત દેશમાં પાછા ન મોકલે; કારણ કે, પ્રભુએ તમને કહ્યું છે કે, ‘તમારે કદીયે એ માર્ગે પાછા જવું નહિ.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ફક્ત આટલું જ કે તે પોતાને માટે મોટી સંખ્યામાં ઘોડાઓ ન રાખે. અને પોતાના ઘોડાઓની સંખ્યામાં વધારો કરવાના મતલબથી તે લોકોને પાછા મિસર ન મોકલે. કેમ કે યહોવાહે તમને કહ્યું છે કે “તમારે હવે પછી કદી એ રસ્તે પાછા જવું નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તે રાજા પાસે મોટી સંખ્યામાં ઘોડાઓ ન હોવા જોઇએ. અને તેણે ઘોડાઓ લાવવા માંટે પોતાના માંણસોને મિસર મોકલવા નહિ. યહોવાએ આદેશ કર્યો છે કે, ‘તમાંરે ફરી કદી મિસર પાછા જવું નહિ.’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 17:16
23 Iomraidhean Croise  

અને દાઉદે તેની પાસેથી એક હજાર [રથો] ને સાતસો સવારો તથા વીસ હજાર પાયદળ લઈ લીધાં. અને દાઉદે રથના સર્વ ઘોડાના પાછલા પગની નસો કાપી નાખી, પણ તેઓમાંથી એકસો રથને માટે [જોઈતા ઘોડા] જીવતા રાખ્યા.


એવામાં હાગ્ગીથના દીકરા અદોનિયાએ ગર્વિષ્ઠ થઈને કહ્યું, “ હું રાજા થઈશ.” અને તેણે પોતાને માટે રથો, સવારો તથા પોતાની આગળ દોડવા માટે પચાસ માણસો ઊભા કર્યા.


સુલેમાનને પોતાના રથોના ઘોડાને માટે ચાળીસ હજાર તબેલા, ને બાર હજાર સવાર હતા.


માટે હવે મારે માટે લબાનોન પરથી એરેજવૃક્ષો કપાવવાની આજ્ઞા આપો. મારા ચાકરો તમારા ચાકરોની સાથે રહેશે. અને તમે જે પ્રમાણે કહેશો તે પ્રમાણે હું તમને તમારા ચાકરોનું વેતન આપીશ; કેમ કે તમે જાણો છો કે, અમારામાં સિદોનીઓના જેવા‍ ચતુર લાકડાં કાપનાર માણસ કોઈ નથી.”


સુલેમાનના ઘોડા મિસરમાંથી લાવેલા હતા. રાજાના સોદાગરો તેમને જથાબંધ, એટલે દરેક જથાની અમુક કિંમત આપીને, રાખતા હતા.


સુલેમાનની પાસે ઘોડાઓને માટે અને રથોને માટે‍ ચાર હજાર તબેલા, તથા બાર હજાર સવારો હતા, તેણે [તેમને] રથોનાં નગરોમાં તેમ જ યરુશાલેમમાં પોતાની પાસે રાખ્યા હતા.


કોઈ રથ પર [ભરોસો રાખે છે] અને કોઈ ઘોડા પર, પણ આપણે આપણા ઈશ્વર યહોવાના નામનું સ્મરણ કરીશું.


અને ફારુને લોકોને જવા દીધા ત્યાર પછી એમ થયું કે, પલિસ્તીઓનો દેશ નજીક હતો તોપણ ઈશ્વરે તેઓને તે માર્ગે થઈને ચલાવ્યા નહિ; કમે કે ઈશ્વરે કહ્યું, “રખેને યુદ્ધ જોઈને લોકો પસ્તાય, ને મિસરમાં પાછા જાય.”


પણ ઈશ્વરે લોકોને ફંટાવીને સૂફ સમુદ્ર પાસેના અરણ્યને માર્ગે ચલાવ્યા. અને ઇઝરાયલી લોકો શસ્‍ત્રસજ્‍જિત થઈને મિસર દેશમાંથી નીકળ્યા હતા.


અને મૂસાએ લોકોને કહ્યું, “બીશો નહિ, ઊભા રહો, ને યહોવા આજે તમારે માટે જે બચાવ કરશે તે જુઓ; કેમ કે જે મિસરીઓને આજે તમે જુઓ છો, તેઓને તમે ફરી કદી જોશો નહિ.


વળી તેમનો દેશ સોનારૂપાથી ભરપૂર થયો છે, તેઓના ખજાનાનો પાર નથી; તેમનો દેશ ઘોડાઓથી ભરપૂર છે, અને તેમના રથનો પાર નથી.


હે યહૂદિયાના બાકી રહેલા લોકો, તમારા વિષે યહોવાએ કહ્યું છે, “તમે મિસરમાં ન જાઓ; આજ મેં તમને ચેતવ્યા છે એવું ખચીત જાણો.”


પણ તેને ઘોડા તથા ઘણા લોકો આપવામાં આવે ઞર મતલબથી તેણે પોતાના એલચીઓને મિસરમાં મોકલીને તેની વિરુદ્ધ બંડ કર્યું, શું તે ફતેહ પામશે? આવા કામો કરનાર શું બચી જશે? શુ તે કરાર તોડ્યા છતાં પણ બચી જશે?


તે મિસર દેશમાં પાછો જશે નહિ, પણ આશૂર તેનો રાજા થશે, કેમ કે તેઓએ [મારી તરફ] પાછા ફરવાની ના પાડી.


આશૂર અમારો ઉદ્ધાર કરશે નહિ. એમે ઘોડાઓ પર સવારી કરીશું નહિ; અને હવે પછી કદી અમે અમારા હાથોની કૃતિને અમારા દેવો કહીશું નહિ; અનાથો પર તમારી રહેમનજર રહે છે.”


વળી યહોવા કહે છે, “તે દિવસે હું તારામાંથી તારા ઘોડાઓનો સંહાર કરીશ, તારા રથોનો નાશ કરીશ.


અને જે માર્ગ વિષે મેં તને કહ્યું હતું કે, તું તે માર્ગ ફરી કદી જોશે નહિ, તે માર્ગ વહાણોમાં યહોવા તને ફરીથી મિસરમાં લાવશે. અને ત્યાં તમે દાસો તથા દાસીઓ થવા માટે તમારા શત્રુઓને ત્યાં વેચાઈ જવા માગશો, પણ તમને કોઈ ખરીદશે નહિ.


વળી તેણે કહ્યું, “જે રાજા તમારા ઉપર રાજ કરશે તે આવો થશે:તે તમારા પુત્રોને પકડીને તેઓને પોતાના રથોને માટે ને પોતાના સવારો તરીકે રાખશે; અને તેઓ તેના રથની આગળ દોડશે.


Lean sinn:

Sanasan


Sanasan