પુનર્નિયમ 16:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 યહોવા જે સ્થળ પસંદ કરે ત્યાં તારા ઈશ્વરના માનમાં તું સાત દિવસ સુધી પર્વ પાળ; કેમ કે યહોવા તારા ઈશ્વર તારી સર્વ ઊપજમાં, તથા તારા હાથના સર્વ કામમાં તને આશીર્વાદ આપશે, ને તું બહુ જ આનંદ કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 તમારા ઈશ્વર પ્રભુના સન્માર્થે તેમણે પસંદ કરેલા એક સ્થાને સાત દિવસ સુધી તમારે તે પર્વ પાળવું. તમારા ઈશ્વર પ્રભુએ તમારી ઊપજમાં તથા તમારા હાથનાં સર્વ કાર્યોમાં આશીર્વાદ આપ્યો હોવાથી આનંદોત્સવ કરજો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તમે યહોવાહ તમારા ઈશ્વરના માટે યહોવાહે પસંદ કરેલા સ્થાને સાત દિવસ સુધી પર્વ ઉજવો, કેમ કે યહોવાહે તમારી બધી ઉપજમાં, તમારા હાથનાં સર્વ કામોમાં તમને આશીર્વાદ આપશે, તમે પુષ્કળ આનંદ પામશો. Faic an caibideilપવિત્ર બાઈબલ15 તમાંરા દેવ યહોવાના માંનમાં તમાંરે યહોવાએ પસંદ કરેલા સ્થાને સાત દિવસ સધી ઉત્સવ ઊજવવો. તમાંરા દેવ યહોવાના આશીર્વાદથી તમને તમાંરા પાકમાં તેમ જ તમાંરાં બધાં કાર્યોમાં થયેલ લાભ માંટે તમાંરે આનૈંદથી ઉત્સવ ઊજવવો, તેથી આનંદ કરો, ને ખુશ રહો. Faic an caibideil |