Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 14:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 કેમ કે તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે, ને પૃથ્વીની સપાટી પરની સર્વ દેશજાતિઓમાંથી તને યહોવાએ પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 કારણ, તમે તમારા ઈશ્વર પ્રભુની પવિત્ર પ્રજા છો અને પૃથ્વીના પટ પરની સર્વ પ્રજાઓમાંથી પ્રભુએ તમને પોતાના વિશિષ્ટ લોક થવા પસંદ કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 કેમ કે તમે યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોકો છો, પૃથ્વીની સપાટી પરના સર્વ લોકોમાંથી તમને યહોવાહે પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તમે દેવ યહોવાને સંર્પૂણ સમર્પિત થયેલ પ્રજા છો અને યહોવાએ બધી પ્રજાઓમાંથી તમને પસંદ કરીને પોતાની ખાસ પ્રજા તરીકે અપનાવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 14:2
23 Iomraidhean Croise  

કારણ કે તેઓ પોતે તથા તેઓના પુત્રો આ લોકોની દીકરીઓ સાથે પરણ્યા છે. તેથી પવિત્ર વંશ દેશના લોકોની સાથે મિશ્ર થઈ ગયો છે: હા, એ ઉલ્લંઘનમાં મુખ્યત્વે સરદારોના તથ સત્તાવાળાઓના હાથ એ.”


મેં તને પૃથ્વીના છેક છેડેથી પકડી લીધો છે, ને તેના ખૂણાઓમાંથી તને બોલાવ્યો છે, અને તને કહેલું છે કે, તું મારો સેવક છે, મેં તને પસંદ કર્યો છે, ને તારો ત્યાગ કર્યો નથી;


તે છતાં જો તેમાં દશાંશ રહે, તો તે ફરીથી બાળવામાં આવશે; એલાહવૃક્ષ તથા એલોનવૃક્ષ પાડી નાખવામાં આવ્યા પછી ઠૂંઠું રહે છે, તે પ્રમાણે પવિત્ર બીજ ઠૂંઠા જેવું છે.”


તેઓ તેમને ‘પવિત્ર લોકો’, ‘યહોવાના ઉદ્ધાર પામેલા લોકો’, કહેશે; અને તું ‘શોધી કાઢેલી, ’ ‘અણતજેલી નગરી’ કહેવાઈશ.”


ઇઝરાયલ યહોવાને માટે પવિત્ર હતો. તેના પાકનું પ્રથમફળ હતો. જે સર્વ તેને ખાઈ જાય છે તેઓ દોષિત ઠરશે; તેઓ પર વિપત્તિ આવશે, ’ એમ યહોવા કહે છે.”


“હે મનુષ્યપુત્ર, તારું મુખ યરુશાલેમ તરફ રાખીને તારી વાણી પવિત્રસ્થાનો તરફ ઉચ્ચાર, ને ઇઝરાયલ દેશની વિરુદ્ધ ભવિષ્ય ભાખીને કહે;


ત્યારે જે પુરુષ શણનાં વસ્ત્ર પહેરીને નદીનાં પાણી ઉપર ઊભો હતો તેણે પોતાનો જમણો તથા ડાબો હાથ આકાશ તરફ ઊંચો કરીને સદા જીવનારના સમ ખાધા કે, “કાળ, કાળો ને અડધા કાળ સુધીની તે [મુદત] છે; અને જ્યારે તેઓ પવિત્ર પ્રજાના બળનું ખંડન કરી રહેશે, ત્યારે આ બધી બાબતો સમાપ્ત થશે.”


તે મહા બળવાન થશે પણ પોતાના જ બળથી નહિ. તે અદ્‍ભુત રીતે નાશ કરશે, તે ફતેહ પામશે ને પોતાની મરજી પ્રમાણે વર્તશે; અને તે પરાક્રમીઓનો તથા પવિત્ર લોકોનો નાશ કરશે.


કેમ કે તમારો ઈશ્વર થવા માટે મિસર દેશમાંથી તમને બહાર કાઢી લાવનાર હું યહોવા છું; માટે તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું.


“ઇઝરાલી લોકોને વાત કરતાં કહે કે, તમે પવિત્ર થાઓ; કેમ કે હું યહોવા તમારો ઈશ્વર પવિત્ર છું.


પણ મેં તમને કહ્યું છે કે, તમે તેઓના દેશનું વતન પામશો, ને હું તમને તે દૂધમધની રેલછેલવાળો દેશ આપીને તેનું વતન આપીશ, તમને વિદેશીઓથી અગલ કરનાર તમારો ઈશ્વર યહોવા હું છું.


અને તમે પવિત્ર [લોક] થાઓ; કેમ કે હું યહોવા પવિત્ર છું ને મેં તમને વિદેશીઓથી અગલ કર્યા છે, એ માટે તમે મારા થાઓ.


તેથી, ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે, ઈશ્વરની દયાની ખાતર તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું, અર્પણ કરો; એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે.


તમારે કોઈ પણ પ્રાણીનું મુડદાલ ખાવું નહિ. તારી મધ્યે રહેનાર પરદેશીને તે ખાવાને તું આપે તો ભલે આપે, અથવા તું કોઈ વિદેશીને તે વેચે તો ભલે વેચે, કેમ કે તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે. બકરીનું બચ્ચું તેની માના દૂધમાં તું ન બાફ.


જો તું યહોવા તારા ઈશ્વરની આજ્ઞાઓ પાળીને તેમના માર્ગોમાં ચાલશે, તો, જેમ યહોવાએ તારી આગળ પ્રતિજ્ઞા કરી છે તેમ, તે તને પોતાની પવિત્ર પ્રજા તરીકે સ્થાપશે.


હા, તે પોતાના લોક પર પ્રેમ રાખે છે; તેમના સર્વ પવિત્રો તમારા હાથમાં છે; અને તેઓ તમારાં ચરણ આગળ બેઠા; [પ્રત્યેક] તમારાં વચનો સ્વીકારશે.


પણ યહોવા તને લોઢાની ભઠ્ઠીમાંથી એટલે મિસરમાંથી કાઢી લાવ્યા છે, એ માટે કે જેમ આજે છો તેમ તેમના વારસાના લોક થાઓ.


કેમ કે તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે. યહોવા તારા ઈશ્વરે તને પૃથ્વીની સપાટી પરની સર્વ પ્રજાઓમાંથી પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યો છે.


યહોવાએ તમારા પર પ્રેમ રાખ્યો તથા તમને પસંદ કર્યા એનું કારણ એ ન હતું કે બીજી કોઈ પ્રજા કરતાં તમે સંખ્યામાં વિશેષ હતા. કેમ કે તમે તો બીજી બધી પ્રજાઓ કરતાં થોડા હતા.


તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે.


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા [પ્રભુના] ખાસ લોક છો કે, જેથી જેમણે અંધકારમાંથી પોતાના આશ્વર્યકારક પ્રકાશમાં [આવવાનું] આમંત્રણ આપ્યું છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.


Lean sinn:

Sanasan


Sanasan