Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 16:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 “જે સર્વ ગામો યહોવા તારા ઈશ્વર તને આપે તેમની અંદર તું તારે માટે તારાં કુળો પ્રમાણે ન્યાયાધીશો તથા અમલદારો ઠરાવ. અને તેઓ અદલ ન્યાયીપણાથી લોકોનો ન્યાય ચૂકવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 “તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલાં સર્વ નગરોમાં તમારાં કુળો પ્રમાણે ન્યાયાધીશોની તથા બીજા અધિકારીઓની નિમણૂક કરજો. તેમણે પક્ષપાત વગર લોકોનો ન્યાય કરવાનો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 જે નગરની ભાગળ યહોવાહ તારા ઈશ્વર તમને આપે તેમાં તમે તમારા માટે તમારા કુળોમાંથી ન્યાયાધીશો તથા બીજા અધિકારીઓની નિમણૂક કરો, તેઓ લોકોનો ઉચિત ન્યાય કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 “તમાંરા યહોવા દેવ તમને જે બધાં નગરો આપે તેમાં તમાંરે વંશવાર ન્યાયાધીશો તથા બીજા વહીવટી અધિકારીઓની નિમણૂક કરવી, અને તેઓએ સમગ્ર દેશમાં ઉચિત ન્યાય કરવો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 16:18
22 Iomraidhean Croise  

તેઓમાંના ચોવીસ હજારને યહોવાના મંદિરના કામ પર દેખરેખ રાખવાને નીમ્યા. છ હજાર અમલદારો તથા ન્યાયાધીશો હતા.


ઇસહારીઓમાંનો કનાન્યા તથા તેના પુત્રો બહારના કામને માટે ઇઝરાયલ પર અધિકારીઓ તથા ન્યાયાધીશો હતા.


તું એઝરા, તારા ઈશ્વરનું જે જ્ઞાન તને પ્રાપ્ત થયેલું છે તે પ્રમાણે અમલદારો તથા ન્યાયાધીશો ઠરાવજે કે, નદી પારના જે લોક તારા ઈશ્વરના નિયમો જાણનારા છે, તે સર્વનો ન્યાય તેઓ કરે; અને જે કોઈ તે નિયમોથી અજાણ હોય તેને તારે શીખવવું.


વળી તું સર્વ માણસોમાંથી હોશિયાર માણસોને, એટલે ઈશ્વરનો ડર રાખનાર સત્ય પુરુષોને તથા સ્વાર્થદ્વેષકોને શોધી કાઢીને તેઓને હજાર હજારના ઉપરીઓ, સો સોના ઉપરીઓ, પચાસ પચાસના ઉપરીઓ, તથા દશ દશના ઉપરીઓ તેઓના ઉપર ઠરાવ;


અને જો માણસો એકબીજા સાથે લડતાં કોઈ ગર્ભપાત નીપજે, પણ પાછળથી બીજું કંઈ નુકશાન ન થાય; તો તે સ્‍ત્રીનો ધણી તેને માથે ઠરાવે એટલો દંડ તેને આપવો પડશે; અને ન્યાયાધીશો ઠરાવે તે પ્રમાણે તે આપે.


તો તેનો શેઠ તેને ન્યાયાધીશોની રૂબરૂ લઈ જાય, ને તે તેને દ્વાર પાસે કે બારસાખ પાસે લાવે; અને તેનો શેઠ તેનો કાન આરથી વીંધે; એટલે કે તે સદાને માટે તેનો દાસ થાય.


તેનો પતિ દેશની ભાગળમાં બેસનાર આગેવાનોમાં પ્રખ્યાત છે.


‘હત્યા ન કર, ને જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે’ એમ પુરાતન કાળમાં લોકોને કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે.


પણ હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અને જે પોતાના ભાઈને ‘પાજી’ કહેશે તે ન્યાયસભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અને જે તેને કહેશે કે, ‘તું મૂર્ખ છે, ’ તે અગ્નિની ગેહેન્‍નાના જોખમમાં આવશે.


પ્રત્યેક પુરુષ પોતાની શક્તિ પ્રમાણે, એટલે જે આશીર્વાદ યહોવા તારા ઈશ્વરે તને આપ્યો છે, તેના પ્રમાણમાં આપે.


તું ન્યાય ન મરડ; આંખની શરમ ન‍‍ રાખ; તેમજ લાંચ ન લે; કેમ કે લાંચ ની આંખોને આંધળી કરે છે, ને નેક જનોનાં વચનોને વિપરીત કરી નાખે છે.


અને જે માણસ અહંકાર કરીને જે યાજક ત્યાં યહોવા તારા ઈશ્વરની આગળ સેવા કરવાને ઊભો રહે છે તનું અથવા ન્યાયાધીશનું ન સાંભળે તે માણસ માર્યો જાય; અને એવી રીતે તારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.


ત્યાં જઈને લેવી યાજકો પાસે, તથા તે વખતે જે ન્યાયાધીશ હોય તેની પાસે જઈને પૂછવું. અને તેઓ તને તે મુકદ્દમાનો ફેંસલો કરી બતાવશે.


તો તારા વડીલો તથા તારા ન્યાયાધીશો બહાર જઈને લાસની આસપાસનાં નગરોનું અંતર માપી જુએ,


જો કોઈ માણસોની વચ્ચે તકરાર હોય ને તેઓ દાદ માગવા આવે, ને [ન્યાયધીશો] તેમનો ન્યાય કરે, તો ન્યાયીને ન્યાયી ઠરાવવો, ને દુષ્ટને ગુનેગાર ઠરાવવો.


શમુએલ વૃદ્ધ થયો ત્યારે એમ બન્યું કે તેણે પોતના દીકરાઓને ઇઝરાયલ પર ન્યાયાધીશ ઠરાવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan