Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 16:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને તું યહોવા તારા ઈશ્વર પ્રત્યે અઠવાડીયાનું પર્વ પાળ, અને યહોવા તારા ઈશ્વરે આપેલા આશીર્વાદના પ્રમાણમાં તારા હાથના ઐચ્છિકાર્પણની ભેટ તું તેમને આપ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 તે પછી તમારા ઈશ્વર પ્રભુના સન્માર્થે કાપણીના સપ્તાહોનું પર્વ પાળો અને તેમણે તમને આપેલા આશીર્વાદના પ્રમાણમાં તમારે હાથે તેમને સ્વૈચ્છિક અર્પણ ચડાવજો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તમે યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે અઠવાડિયાનાં પર્વ ઉજવો, યહોવાહ તમારા ઈશ્વરે આપેલા આશીર્વાદ પ્રમાણે તમારા હાથનાં ઐચ્છિકાર્પણ આપો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ત્યાર બાદ તમાંરા દેવ યહોવાના માંનમાં કાપણીનો ઉત્સવ ઊજવવો, અને યહોવાના તમાંરા પરના આશીર્વાદોના કારણે થયેલી ઊપજના પ્રમૅંણમાં તમાંરે ઐચ્છિકાર્પૈંણ લાવવું.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 16:10
22 Iomraidhean Croise  

હું તથા મારા લોક કોણ માત્ર કે આવી રીતે ઘણી રાજીખુશીથી અર્પણ કરવાને અમે શક્તિમાન હોઈએ? [અમારી પાસે જે કંઈ છે તે] સર્વ તમારી પાસેથી મળેલું છે, ને તમારા પોતાના આપેલામાંથી જ અમે તમને આપ્યું છે.


લેવી યિમ્નાનો પુત્ર કોરે, પૂર્વ [દિશાના દરવાજા] નો દ્વારપાળ, યહોવાના અર્પણો તથા પરમપવિત્ર વસ્તું વહેંચી આપવા માટે, ઈશ્વરના ઐચ્છિકાર્પણો પર [કારભારી] હતો.


ઇઝરાયલી લોકો પોતાની રાજીખુશીથી યહોવાને માટે અર્પણ લાવ્યા; એટલે જે સર્વ કામ મૂસાની હસ્તક કરવાની આજ્ઞા યહોવાએ કરી હતી તેને માટે લાવવાની ઇચ્છા જે પ્રત્યેક પુરુષ તથા સ્‍ત્રીના મનમાં હતી તેણે એ પ્રમાણે કર્યું.


યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે. અને તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી.


કોણ જાણે, કદાચ તે પશ્ચાતાપ કરીને પાછા આવે, ને તે પોતાની પાછળ આશીર્વાદ, એટલે તમારા ઈશ્વર યહોવાને માટે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ, રહેવા દે.


અને જો હલવાન લાવવું એ તેના ગજા ઉપરાંત હોય, તો તે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવે. એક દહનીયાર્પણને માટે, ને બીજું પાપાર્થાર્પણને માટે; અને યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે, એટલે તે શુદ્ધ થશે.


અને તે સાબ્બાથ પછીના બીજા દિવસથી, એટલે જે દિવસે તમે આરત્યર્પણની પૂળી લાવો, ત્યારથી માંડીને સાત સાબ્બાથ પૂરા થાય ત્યાં સુધી તમારે ગણવું;


અને જો તે માણસની પાસે કોઈ તે છોડાવનાર ન હોય, ને તે પોતે દ્રવ્યવાન થયો હોય, ને તે છોડાવવાને જોઈએ તેટલું નાણું તેને મળી શકતું હોય,


અને જો હલવાન લાવવું એ તેના ગજા ઉપરાંત હોય, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે દોષાર્થાર્પણને માટે તે યહોવાને માટે બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં લાવે; એક પાપાર્થાર્પણને માટે, ને બીજું દહનીયાર્પણને માટે.


અને પ્રથમ ફળને દિવસે, એટલે જ્યારે તમારા સપ્તાહના [પર્વમાં] તમે યહોવાને નવું ખાદ્યાર્પણ ચઢાવો, ત્યારે તમે પવિત્ર મેળાવડો કરો. તમે કંઈ સંસારી કામ ન કરો.


અને જે લડવૈયાઓ લડાઈમાં ગયા હતા તેઓ પાસેથી યહોવાને માટે કર લો, દર પાંચસો [પ્રાણી] માંથી એક પ્રાણી, એટલે માણસોમાંથી તથા ગોપશુઓમાંથી, તથા ગધેડાંમાંથી, તથા ઘેટાંબકરાંમાંથી.


અને ઘેટાંમાંથી યહોવાનો કર છસો ને પંચોતેરનો હતો.


હું આવું ત્યારે તમારે ઉઘરાણાં કરવા ન પડે, માટે [દર] અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના દરેકે પોતાની કમાણી પ્રમાણે [કંઈક] રાખી મૂકવું.


વળી આ બાબતમાં હું મારો અભિપ્રાય આપું છું, કેમ કે તે તમારે માટે યોગ્ય છે, કારણ કે એક વરસ ઉપર તમે માત્ર [એ કામ] કરવાનો આરંભ કર્યો હતો, એટલું જ નહિ, પણ એ કામ કરવાની તમારી ઇચ્છા પણ હતી.


કેમ કે જો ઇચ્છા હોય, તો તે કોઈની પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે માન્ય છે.


અને પોતાનું નામ રાખવા માટે યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે ત્યાં, યહોવા તારા ઈશ્વરની સમક્ષ, તું તથા તારો દીકરો તથા તારી દીકરી તથા તારો દાસ તથા તારી દાસી તથા તારા ઘરમાં રહેનાર લેવી તથા તારી મધ્યે રહેનાર પરદેશી તથા અનાથ તથા વિધવા આનંદ કરો.


તું તારે માટે સાત અઠવાડિયાં ગણ, એટલે તું પાકેલા અનાજને દાતરડું લગાડવું શરૂ કરે ત્યારથી માંડીને તું સાત અઠવાડિયાં ગણ


Lean sinn:

Sanasan


Sanasan