Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 15:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 કેમ કે દેશમાંથી દરિદ્રીઓ કદી ખૂટશે નહિ. એ માટે હું તને એવી આ આપું છું કે, તારે તારા દેશમાં તારા ભાઈ‍ પ્રત્યે, તારા કંગાલ પ્રત્યે, તથા તારા દરિદ્રી પ્રત્યે જરૂર હાથ ખુલ્લો રાખવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 દેશમાં કોઈને કોઈ માણસ તો તંગીમાં હોવાનો જ, અને તેથી હું તમને આજ્ઞા આપું છું કે એવા કંગાલ ભાઈ પ્રત્યે ઉદારતાથી વર્તવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 કેમ કે દેશમાંથી ગરીબો કદી ખૂટશે નહિ તેથી હું તમને આજ્ઞા કરું છું કે, તમારે તમારા દેશમાં તમારા ભાઈ પ્રત્યે જરૂરિયાતમંદવાળા પ્રત્યે તથા ગરીબ પ્રત્યે ઉદારતા બતાવવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તમાંરા દેશમાં હંમેશા તમાંરી વચ્ચે કોઇ ગરીબ તો હોવાના જ. તેથી હું તમને આજ્ઞા કરું છું કે, તમાંરા જે કોઈ જાતભાઈ ગરીબ હોય અને આથિર્ક ભીંસમાં હોય તો તેમને ઉદારતાથી મદદ કરજો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 15:11
17 Iomraidhean Croise  

પણ સાતમે વર્ષે તેને વિશ્રામ આપી પડતર રાખ; કે તારા લોકોમાંના ગરીબોને ખાવાનું મળે, ને તેઓ પડયું મૂકે તે વનપશુઓ ખાય. તારી દ્રાક્ષાવાડી તથા તારી જૈતવાડીને પણ તું એ પ્રમાણે કર.


ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે, તે તેને તેના સુકૃત્યનો બદલો આપશે.


દ્રવ્યવાન અને દરિદ્રી ભેગા થાય છે; યહોવા એ સર્વના કર્તા છે.


તે ગરીબોને ઉદારતાએ આપે છે; હા, તે પોતાના હાથ લંબાવીને દરિદ્રીઓને [મદદ કરે છે].


અને કોઈને નાહક નુકસાન કર્યુ નહિ હોય, પણ દેવાદારે ગીરો [મૂકેલી વસ્તુ] તેને પાછી અપી હશે, જુલમ કરીને કોઈને લૂંટ્યો નહિ હોય, પોતાનું અન્ન ભૂખ્યાને આપ્યું હશે,, ને નગ્નને વસ્ત્ર ઓઢાડ્યું હશે;


કેમ કે દરિદ્રીઓ સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી.


જે કોઈ તારી પાસે માગે છે તેને તું આપ, ને તારી પાસે જે ઉછીનું લેવા ઇચ્છે છે, તેનાથી મોં ન ફેરવ.


કેમ કે દરિદ્રીઓ સદા તમારી સાથે છે, ને તમે ચાહો ત્યારે તમે તેઓનું ભલું કરી શકો છો. પણ હું સદા તમારી સાથે નથી.


તમારી પાસે જે છે તે વેચીને દાનધર્મ કરો; જીર્ણ નહિ થાય એવી થેલીઓ, એટલે આકાશમાં અખૂટ દ્રવ્ય, પોતાને માટે મેળવો; ત્યાં ચોર આવતો નથી, અને કીડો ખાઈ જતો નથી.


કેમ કે, ગરીબો તો સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી.”


તેઓ પોતાની મિલકત તથા સરસામાન વેચી નાખતા, અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વહેંચી આપતા.


જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે, તેમાં તારા ઘરમાં રહેતો તારો કોઈ દેશી ભાઈ દરિદ્રી હોય, તો તું તારું હ્રદય કઠણ ન કર, ને તારા દરિદ્રી ભાઈ પ્રત્યે તારા હાથ બંધ ન કર;


પણ તેના પ્રત્યે જરૂર તારો હાથ ખુલ્લો મૂક, ને તેની અછતને લીધે જેટલાની તેને જરૂર હોય તેટલું તેને ધીર.


Lean sinn:

Sanasan


Sanasan