અને તમારા લોક જેવી એટલે ઇઝરાયલ જેવી પૃથ્વી પર બીજી કઈ પ્રજા છે કે, જેને પોતાના લોકો થવા માટે છોડાવવા, પોતાનું નામ [અમર] કરવા, અને જે પોતાના લોકને તમે પોતાને માટે મિસરમાંથી, દેશજાતિઓ તથા તેઓનાં દેવદેવીઓ પાસેથી છોડાવ્યા છે તેઓના જોતાં તમારે માટે મહાન કૃત્યો તથા તમારા દેશને માટે ભયંકર કૃત્યો કરવા તમે જે ઈશ્વર તે સિધાવ્યા હોય?
“હે ધાર્મિકપણાને અનુસરનારા, યહોવાને શોધનારા, તમે મારું સાંભળો: જે ખડકમાંથી તમને ખણી કાઢવામાં આવ્યા તેને, તથા જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા તેના બાકોરાને નિહાળીને જુઓ.
તારે તારાં ઘેટાંબકરાંમઆંથી, ને તારા ખળામાંથી, ને તારા દ્રાક્ષાકુંડમાંથી તેને ઉદારતાથી આપવું. યહોવા તારા ઈશ્વરે તને આપેલા આશીર્વાદના પ્રમાણમાં તારે તેને આપવું.
અને એમ બને કે, જો તે તને કહે કે, મારે તારી પાસેથી જવું નથી, અને તે એ માટે કે તેને તારી પાસેથી જવું નથી, અને તે એ માટે કે તેને તારી સાથે ને તારાં ઘરનાંની સાથે પ્રેમ બંધાયો છે, ને તારે ત્યાં તે સુખચેનમાં રહે છે,
તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે.