Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 14:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તમે યહોવા તમારા ઈશ્વરનાં છોકરાં છો. તમે મરેલાંને લીધે તમારા અંગ પર ઘા ન પાડો, ને તમારી આંખોની વચ્ચે ન મૂંડાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 “તમે તમારા ઈશ્વર પ્રભુનાં સંતાન છો. તેથી મરેલાં માટે શોક પાળવામાં તમે તમારા અંગ પર ઘા કરો નહિ, કે તમારા માથાનો અગ્રભાગ મૂંડાવો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તમે યહોવાહ તમારા ઈશ્વરનાં સંતાન છો. મૃત્યુ પામેલાંને લીધે તમારે તમારા શરીર પર ઘા ન કરવા, કે ચહેરા પર મૂંડન ન કરવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “તમે તમાંરા દેવ યહોવાનાં સંતાન છો તેથી મૃત મનુષ્યનો શોક પાળવા માંટે તમાંરા પોતાના પર કાપા ન કરવા, વળી દફનક્રિયા માંટે તમાંરા માંથાના આગળના ભાગનું મૂંડન ન કરાવુ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 14:1
29 Iomraidhean Croise  

ઈશ્વરના દિકરાઓએ માણસોની દીકરીઓ જોઈ કે, તેઓ સુંદર છે. અને જે સર્વને તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ પત્નીઓ કરી.


તે દિવસોમાં પૃથ્વીમાં મહાવીર હતા, ને ઈશ્વરના દિકરાઓ માણસની દીકરીઓની પાસે ગયા, ને તેઓથી છોકરાં થયાં, જેઓ પુરાતન કાળના બળવાનો, નામાંકિત પુરુષો હતા.


તેઓએ મોટેથી પોકાર કર્યો, ને પોતાની રીત પ્રમાણે પોતાને તરવારથી તથા ભાલાથી એટલે સુધી ઘાયલ કર્યા કે, તેમના પર લોહીની ધારાઓ વહેવા લાગી.


જો કે ઇબ્રાહિમ અમને જાણતો નથી, ને ઇઝરાયલ અમને કબૂલ કરતો નથી, તે છતાં તમે અમારા પિતા છો; હે યહોવા, તમે અમારા પિતા છો; પ્રાચીનકાળથી અમારો ‘ઉદ્ધાર કરનાર’ એ જ તમારું નામ છે.


મોટા તથા નાના બન્ને આ દેશમાં મરશે. તેઓને દાટવામાં આવશે નહિ, તેઓને લીધે કોઈ વિલાપ કરશે નહિ, તેઓને લીધે કોઈ પોતાને ઘાયલ કરશે નહિ, ને કોઈ પોતાને મુંડાવશે નહિ.


પણ મેં કહ્યું, “હું તને પુત્રોમાં કેમ ગણું? અને આનંદમય દેશ, એટલે સર્વ પ્રજાઓમાં સર્વોત્તમ વારસો, હું તને કેમ આપું? મેં ધાર્યું હતું કે, તું મને તારો પિતા કહીશ, તથા મારી પાછળ ચાલીશ અને ફરી જઈશ નહિ.


તેઓ રડતાંકકળતાં ને વિનંતીઓ કરતાં આવશે, ને હું તેઓને દોરીશ; અને ઠોકર નહિ વાગે એવા સીધા માર્ગમાં હું તેઓને પાણીનાં નાળાંઓ પાસે ચલાવીશ; કેમ કે હું ઇઝરાયલનો પિતા છું, ને એફ્રાઈમ મારો જ્યેષ્ઠ પુત્ર છે.


શખેમમાંથી, શીલોમાંથી તથા સમરૂનમાંથી મૂંડાવેલી દાઢીવાળા, ફાટેલાં વસ્ત્રોવાળા, તથા [પોતાને હાથે] પોતાને જખમી કરેલા, એવા એંસી માણસો પોતાના હાથમાં ખાદ્યાર્પણ તથા ધૂપ લઈને યહોવાના મંદિરમાં આવ્યા.


