Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 15:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે, તેમાં તારા ઘરમાં રહેતો તારો કોઈ દેશી ભાઈ દરિદ્રી હોય, તો તું તારું હ્રદય કઠણ ન કર, ને તારા દરિદ્રી ભાઈ પ્રત્યે તારા હાથ બંધ ન કર;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 “જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને આપે છે તેમાં તમારા નગરમાં વસતો તમારો કોઈ ઇઝરાયલી ભાઇ તંગીમાં આવી પડયો હોય, તો કઠોર હૃદય રાખીને તેને મદદ કરવામાં તમારો હાથ પાછો રાખશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે, તેમાં તમારા ઘરમાં રહેતો તમારો કોઈ જ્ઞાતિજન ગરીબ હોય તો તમે તમારું હૃદય કઠણ ન કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “પરંતુ તમાંરા દેવ યહોવા તમને જે પ્રદેશ આપે છે, તેના કોઈ પણ ગામમાં તમાંરો કોઈ જાતિભાઈ આથિર્ક મુશ્કેલીમાં આવી પડે, તો કઠોર હૃદયના ના બનશો. કે મદદનાં હાથને રોકશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 15:7
15 Iomraidhean Croise  

તે વખતે લોકોએ તથા તેઓની સ્ત્રીઓએ પોતાના યહૂદી ભાઈઓ વિરુદ્ધ મોટો પોકાર કર્યો.


એ કારણથી ગામડાંના જે યહૂદીઓ કોટ વગરના કસબાઓમાં રહે છે, તેઓ અદાર માસના ચૌદમા દિવસને આનંદોત્સવના, મિજબાનીના, અને એકબીજા ઉપર ભેટો મોકલવાના દિવસ તરીકે પાળે છે.


કેમ કે તે દિવસોમાં યહૂદીઓને તેમના શત્રુઓ તરફથી નિરાંત વળી હતી, અને તે માસ તેઓને માટે ખેદને બદલે આનંદનો, તથા શોકને બદલે હર્ખનો, થઈ ગયો હતો. તમારે તે દિવસોને મિજબાનીના તથા આનંદના, અને એકબીજા પર ભેટો મોકલવાના, અને દરિદ્રીને દાન આપવાના દિવસો ગણવા.”


તારી સાથેના મારા લોકોમાંના કોઈ ગરીબને જો તું પૈસા ધીરે, તો તું તેની પ્રત્યે લેણદાર જેવો ન થા, ને તેને માથે તું વયાજ ન ચઢાવ.


ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે, તે તેને તેના સુકૃત્યનો બદલો આપશે.


જે કોઈ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે, તે પોતે પણ બૂમ પાડશે, પરંતુ તેનું સાંભળવામાં આવશે નહિ.


અને તારી ઈષ્ટ વસ્તુઓ જો ભૂખ્યાઓને આપી દે, અને દુ:ખી માણસના જીવને તૃપ્ત કરે, તો તારો પ્રકાશ અંધકારમાંથી ઝળકી ઊઠશે, ને તારો ગાઢ અંધખાર બપોરના જેવો થઈ જશે.


અને જો તારો ભાઈ કંગાલાવસ્થામાં આવી પડયો હોય, ને તારા પ્રત્યે તે પોતાની ફરજ અદા કરવાને અશક્ત હોય, તો તારે તેને નિભાવી લેવો; તે પરદેશી તથા પ્રવાસી તરીકે તારી સાથે રહે.


અને તેણે તેનું માન્યું નહિ, પણ જઈને દેવું વાળે ત્યાં સુધી તેણે તેને કેદખાનામાં નાખ્યો.


જે કોઈ તારી પાસે માગે છે તેને તું આપ, ને તારી પાસે જે ઉછીનું લેવા ઇચ્છે છે, તેનાથી મોં ન ફેરવ.


કેમ કે દેશમાંથી દરિદ્રીઓ કદી ખૂટશે નહિ. એ માટે હું તને એવી આ આપું છું કે, તારે તારા દેશમાં તારા ભાઈ‍ પ્રત્યે, તારા કંગાલ પ્રત્યે, તથા તારા દરિદ્રી પ્રત્યે જરૂર હાથ ખુલ્લો રાખવો.


સાવચેત રહે, રખેને તારા મનમાં એવો હલકો વિચાર આવે કે સાતમું વર્ષ એટલે છૂટકાનું વર્ષ પાસે છે; અને તારી દાનત તારા દરિદ્રી ભાઈની વિરુદ્ધ બગડે, અને તું તેને કંઈ ન આપે. અને તે યહોવાની આગળ તારી વિરુદ્ધ બગડે, અને તું તેને કંઈ ન આપે. અને તે યહોવાની આગળ તારી વિરુદ્ધ પોકાર કરે, ને એમ તું દોષિત ઠરે.


તારા ભાઈઓમાંના અથવા તારા દેશમાં તારી ભાગળોમાં રહેનાર પ્રવાસીઓમાંના કોઈ ગરીબ તથા દરિદ્રી મજૂર પર તું જુલમ ન કર.


Lean sinn:

Sanasan


Sanasan