ગાઝાનું માથું મૂંડેલું છે; આશ્કલોન, એટલે તેઓની ખીણમાંનું જે બચી ગયેલું, તે નષ્ટ થયું છે; તું ક્યાં સુધી પોતાને કાપીને ઘાયલ કરશે?


તોપણ ઇઝરાયલૌ લોકોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે કે, જેનું માપ કે ગણતરી થઈ શકે નહિ; તેમને એવું કહેવામાં આવ્યું હતું કે, તમે મારા લોક નથી, તેને બદલે તેમને એમ કહેવામાં આવશે કે, [તમે] જીવતા ઈશ્વરના દીકરાઓ [છો].


તેઓ પોતાનું માથું, મૂંડાવે નહિ, ને તેઓ પોતાની દાઢીના ખૂણા મૂંડાવે નહિ, ને પોતાના શરીરમાં કોઈ ઘા પાડે નહિ.


પણ જેટલાંએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેણે ઈશ્વરના છોકરાં થવાનો અધિકાર આપ્યો.


અને એકલા આ લોકની વતી નહિ, પણ ઈશ્વરનાં વિખેરાઈ ગયેલાં છોકરાંઓને પણ તે એકત્ર કરીને એક કરે તે માટે).”


આપણા આત્માની સાથે પણ [પવિત્ર] આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરનાં છોકરાં છીએ,


અને જે સ્થળે તેઓને એવું કહેવામાં આવ્યું હતું, ‘તમે મારી પ્રજા નથી.’ તે સ્થળે તેઓ જીવતા ઈશ્વરના દીકરા કહેવાશે.


તેઓ ઇઝરાયલી છે, અને દત્તકપુત્રપણું, મહિમા, કરારો, નિયમશાસ્‍ત્રદાન, ભજનક્રિયા તથા વચનો તેઓનાં જ છે.


એટલે જેઓ દેહનાં છોકરાં છે, તેઓ ઈશ્વરનાં છોકરાં છે, એમ નહિ; પણ જેઓ વચનનાં છોકરાં છે, તેઓ જ વંશ ગણાય છે.


અને તમારો પિતા થઈશ, અને તમો મારાં દીકરાદીકરીઓ થશો, એમ સર્વશક્તિમાન પ્રભુ કહે છે.”


કેમ કે તમે બધા ખ્રિસ્ત પરના વિશ્વાસથી ઈશ્વરના દીકરા છો.


એટલે યહોવા તારા ઈશ્વરની જે સર્વ આજ્ઞાઓ હું આજે તેન ફરમાવું છું તે જ્યારે તું તેની વાણી સાંભળીને પાળશે, ને યહોવા તારા ઈશ્વરની દષ્ટિમાં જે યથાર્થ છે તે કરશે, ત્યારે.


ઓ મૂર્ખ તથા નિર્બુદ્ધ લોકો, શું તમે યહોવાને આવો બદલો આપો છો? શું તે તને ખંડી લેનાર તારા પિતા નથી? તેમણે તને ઉત્પન્‍ન કર્યો છે ને તને સ્થિર કર્યો છે.


પણ, ભાઈઓ, ઊંઘી ગયેલાં વિષે તમે અજાણ્યા રહો એવી અમારી ઇચ્છા નથી. જેથી બીજાં માણસો જેઓને આશા નથી એવાંની જેમ તમે ખેદ ન કરો.


કેમ કે જેમને અર્થે બધું છે તથા જેમનાથી બધાં [ઉત્પન્‍ન] થયાં છે, તેમને એ ઘટિત હતું કે, તે ઘણા દીકરાઓને ગૌરવમાં લાવતાં તેઓના તારણના અધિકારીને દુ:ખદ્વારા પરિપૂર્ણ કરે.


આથી ઈશ્વરનાં છોકરાં તથા શેતાનનાં છોકરાં ઓળખાઈ આવે છે: જે કોઈ ન્યાયીપણું કરતો નથી, અને જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખતો નથી, તે ઈશ્વરનો નથી.


જયારે આપણે ઈશ્વર પર પ્રેમ રાખીએ છીએ અને તેમની આજ્ઞાઓ પાળીએ છીએ ત્યારે એ પરથી આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરનાં છોકરાં ઉપર પણ પ્રેમ રાખીએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan